ગૃહ મંત્રાલય
કોવિડ-19 મહામારીના સંદર્ભમાં પર્યટન સંબંધિત નિયંત્રણોને કારણે ભારતમાં અત્યારે રહેતા વિદેશી નાગરિકોને 30 એપ્રિલ, 2020 સુધી દૂતાવાસ સેવાઓ નિઃશુલ્ક મળશે
પોસ્ટેડ ઓન:
13 APR 2020 2:38PM by PIB Ahmedabad
નાગરિકોમાં કોઈ પણ પ્રકારની ભ્રામક સ્થિતિને દૂર કરવા જાણકારી આપવામાં આવે છે કે, કેન્દ્રીય ગૃહ મંત્રાલય (એમએચએ)એ 28.03.2020ના રોજ વિદેશી નાગરિકોને નિઃશુલ્ક ધોરણે કોન્સ્યુલર સેવાઓ આપી હતી, જેઓ 30 એપ્રિલ, 2020 સુધી કોવિડ-19 મહામારીના સંદર્ભમાં પર્યટન સંબંધિત નિયંત્રણોને કારણે ભારતમાં છે. (https://pib.gov.in/PressReleaseIframePage.aspx?PRID=1613895)
દુનિયાના ઘણા વિસ્તારોમાં કોવિડ-19ના પ્રસાર અને તેના કારણે ભારતીય ઑથોરિટીએ પર્યટન સંબંધિત નિયંત્રણો લાદવાને કારણે ભારતમાં ફસાઈ ગયેલા આ પ્રકારનાં વિદેશી નાગરિકોના નિયમિત વિઝા, ઇ-વિઝા કે શરતી રોકાણ ધરાવતા તથા જેમના વિઝા 01.02.2020 (મધરાત) થી 30.04.2020 (મધરાત) વચ્ચે પૂર્ણ થશે, તેમના વિઝા 30 એપ્રિલ, 2020 (મધરાત) સુધી નિઃશુલ્ક ધોરણે વધારવામાં આવશે, જે માટે વિદેશી નાગરિકે ઓનલાઇન અરજી કરવાની રહેશે.
GP/RP
(રીલીઝ આઈડી: 1613948)
મુલાકાતી સંખ્યા : 307
આ રીલીઝ વાંચો:
Tamil
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Punjabi
,
Odia
,
Telugu
,
Kannada
,
Malayalam