સંરક્ષણ મંત્રાલય

ભારતીય નૌકાદળ કોવિડ-19ના લોકડાઉન દરમિયાન હવાઈ માર્ગે કામકાજમાં મદદ કરવા વિશાખાપટનમ એરફિલ્ડ ખાતે 24 x 7 સેવા આપશે

Posted On: 14 APR 2020 12:41PM by PIB Ahmedabad

પ્રવર્તમાન કોવિડ-19 મહામારી દરમિયાન વાયરસના પ્રસરણને અટકાવવા દેશવ્યાપી લોકડાઉન લાદવામાં આવ્યો છે, ત્યારે ઈસ્ટર્ન નવલ કમાન્ડ (ઈએનસી) આઈએનએસ ડેગાએ ખાતરી આપી છે કે વિશાખાપટન ખાતે જોઈન્ટ-યુઝર એરફિલ્ડ ચોવીસેય કલાક ખુલ્લું રહેશે. તમામ આવશ્યક સલામતી સેવાઓ અને એરફિલ્ડ સવલતો ઉપલબ્ધ રહે તે સુનિશ્ચિત કરવા માટે એરફિલ્ડ ખાતે માણસોની ગોઠવણમાં સુધારો કરાયો છે. એ પણ સુનિશ્ચિત કરાયું છે કે તમામ વિશેષ ફ્લાઈટ્સ તેમજ સ્પાઈસજેટની કાર્ગો ફ્લાઈટ તેનાં કામકાજ અવરોધ વિના ચાલુ રાખી શકશે. લોકડાઉન લાગુ થયો ત્યારથી અત્યાર સુધીમાં કાર્ગો ફ્લાઈટના 15 ફેરા થયા છે.

 

વધુમાં, ભારતીય નૌકાદળે રાત-દિવસ નિયમિત પણે મેરિટાઈમ સર્વેલન્સ અભિયાનો હાથ ધરીને ચોકીપહેરો પણ જાળવી રાખ્યો છે. એર સ્ટેશનથી કાર્યરત ઈએનસી, આઈએનએએસ 311ના ડોર્નિયેર સ્ક્વોડ્રન નિયમિતપણે દરિયાઈ સુરક્ષાના અભિયાનો હાથ ધરે છે. ઉપરાંત, અન્ય તમામ હવાઈ અસ્ક્યામતોને અભિયાન માટે સજ્જ રાખવામાં આવી છે અને આવશ્યકતા ઊભી થતાં તેને તાત્કાલિક કાર્યાન્વિત કરી શકાય તે માટે તે સજ્જ છે.

 

GP/RP



(Release ID: 1614400) Visitor Counter : 182