PIB Headquarters

કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન

Posted On: 13 APR 2020 7:06PM by PIB Ahmedabad
  • પ્રધાનમંત્રી 14 એપ્રિલ, 2020ના રોજ રાષ્ટ્રને સંબોધિત કરશે
  • ગઇકાલથી અત્યાર સુધીમાં કોવિડ-19ના વધુ 796 કેસો નોંધાયા; કુલ મૃત્યુઆંક વધીને 308 થયો.
  • 15 રાજ્યોમાં 25 જિલ્લામાં એક્શન પ્લાનના અમલના પરિણામ મળવાનું શરૂ, જેમાં અગાઉ કેસ નોંધાયા હતા પણ છેલ્લા 14 દિવસમાં કોઇ કેસ નોંધાયો નથી.
  • MHA દ્વારા રાજ્યોને આંતરિક અને આંતરરાજ્ય સામાન, ટ્રકો, કામદારો અને ગોદામો/ કોલ્ડ સ્ટોરેજ માટે નિવિર્ઘ્ને આવનજાવન સુનિશ્ચિત કરવા માટે નિર્દેશ કરવામાં આવ્યા
  • મજબૂત ડિજિટલ પેમેન્ટ સુવિધાથી પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ અંતર્ગત રોકડ ચૂકવણીની તાત્કાલિક હસ્તાંતરણ સક્ષમ બની; 32 કરોડથી વધુ ગરીબ લોકોને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ અંતર્ગત રૂ. 29,352ની આર્થિક સહાય પ્રાપ્ત થઇ.

(છેલ્લા 24 કલાકમાં PIB દ્વારા બહાર પાડવામાં આવેલી કોવિડ-19 સંબંધિત પ્રેસ વિજ્ઞપ્તિ અને ફેક્ટ ચેક)

કોવિડ-19 અંગે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયમાંથી અપડેટ

ગઇકાલથી અત્યાર સુધીમાં દેશમાં કોવિડ-19ના 796 નવા કેસની પુષ્ટિ થતા દેશમાં કુલ કેસની સંખ્યા 9152 થઇ છે. 857 દર્દી સાજા થઇ ગયા છે/સાજા થયા પછી તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. અત્યાર સુધીમાં કુલ 308 દર્દીનાં મૃત્યુ નીપજ્યાં છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય કોવિડ-19ને જિલ્લા વહીવટીતંત્ર સ્તરે પ્રતિભાવ આપવા માટે તમામ અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યું છે. 15 રાજ્યોમાં 25 જિલ્લામાં એક્શન પ્લાનના અમલના પરિણામ મળવાનું શરૂ થઇ ગયું છે જેમાં અગાઉ કેસ નોંધાયા હતા પણ છેલ્લા 14 દિવસમાં કોઇ કેસ નોંધાયો નથી અને તેના પર સતત દેખરેખ રાખવામાં આવે છે જેથી ભવિષ્યમાં કોઇપણ નવો કેસ નોંધાય નહીં.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1614106

પ્રધાનમંત્રી 14 એપ્રિલ, 2020ના રોજ રાષ્ટ્રને સંબોધિત કરશે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આવતીકાલે 14મી એપ્રિલ, 2020ના રોજ સવારે 10 કલાકે રાષ્ટ્રને સંબોધિત કરશે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1613933

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે રાજ્યોને આંતરિક અને આંતરરાજ્ય સામાન, ટ્રકો, કામદારો અને ગોદામો/ કોલ્ડ સ્ટોરેજ માટે નિવિર્ઘ્ને આવનજાવન સુનિશ્ચિત કરવા લૉકડાઉનના દિશાનિર્દેશો તેની મૂળ ભાવના અનુસાર લાગુ કરવા માટે નિર્દેશ કર્યો

ગૃહ મંત્રાલયે રાજ્યોને નિર્દેશો આપ્યા છે કે, તેઓ આંતરિક અને આંતરરાજ્ય માલસામાન, ટ્રકો, શ્રમિકો અને ગોદામ / કોલ્ડ સ્ટોરેજનું નિર્વિઘ્ને સંચાલન થાય તે સુનિશ્ચિત કરવા માટે લૉકડાઉનના દિશાનિર્દેશોને આ પત્ર તેમજ તેની ભાવના અનુસાર લાગુ કરે. મંત્રાલયના ધ્યાનમાં આવ્યું છે કે, દેશના અમુક ભાગોમાં અગાઉ આપવામાં આવેલા દિશાનિર્દેશો અને સ્પષ્ટીકરણને અક્ષરશ: અને મૂળ ભાવના અનુસાર લાગુ કરવામાં આવતા નથી.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1613888

પ્રધાનમંત્રી મોદી અને સમાજવાદી પ્રજાસત્તાક વિયેતનામના પ્રધાનમંત્રી વચ્ચે ટેલીફોન પર ચર્ચા

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સમાજવાદી પ્રજાસત્તાક વિયેતનામના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી ગુયેન ઝુઆન ફુક સાથે ટેલીફોન પર વાત કરી હતી. બંને નેતાઓએ કોવિડ-19 રોગચાળાને પગલે ઊભી થયેલી સ્થિતિ તથા આ પડકારને ઝીલવા હાથ ધરવામાં આવેલા પગલાઓ વિશે વાત કરી હતી.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1613981

મજબૂત ડિજિટલ પેમેન્ટ સુવિધાથી પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ અંતર્ગત રોકડ ચૂકવણીની તાત્કાલિક હસ્તાંતરણ સક્ષમ બની

ખાતાધારકોના મોબાઇલ નંબરો અને આધાર (જન ધન-આધાર-મોબાઇલ)ના ખાતા સાથે જન-ધન ખાતાઓ તેમજ અન્ય એકાઉન્ટના લિન્ક દ્વારા ડિજિટલ પાઇપલાઇન બનાવવામાં આવી છે. આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાઇપલાઇન ડીબીટી (લાભની રકમ લાભાર્થીના ખાતામાં સીધી હસ્તાંતરિત કરવી)ના પ્રવાહનો જરૂરી આધાર પૂરો પાડે છે, સામાજિક સુરક્ષા/પેન્શન યોજનાઓ વગેરે માટે આધારભૂત છે. પ્રધાનમંત્રી જન ધન યોજના (પીએમજેડીવાય)ની શરૂઆત ઓગસ્ટ, 2014માં થઈ હતી, જેનો ઉદ્દેશ બેંકની સુવિધાથી વંચિત વ્યક્તિઓને બેંક ખાતાઓ પ્રદાન કરવાનો હતો. 20 માર્ચ, 2020ના રોજ આશરે 126 કરોડ ઓપરેટિવ CASA ખાતાઓમાંથી 38 કરોડથી વધારે ખાતા પીએમજેડીવાય અંતર્ગત ખુલ્યાં છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1613735

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ: અત્યાર સુધીની પ્રગતી

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ અંતર્ગત અત્યાર સુધીમાં 32 કરોડથી વધુ ગરીબ લોકોને રૂ. 29,352 કરોડથી વધુ આર્થિક સહાય પ્રાપ્ત થઇ છે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત 5.29 કરોડ લાભાર્થીઓને વિનામૂલ્યે ખાદ્યાન્નનું વિતરણ કરવામાં આવ્યું છે. 97.8 લાખ ઉજ્જવલા સિલિન્ડરની વિનામૂલ્યે ડિલિવરી કરવામાં આવી. EPFOના 2.1 લાખ સભ્યોએ EPFO ખાતામાંથી નોન-રિફંડેબલ એડવાન્સ રકમ ઑનલાઇન ઉપાડી છે જેમાં કુલ 510 કરોડ રૂપિયાની ચુકવણી થઇ છે. PM-KISANનો પહેલો હપતો ચુકવવામાં આવ્યો: 7.47 કરોડ ખેડૂતોને રૂ. 14,946 કરોડ ટ્રાન્સફર કરવામાં આવ્યા. 19.86 કરોડ મહિલા જન ધન ખાતા ધારકોને રૂપિયા 9930 કરોડ આપવામાં આવ્યા. અંદાજે 2.82 કરોડ વૃદ્ધો, વિધવા અને દિવ્યાંગ લોકોને રૂપિયા 1400 કરોડ આપવામાં આવ્યા. 2.17 કરોડ બાંધકામ અને કન્સ્ટ્રક્શનના શ્રમિકોને રૂપિયા 3071 કરોડની આર્થિક સહાય પ્રાપ્ત થઇ.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1614035

કોવિડ-19 મહામારીના સંદર્ભમાં પર્યટન સંબંધિત નિયંત્રણોને કારણે ભારતમાં અત્યારે રહેતા વિદેશી નાગરિકોને 30 એપ્રિલ, 2020 સુધી દૂતાવાસ સેવાઓ નિઃશુલ્ક મળશે

દુનિયાના ઘણા વિસ્તારોમાં કોવિડ-19ના પ્રસાર અને તેના કારણે ભારતીય ઑથોરિટીએ પર્યટન સંબંધિત નિયંત્રણો લાદવાને કારણે ભારતમાં ફસાઈ ગયેલા આ પ્રકારનાં વિદેશી નાગરિકોના નિયમિત વિઝા, ઇ-વિઝા કે શરતી રોકાણ ધરાવતા તથા જેમના વિઝા 01.02.2020 (મધરાત) થી 30.04.2020 (મધરાત) વચ્ચે પૂર્ણ થશે, તેમના વિઝા 30 એપ્રિલ, 2020 (મધરાત) સુધી નિઃશુલ્ક ધોરણે વધારવામાં આવશે, જે માટે વિદેશી નાગરિકે ઓનલાઇન અરજી કરવાની રહેશે

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1613948

મુંબઇના ઘાટકોપર ખાતે નૌસેના ક્વૉરેન્ટાઇન શિબિરમાંથી 44 બિન-નિવાસી ભારતીયો ઘરે પરત ફર્યા

મુંબઇમાં ઘાટકોપર ખાતે ભૌતિક સંગઠનમાં આવેલી નૌસેના ક્વૉરેન્ટાઇન સુવિધામાં ઇરાનથી આવેલા 44 બિન-નિવાસી ભારતીયો (24 મહિલા સહિત)એ શાંતિથી અને સફળતાપૂર્વક તેનો ક્વૉરેન્ટાઇનનો સમય પૂરો કર્યો છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1613857

લાઇફલાઇન ઉડાન ઓપરેશન હેઠળ તબીબી માલવાહક ફ્લાઇટ્સે એક જ દિવસમાં 108 આવશ્યક ચીજોનો પૂરવઠો દેશભરમાં પહોંચાડ્યો

કોવિડ-19 સામે ભારતની લડાઇમાં સહકાર આપવા માટે દેશના અંતરિયાળ વિસ્તારોમાં આવશ્યક તબીબી માલસામાનનું પરિવહન કરવા માટે નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા 214થી વધુ લાઇફલાઇન ઉડાન ચલાવવામાં આવી છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1613776

લૉકડાઉન દરમિયાન શૈક્ષણિક વર્ષ એકધારું જળવાઇ રહે તે સુનિશ્ચિત કરવા ઉપરાષ્ટ્રપતિએ યુનિવર્સિટીઓને કહ્યું

ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી એમ. વેંકૈયા નાયડુએ આજે યુનિવર્સિટીઓ અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓને લૉકડાઉનના સમય દરમિયાન શૈક્ષણિક વર્ષ એકધારું જળવાઇ રહે તે માટે ટેકનોલોજીનો પૂરેપૂરો ઉપયોગ કરવા જણાવ્યું હતું. વિવિધ યુનિવર્સિટીના કુલપતિ અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશનના નિદેશક સાથે આ વીડિયો કોન્ફરન્સથી ચર્ચા દરમિયાન ઉપરાષ્ટ્રપતિએ નોંધ્યું હતું કે, પરિસ્થિતિ હજુ સંપૂર્ણપણે સામાન્ય થવામાં થોડો સમય લાગી શકે છે અને કોવિડ-19 મહામારીના કારણે ઉભા થયેલા વિક્ષેપોનો સામનો કરવા માટેના તેમના ભાવિ આયોજનો અંગે પૂછપરછ કરી હતી.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1613915

ભારતીય રેલવે દ્વારા કોવિડ-19ના લોકડાઉન દરમિયાન ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રને બળ આપવામાં આવી રહ્યું છે અને પુરવઠા શ્રુંખલાની ગતિ વધારવામાં આવી રહી છે

1 એપ્રિલથી લઈને 11 એપ્રિલ 2020 સુધીના છેલ્લા 11 દિવસના સમયગાળા દરમિયાન રેલવે દ્વારા 192165 ડબ્બાઓ ભરીને કોલસો અને 13276 ડબ્બાઓ ભરીને પેટ્રોલિયમ પેદાશો (એક ડબ્બામાં 58-60 ટન જથ્થો)ની હેરફેર કરવામાં આવી છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1613852

મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી અધિકારીઓ એક વર્ષ સુધી ચૂંટણી પંચમાંથી તેમના મળતા વેતનમાંથી ૩૦ ટકા સ્વૈચ્છિક કપાત કરીને કોવિડ ભંડોળમાં પોતાનું યોગદાન આપશે

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1613897

સુરતે એસબીએમ-અર્બન અંતર્ગત ઝડપી આપત્તિ વ્યવસ્થાપન યોજના બનાવી

મહામારીના ત્રણ પરિબળ (એજન્ટ-હોસ્ટ-પર્યાવરણીય પરિબળો) પર કેન્દ્રિત પ્રસારની સાંકળ તોડીને મનુષ્યમાંથી મનુષ્યમાં સંક્રમણને ઘટાડવાના સ્પષ્ટ ઉદ્દેશ સાથે ઓટોમેટિક જનરેટ થયેલી વિગત, શંકાસ્પદ કેસોનું વહેલાસર નિદાન અને કોવિડ-19ના પુષ્ટિ થયેલા કેસની મહત્તમ સારવાર લેવા સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (એસએમસી)એ ત્રિસ્તરીય અભિગમ અપનાવ્યો છે, જે “3-ટી સ્ટ્રેટેજી” – તરીકે ઓળખાય છે, જેમાં કોવિડ-19 સામે ટ્રેક, ટેસ્ટ એન્ડ ટ્રીટનો અભિગમ સામેલ છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1614050

SHG મહિલાઓ બેંકો માટે બિઝનેસ કોરસપોન્ડસ (BC સખી) તરીકે કામ કરી રહી છે અને બેંક સખી મહિલા PMJDY ખાતાધારકોને કોવિડ-19ના કારણે લૉકડાઉન વચ્ચે રૂ. 500 વળતર ચુકવવામાં મહત્વની ભૂમિકા નિભાવી રહી છે.

8800 BC સખી અને 21600 બેંક સખીમાંથી બંને કેડરમાંથી 50%એ દેશભરમાં ઘણા રાજ્યોમાં લૉકડાઉન વચ્ચે કામ કરવાનું શરૂ કરી દીધું છે. બેંક સખીઓ બેંકના શાખા પ્રબંધકોને DBT ચુકવણી દરમિયાન શાખા પર કામના ભારણના વ્યવસ્થાપનમાં મદદ કરે છે અને ગ્રાહકો દ્વાર સામાજિક અંતર જળવાઇ રહે તે સુનિશ્ચિત કરવા માટે ગ્રામીણ સમુદાયોમાં જાગૃતિ ફેલાવી રહી છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1614114

સ્વ-સહાય જૂથની મહિલાઓ સંચાલિત સામૂદાયિક રસોડા લૉકડાઉનમાં સમાજના અત્યંત ગરીબ અને ગ્રામીણ વિસ્તારોમાં દયનીય જીવન જીવતા લોકોને ભોજન પૂરૂ પાડી રહ્યાં છે

દેશભરનાં સ્વ-સહાય જૂથો વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરીને આવશ્યક સેવાઓ સતત ચાલુ રહે તેની ખાતરી રાખી રહ્યાં છે. મહિલાઓ પ્રથમ હરોળના આરોગ્ય કર્મીઓની સાથે મળીને બાળકો, કિશોરો તથા માતાના આરોગ્ય તેમજ પોષણ સંબંધી કામગીરીઓમાં સહાય કરે છે

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1614029

કોરોનાવાયરસને લડત આપવા આસામની ગ્રામીણ મહિલાઓએ હેન્ડ સેનેટાઈઝર જેવા ઉત્પાદનો અને માસ્ક ઘરે તૈયાર કર્યા

સીએસઆઈઆર - નોર્થ ઈસ્ટ ટેકનોલોજી પાર્કના નેજા હેઠળ કાર્યરત, જોરહટના રૂરલ વુમન ટેકનોલોજી પાર્કે (RWTP) વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ (DST)ના સીડ ડિવિઝનના સહયોગથી ગ્રામીણ મહિલાઓને હેન્ડ સેનેટાઈઝર્સ, હોમમેડ માસ્ક અને પ્રવાહી ડીસઈનફેકટન્સ બનાવડાવ્યા છે, જે આ વિસ્તારનાં નજીકનાં ગામોના ગરીબ લોકોને કોરોનાવાયરસ સામેની લડતમાં સહાય માટે વિના મૂલ્યે આપવામાં આવી રહ્યાં છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1613899

કોરોના મહામારીના કારણે રમઝાન મહિના દરમિયાન ભારતીય મુસ્લિમોને લૉકડાઉન અને સામાજિક અંતરની માર્ગદર્શિકાઓનું ચુસ્ત પાલન કરવા માટે લઘુતમી બાબતોના મંત્રાલયની અપીલ

શ્રી મુખ્તાર અબ્બાસ નવકીએ અપીલ કરી કે, કોરોના મહામારીના પડકારને ધ્યાનમાં રાખતા, ભારતીય મુસ્લિમોએ 24 એપ્રિલથી શરૂ થઇ રહેલા પવિત્ર રમઝાન મહિના દરમિયાન લૉકડાઉન અને સામાજિક અંતરની માર્ગદર્શિકાનું પ્રામાણિકતાથી અને ચુસ્તપણે પાલન કરવું જોઇએ. ઘરમાં જ નમાઝ પઢવા અને અન્ય ધાર્મિક વિધીઓ કરવાની અપીલ કરી.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1614166

'ભારત પઢે ઑનલાઇન' અભિયાન માટે માત્ર 3 દિવસમાં 3700થી વધુ સૂચનો પ્રાપ્ત થયા

HRD મંત્રી શ્રી રમેશ પોખરિયાલ 'નિશંક' દ્વારા 10 એપ્રિલ 2020ના રોજ એક અઠવાડિયા માટે 'ભારત પઢે ઑનલાઇન' અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ભારતમાં ઑનલાઇન શિક્ષણ ઇકોસિસ્ટમ માટે વિચારો મંગાવવા માટે તેની શરૂઆત કરવામાં આવી છે. આ અભિયાનને સોશિયલ મીડિયા યુઝર્સમાં ખૂબ લોકપ્રિયતા મળી રહી છે અને HRD મંત્રીને 'ભારત પઢે ઑનલાઇન' અભિયાન માટે માત્ર 3 દિવસમાં ટ્વીટર અને ઇમેલ પર 3700થી વધુ સૂચનો પ્રાપ્ત થયા છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1614165

કોવિડ-19ના પગલે DoPT, DARPG અને DoPPW દ્વારા કરવામાં આવેલી કામગીરીની ડૉ. જીતેન્દ્રસિંહે સમીક્ષા કરી.

મહામારી સામે લડવા માટે વિભાગોની તૈયારીઓની સમીક્ષા કરવા ઉપરાંત, મંત્રીએ અધિકારીઓ અને સ્ટાફને કહ્યું હતું કે, આ સમયગાળા દરમિયાન કામને વિપરિત અસર પડવી જોઇએ નહીં. 12 એપ્રિલ 2020 સુધીમાં સરકારે 1.57 દિવસના સરેરાશ નિકાલ સમય સાથે 7000 કોવિડ-19 જાહેર ફરિયાદોનું નિવારણ કર્યું છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1613978

*****

PIB ફિલ્ડ ઓફિસના ઇનપુટ્સ

  • અરૂણાચલ પ્રદેશઃ અરૂણાચલ પ્રદેશના ઇટાનગરમાં કોવિડ-19 અંગે CRPFની 138 બટાલિયન ડોર-ટૂ-ડોર જાગૃતિ અભિયાન ચલાવી રહી છે.
  • આસામઃ આસામના આરોગ્યમંત્રી હિમાંતા બિશ્વા શર્માએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે અન્ય રાજ્યોમાં ફસાઇ ગયેલા આસામના નાગરિકોને મદદ કરવા માટે આસામ સરકારે આસામ કોવિડ હેલ્પલાઇન નંબર 96-1547-1547 શરૂ કર્યો છે.
  • મણીપૂરઃ મણીપૂરના આરોગ્ય સેવાઓના ડાયરેક્ટોરેટે લોકોને અપીલ કરી હતી કે તેઓ ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર મેડિકલ સ્ટોર પરથી હાડ્રોક્સિક્લોરોક્વિનની દવા ખરીદે નહીં.
  • મેઘાલયઃ મેઘાલયના દક્ષિણ-પશ્ચિમ ખાંસી પહાડી જિલ્લામાં તમામ જાહેર સ્થળોએ ચહેરા પર માસ્ક પહેરવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે.
  • મિઝોરમઃ મિઝોરમના મુખ્યમંત્રીએ આજે કોવિડ-19 મહામારી સામે લેવાઇ રહેલા પગલાં સંબંધિત કાર્યવાહી અંગે ચર્ચા કરવા ચર્ચ, NGO અને રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ અને મહત્વપૂર્ણ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.
  • નાગાલેન્ડઃ રાજ્ય સરકારે જણાવ્યું હતું કે રાજ્યના પ્રથમ કોવિડ-19 દર્દીએ એર ઇન્ડિયાની ફ્લાઇટ 709 (બેઠક નં.5B)માં કોલકાતાથી દીમાપૂર પ્રવાસ કર્યો હતો. આ માહિતી બાદ તેના તમામ સહમુસાફરોને શોધવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
  • સિક્કીમઃ રાજ્યના DGએ અત્યાર સુધી 70 નેગેટિવ દર્દીઓ સાથે આશા વ્યક્ત કરી છે કે સિક્કીમ હજુ સુધી પોતાને ગ્રીન ઝોનમાં હોવાની આશા રાખી રહ્યું છે.
  • ત્રિપૂરાઃ રાજ્ય સરકારે નિર્ણય લીધો છે કે લૉકડાઉન સમયગાળા દરમિયાન આવશ્યક ચીજ-વસ્તુઓના ઉત્પાદન એકમોને કાર્યરત રાખવામાં આવશે.
  • કેરળઃ રાજ્ય સરકારે કેન્દ્ર સરકારના નિર્ણયને ધ્યાનમાં રાખ્યા બાદ લૉકડાઉનના નિયંત્રણોને હળવા કરવાનો નિર્ણય લીધો છે. કેરળની 4 નર્સોનો રિપોર્ટ મુંબઇ અને પૂણેમાં પોઝિટીવ આવ્યો હતો. આવતીકાલે વિષ્ણુ ઉત્સવ હોવાના કારણે પોલીસને શેરીઓમાં લૉકડાઉનનું પાલન કરવા માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડશે. ગઇ કાલે 36 દર્દીઓ સાજા થયા હતા, જ્યારે 2 નવા પોઝિટીવ કેસ નોંધાયા હતા. અત્યાર સુધી કુલ કેસોની સંખ્યા 375 પહોંચી ગઇ છે. રાજ્યનો મૃત્યુ દર 0.53 છે જે વૈશ્વિક સરેરાશ કરતાં ઓછો છો.
  • તામિલનાડુઃ નિષ્ણાતોની પેનલે સામૂહિક પરીક્ષણ અને માસ્કના ઉપયોગને ફરજિયાત બનાવવાની ભલામણ કરી છે. કોવિડ દર્દીઓની સારવાર કરનારા કોઇમ્બતુર ESI હોસ્પિટલના 2 PG ડૉક્ટરોમાં ચેપના લક્ષણો દેખાયા બાદ તેમને આઇસોલેશન કરવામાં આવ્યાં છે. રાજ્યે હવે ખાનગી લેબમાં થતાં કોવિડના ટેસ્ટનો ખર્ચ ઉઠાવવાનો નિર્ણય લીધો છે. ગઇકાલે રાજ્યમાં 106 નવા પોઝિટીવ કેસ નોંધાયા હતા. કુલ પોઝિટીવ કેસની સંખ્યા વધીને અત્યારે 1075 થઇ ગઇ છે, જેમાંથી 50 દર્દીઓને રજા આપવામાં આવી છે, જ્યારે 11 વ્યક્તિઓના મૃત્યુ નીપજ્યાં છે. ચેન્નઇમાં 181 અને કોઇમ્બતૂરમાં 97 પોઝિટીવ કેસો છે.
  • કર્ણાટકઃ આજે અત્યાર સુધી 15 નવા કેસ નોંધાયા હતા. બેલગાવીમાં 3, બિદારમાં 2, માંડ્યામાં 3, ધારવાડમાં 4, જ્યારે બાગલકોટ, બેંગલુરુ ગ્રામ્ય અને બેંગલુરુ શહેરી એમ દરેકમાં 1-1 કેસ નોંધાયા હતા. કુલ પોઝિટીવ કેસોની સંખ્યા 247 પર પહોંચી છે. અત્યાર સુધી 6 વ્યક્તિઓનાં મૃત્યુ થયાં છે અને 59 હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.
  • આંધ્રપ્રદેશઃ રાજ્યએ પરીણ અને નમૂના એકત્રીકરણ માટે શ્રીકાકુલમમાં મોબાઇલ વોક-ઇન સેમ્પલ કિયોસ્ક (WISK)ની સ્થાપના કરી છે. કોવિડ સહાયતા માટે રાજ્ય સરકારે ટૉલ ફ્રી નં.14410 સહિત ડો.વાય.એસ.આર. ટેલિમેડિસિન PGM શરૂ કર્યુ છે. રાજ્યમાં PCR ટેકનિકનો ઉપયોગ કરીને નમૂના પરીક્ષણ ઝડપી બનાવવામાં આવ્યું છે. આજે રાજ્યમાં 12 નવા પોઝિટીવ કેસ નોંધાતા કુલ કેસોની સંખ્યા 432 પર પહોંચી ગઇ છે. અત્યાર સુધી 12 લોકોને રજા આપવામાં આવી છે, જ્યારે 7 વ્યક્તિઓના મૃત્યુ થયાં છે. ગુંતૂરમાં 90 અને કુર્નૂલમાં 84 પોઝિટીવ કેસ નોંધાયા છે.
  • તેલંગણાઃ રાજ્યમાં 1 વધુ પોઝિટીવ કેસ નોંધાતા કુલ કેસોની સંખ્યા વધીને હવે 532 પર પહોંચી ગઇ છે. હૈદરાબાદ પોલીસે પોતાના સ્થાનિક કાર્યાલયમાં વિદેશીઓને આશરો આપનારા સ્થાનિક તબલીગી જમાતના આગેવાન સામે કેસ દાખલ કર્યો છે. 30મી એપ્રિલ સુધી લૉકડાઉન વધારવામાં આવ્યું હોવાની બાબત ધ્યાનમાં રાખીને સરકારે તમામ સામાન્ય પ્રવેશ પરીક્ષાઓ મુલતવી રાખવાનો નિર્ણય લીધો છે.
  • મહારાષ્ટ્રઃ મુંબઇમાં મ્યુનિસિપલ સત્તાવાળાઓ એકતરફ જ્યારે ધારાવીમાં કોવિડ-19નો ફેલાવો રોકવાનો સખત પ્રયાસો કરી રહ્યાં છે ત્યારે વર્લિકોલીવાડા અને ગોંવાન્ડી જેવા શહેરના ઝૂંપડપટ્ટી વિસ્તારો નવા હોટસ્પોટ બનીને સામે આવ્યાં છે. આ વિસ્તારોમાં વસ્તીની ગીચતા ખૂબ જ વધારે હોવાથી અહીં સામાજિક અંતર જાળવવું ખૂબ જ મુશ્કેલ છે અને આરોગ્ય નિષ્ણાતોનું માનવું છે કે મુંબઇમાં આ ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં વાઇરસ ફેલાતો રોકવો એ સૌથી મોટો પડકાર છે.
  • ગુજરાતઃ ગુજરાતમાં આજે કોવિડ-19ના નવા 22 કેસો નોંધાતા રાજ્યમાં કુલ પોઝિટીવ કેસોની સંખ્યા વધીને 538 પર પહોંચી ગઇ છે. નવા કેસોની અંદર 13 કેસ અમદાવાદમાં નોંધાયા છે, જ્યારે પાંચ સુરત, 2 બનાસકાંઠા અને એક-એક આણંદ અને વડોદરામાં નોંધાયા છે.
  • રાજસ્થાનઃ રાજસ્થાનમાં સોમવારે કોરોના વાઇરસના 11 વધુ કેસો સામે આવ્યાં હતા. તેના કારણે રાજ્યમાં કુલ પોઝિટીવ કેસોની સંખ્યા વધીને 815 પર પહોંચી ગઇ હતી. નવા નોંધાયેલા 11 પોઝિટીવ કેસમાંથી 10 ભરતપુરના હતા. આ દરમિયાન રાજ્ય સરકારે તમામ યુનિવર્સિટીની પરીક્ષાઓ અનિશ્ચિત સમય માટે મુલતવી રાખી છે અને 16મી એપ્રિલથી 30મી મે સુધી ઉનાળું વેકેશનની રજાઓ જાહેર કરી છે.

Fact Check on #Covid19

******

RP



(Release ID: 1614180) Visitor Counter : 189