સંરક્ષણ મંત્રાલય

OFB 1.10 લાખ ISO ક્લાસ 3 કવરઓલનું ઉત્પાદન કરશે

Posted On: 14 APR 2020 2:41PM by PIB Ahmedabad

ઓર્ડનન્સ ફેક્ટરી બોર્ડ (OFB)એ ISO ક્લાસ 3 એક્સપોઝર માપદંડોને સુસંગત કવરઓલનો પૂરવઠો મોકલવાનું શરૂ કરી દીધું છે. HLL લાઇફકેર લિમિટેડ (HLL) દ્વારા શરૂઆતમાં આપવામાં આવેલ ઓર્ડર અનુસાર 1.10 લાખ કવરઓલનું ઉત્પાદન પૂરજોશમાં ચાલી રહ્યું છે. આ ઓર્ડર 40 દિવસમાં પૂરો કરવામાં આવશે.

ફેક્ટરી બોર્ડ દ્વારા બે મીટર લાંબા તંબુ પણ તૈયાર કરવામાં આવ્યા છે જેનો ઉપયોગ તબીબી ઇમરજન્સી, સ્ક્રિનિંગ, હોસ્પિટલ ટ્રાયેજ અને ક્વૉરેન્ટાઇનના હેતુથી થઇ શકે છે. આ તંબુ વોટરપ્રૂફ કાપડ અને હળવા સ્ટીલ તેમજ એલ્યુમિનિયમ ધાતુમાંથી બનાવવામાં આવ્યા છે. આનો પૂરવઠો શરૂ થઇ ગયો છે.

સેનિટાઇઝરનું ઉત્પાદન યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે અને 70,000 લીટરથી વધુ જથ્થો અત્યાર સુધીમાં વિવિધ એજન્સીઓને પહોંચાડી દેવામાં આવ્યો છે.

લોહીમાં ચેપના પરીક્ષણ માટે બે પરીક્ષણ સુવિધાઓ ઉભી કરવામાં આવી છે જેમાંથી એક ચેન્નઇ અને એક કાનપૂર ખાતે છે.

10 હોસ્પિટલમાં અંદાજે 280 બેડ આઇસોલેશન માટે અલગ રાખવામાં આવ્યા છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય (MoHFW)ની જરૂરિયાત અનુસાર આ સગવડ ઉભી કરવામાં આવી છે. HLL દ્વારા પ્રારંભિક સ્તરે આપવામાં આવેલા ઓર્ડર અનુસાર OFB દ્વારા માસ્કનો જથ્થો પણ તૈયાર કરવામાં આવી રહ્યો છે. 90,000થી વધુ બિન-તબીબી માસ્કનું ઉત્પાદન થઇ ગયું છે અને તેનું વિતરણ પણ કરવામાં આવ્યું છે. તબીબી માસ્કની પરીક્ષણ સુવિધાઓ આ અઠવાડિયાથી શરૂ થઇ જશે.
 



(Release ID: 1614373) Visitor Counter : 134