PIB Headquarters

કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન

Posted On: 12 APR 2020 7:00PM by PIB Ahmedabad

(છેલ્લા 24 કલાકમાં PIB દ્વારા બહાર પાડવામાં આવેલી કોવિડ-19 સંબંધિત પ્રેસ વિજ્ઞપ્તિ અને ફેક્ટ ચેક)

કોવિડ-19 અંગે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયમાંથી અપડેટ

દેશમાં ગઇકાલથી કોવિડ-19ના પુષ્ટિ થયેલા કેસોમાં 909 દર્દીનો વધારો થયો છે. અત્યાર સુધીમાં 716 દર્દી સાજા થયા છે/ સાજા થયા પછી તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આજના દિવસ સુધીમાં કુલ 273 દર્દીનાં મૃત્યુ નોંધાયા છે. સરકાર પ્રાથમિક તબીબી ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ક્ષમતા વધારવા પર પણ ધ્યાન આપી રહી છે જેમાં સમર્પિત હોસ્પિટલો, આઇસોલેશન બેડ, ICU બેડ અને ક્વૉરન્ટાઇન સુવિધાઓ પણ સામેલ છે. સમગ્ર દેશમાં સમર્પિત હોસ્પિટલોમાં આઇસોલેશન બેડની સંખ્યામાં વધારો કરવામાં આવી રહ્યો છે. સરકારી હોસ્પિટલો ઉપરાંત વિવિધ ખાનગી ક્ષેત્રની હોસ્પિટલો, જાહેર ક્ષેત્રના એકમો, મિલિટરી હોસ્પિટલો, ભારતીય રેલવે દ્વારા પણ આ પ્રયાસોમાં યોગદાન આપવામાં આવે છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1613732

ગૃહ મંત્રાલયે તમામ રાજ્ય / કેન્દ્ર શાસિત પ્રદેશોને રાહત કેન્દ્રો / શિબિરોમાં રાખવામાં આવેલા વિસ્થાપિત શ્રમિકોની સુખાકારી માટે સર્વોચ્ચ અદાલતના નિર્દેશોનું પાલન કરવા જણાવ્યું

દેશના વિવિધ ભાગોમાં રાહત કેન્દ્રો / શિબિરોમાં રાખવામાં આવેલા વિસ્થાપિત શ્રમિકોની સુખાકારી માટે સર્વોચ્ચ અદાલત દ્વારા આપવામાં આવેલા નિર્દેશોને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય ગૃહ મંત્રાલય (MHA) દ્વારા તમામ રાજ્ય / કેન્દ્ર શાસિત પ્રદેશોને પત્ર લખી જણાવવામાં આવ્યું છે કે, કોવિડ-19 સામે લડવા માટે લૉકડાઉનનો અમલ કરતી વખતે સર્વોચ્ચ અદાલત દ્વારા આપવામાં આવેલા નિર્દેશોનું અસરકારક રીતે પાલન કરવામાં આવે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1613662

ગૃહ મંત્રાલયે તમામ રાજ્ય/ કેન્દ્ર શાસિત પ્રદેશોને કોવિડ-19 સામેની લડી રહેલા ડૉક્ટરો અને તબીબી સ્ટાફને જરૂરી પોલીસ સુરક્ષા પૂરી પાડવા કહ્યું

ડૉક્ટરો અને તબીબી સ્ટાફ પર થતા હુમલાની ઘટનાઓને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય ગૃહ મંત્રાલય (MHA) દ્વારા તમામ રાજ્ય / કેન્દ્ર શાસિત પ્રદેશો અને સંબંધિત પોલીસ સત્તાધીશોને નિર્દેશ આપવામાં આવ્યા છે કે, આ લોકોને હોસ્પિટલમાં તેમજ જે દર્દીને કોવિડ-19 પોઝિટીવ હોવાનું નિદાન આવે તે જગ્યાએ અથવા જ્યાં શંકાસ્પદ કેસોને ક્વૉરન્ટાઇન કરવામાં આવ્યા હોય ત્યાં જરૂરી પોલીસ સુરક્ષા પૂરી પાડવામાં આવે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1613501

અંદાજે 85 લાખ PMUY લાભાર્થીઓએ એપ્રિલ 2020માં LPG સિલિન્ડર મેળવ્યા; આવશ્યક સેવા પૂરી પાડવા અને કોવિડ-19 સામે દેશની લડાઇમાં સહકાર આપવા માટે LPG સિલિન્ડર ડિલિવરીની પૂરવઠા સાંકળમાં જોડાયેલા લોકો અવિરત કામ કરી રહ્યા છે

કોવિડ-19 સામે આર્થિક પ્રતિક્રિયાના ભાગરૂપે ભારત સરકારે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત ગરીબલક્ષી વિવિધ પહેલ હાથ ધરવાની જાહેરાત કરી છે. કોરોના વાયરસના કારણે ઉભા થયેલા આર્થિક વિક્ષેપોમાં ગરીબોને જે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તે દૂર કરવાના આશયથી આ પહેલ હાથ ધરવામાં આવી રહી છે. લાભાર્થીઓ દ્વારા આ મહિને 1.26 કરોડ સિલિન્ડરનું બુકિંગ કરવામાં આવ્યું છે જેમાંથી 85 લાખ સિલિડન્ડર PMUYના લાભાર્થીઓને ડિલિવર કરવામાં આવ્યા છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1613627

કૃષિ, સહકાર અને ખેડૂત કલ્યાણ વિભાગની લૉકડાઉન દરમિયાન કૃષિ અને આનુષંગિક ક્ષેત્રોને પ્રોત્સાહન આપવા માટેની પહેલો

ભારત સરકારનાં કૃષિ સહકાર અને ખેડૂત કલ્યાણ વિભાગે લૉકડાઉન સમયગાળા દરમિયાન પ્રાદેશિક ક્ષેત્રે ખેડૂતો અને કૃષિ સાથે કામગીરીની સુવિધા આપવા કેટલાંક પગલાં લીધા છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1613699

કોવિડ-19 પ્રવૃતિઓ સંબંધિત CSR ખર્ચની પાત્રતા અંગે MCAને વારંવાર પૂછાતાં પ્રશ્નો

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1613472

કોરોના વાયરસ સામેની લડાઇમાં ભારતીય વાયુ સેનાનો અવિરત સહકાર

વિવિધ રાજ્યોના નોડલ પોઇન્ટ્સ સુધી આવશ્યક તબીબી પૂરવઠો અને રેશનનો જથ્થો સમયસર પહોંચી રહે તે સુનિશ્ચિત કરવા માટે તમામ પ્રકારે પ્રયાસો થઇ રહ્યા છે જેથી રાજ્ય સરકારો અને સહાયક એજન્સીઓ બીમારીનો ફેલાવો અસરકારક અને કાર્યદક્ષ રીતે નિયંત્રણમાં લાવવા માટે સજ્જ રહે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1613399

પોર્ટ બ્લેર ખાતે કોવિડ-19 સામેની લડતમાં ભારતીય નૌસેનાની મદદ

કોવિડ-19ના સંકટ સમયે જે લોકોને જરૂર હોય, ત્યાં પહોંચવા માટે નવલ એર સ્ટેશન (એનએએસ) ઉત્ક્રોશ અને મટિરિયલ ઓર્ગેનાઈઝેશનએ પોર્ટ બ્લેરમાં ખાદ્યસામગ્રીનું વિતરણ હાથ ધર્યું હતું.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1613619

પ્રધાનમંત્રી જનૌષધિ કેન્દ્રના લોકો કોરોના યોદ્ધા તરીકે કામ કરી રહ્યાં છેઃ શ્રી માંડવિયા

કેન્દ્રીય રસાયણ અને ખાતર રાજ્ય મંત્રી શ્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું છે કે, હાલનાં મુશ્કેલ સ્થિતિસંજોગોમાં પ્રધાનમંત્રી જનૌષધિ કેન્દ્રો (પીએમજેએકે)નાં લોકો કોરોના યોદ્ધા તરીકે કામ કરી રહ્યાં છે અને દેશની સેવા કરી રહ્યાં છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1613668

કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રી શ્રી રમેશ પોખરીયાલ નિશંકદ્વારા નવી દિલ્હીમાં એક વેબ પોર્ટલ યુક્તિ – YUKTI (યંગ ઇન્ડિયા કોમ્બેટિંગ કોવિડ વિથ નોલેજ, ટેકનોલોજી એન્ડ ઇનોવેશન)નો પ્રારંભ કરવામાં આવ્યો

આ પોર્ટલનો ઉદ્દેશય કોવિડ-19ના કારણે કરવામાં આવેલા MHRDના પ્રયાસો પર દેખરેખ રાખવાનો અને તેની નોંધ રાખવાનો છે. આ પોર્ટલ HRD મંત્રાલય અને સંસ્થાઓ વચ્ચે દ્વીમાર્ગી કમ્યુનિકેશન સ્થાપિત કરશે જેથી મંત્રાલય તે સંસ્થાઓને જરૂરી સહાયક સિસ્ટમ પૂરી પાડી શકે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1613651

કેન્દ્રીય વિદ્યાલય સંસ્થાન- દિલ્હી પ્રદેશ દ્વારા કોવિડ-19ની સ્થિતિમાં વિદ્યાર્થીઓને શિક્ષણ માટે કેટલીક પહેલ હાથ ધરવામાં આવી

સોમવારથી VI થી VIIIના ઑનલાઇન વર્ગો શરૂ થયા જ્યારે, KVS દિલ્હી પ્રદેશે IX થી XIIના વર્ગો ફેસબુક અને યૂટ્યૂબ પર પહેલાંથી શરૂ કરી દીધા છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID= 1613758

કેવીઆઇસીએ ડબલ લેયરના ખાદીના માસ્ક વિકસાવ્યાં; મોટી સંખ્યામાં ઓર્ડર્સ મેળવ્યાં

ખાદી અને કુટિર ઉદ્યોગ પંચ (કેવીઆઇસી)એ ડબલ લેયરના ખાદીના માસ્ક સફળતાપૂર્વક વિકસાવ્યાં છે અને મોટી સંખ્યામાં એનો પુરવઠો પૂરો પાડવા માટે ઓર્ડર મેળવ્યાં છે. પોતાની સફળતામાં વધારો કરતા કેવીઆઇસીએ તાજેતરમાં જમ્મુ અને કાશ્મીર સરકાર પાસેથી 7.5 લાખ ખાદી માસ્કનો પુરવઠાનો ઓર્ડર મેળવ્યો હતો.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1613683

NRLM સ્વ-સહાય સમૂહની મહિલાઓએ દેશમાં કોવિડ-19નો ફેલાવો નિયંત્રણમાં લાવવા માટે સામુદાયિક યોદ્ધા તરીકે ભૂમિકા નિભાવી

27 રાજ્ય ગ્રામીણ આજીવિકા મિશન (SRLM)ના અહેવાલ અનુસાર અંદાજે 1.96 કરોડ માસ્ક SHG સભ્યોએ (08 એપ્રિલ 2020 સુધીમાં) તૈયાર કર્યા છે. અંદાજે 78,373 SHG સભ્યો હાલમાં માસ્કના ઉત્પાદનમાં સંકળાયેલી છે. ઝારખંડ SHG દ્વારા 22 માર્ચ 2020ના રોજ સૌથી પહેલા 78,000 માસ્કનો જથ્થો તૈયાર કરવામાં આવ્યો હતો; 9 રાજ્યમાં અંદાજે 900 SHG ઔદ્યોગિક સાહસોએ 1 લાખ લીટર હેન્ડ સેનિટાઇઝરનું ઉત્પાદન કર્યું, કેટલાક SHGએ હાથની સ્વચ્છતા સુનિશ્ચિત કરવા માટે લિક્વિડ સોપનું ઉત્પાદન કર્યું

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1613640

NRLM સ્વ-સહાય જૂથે દેશમાં કોરોનાવાયરસના પડકારને અનુરૂપ સ્થિતિ મુજબ ઉમદા કામગીરી બજાવી

કટોકટી દરમિયાન પણ, ગ્રામ વિકાસ મંત્રાલય હેઠળ કાર્યરત દેશનાં આશરે 63 લાખ સ્વ-સહાય જૂથો (SHGs) ની અંદાજે 690 લાખ મહિલા સભ્યોએ દિનદયાલ અંત્યોદય યોજના-નેશનલ રૂરલ લાઈવલીહૂડ મિશન (DAY-NRLM), હંમેશાં સમુદાયના સ્તરે ઉભી થતી આર્થિક અને સામાજિક જરૂરિયાતો પારખી કાયમ સમસ્યા હલ કરવામાં યોગદાન આપતી રહી છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1613681

હૈદરાબાદનું CSIR-સેન્ટર ફોર સેલ્યુલર એન્ડ મોલીક્યુલર બાયોલોજી (સીસીએમબી) વિવિધ મોરચે કોવિડ-19 સામેની લડાઈમાં કાર્યરત

CSIRની હૈદરાબાદ સ્થિત બાયોલોજી પ્રયોગશાળા સીસીએમબીએ કોવિડ-19 સામેના સંઘર્ષમાં દેશમાં કેટલાંક સાધનો અને અભિગમોનો ઉપયોગ કર્યો છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1613617

******

PIB ફિલ્ડ ઓફિસના ઇનપુટ્સ

 • કેરળ: રાજ્યના હોટસ્પોટ કાસારગોડમાં 26 કોવિડ દર્દીઓ સાજા થઇ ગયા છે અને તેમને આજે રજા આપવામાં આવશે  અત્યાર સુધી કુલ 60 દર્દીઓ કોરાના મુક્ત થઇ ચુક્યાં છે અને જિલ્લામાં કુલ 105 સક્રીય કેસ છે. રાજ્યના નાણા મંત્રીએ રાજ્યને યોગ્ય નાણાકીય સહાયતા ન આપવા બદલ કેન્દ્રની ટીકા કરી છે. ગેરકાયદેર વાહનોના કારણે પોલીસે તામિલનાડુના સરહદી વિસ્તારોના તમામ રસ્તાઓ બંધ કર્યા છે.
 • તામિલનાડુ: રાજ્યમાં 12 મૃત્યુ નોંધવામાં આવ્યાં છે, ચેન્નઇમાં સરકારી MC હોસ્પિટલમાં 45 કેસ નોંધવામાં આવ્યાં છે, રાજ્યમાં 8 ડૉક્ટરનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. અત્યાર સુધી કુલ કોરોના પોઝિટીવ કેસોની સંખ્યા 969 પર પહોંચી ગઇ છે. વિલ્લુપુરમમાંથી ગુમ થયેલા લોકો માટે દિલ્હીના રહેવાસીઓના કોવિડ પોઝિટીવ લોકો માટે રાષ્ટ્રવ્યાપી એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. લૉકડાઉનના કારણે રાજ્ય પોતાની આવકમાં રૂ.10,000 કરોડના નુકસાનનો સામનો કરી રહ્યું છે.
 • કર્ણાટક: રાજ્યમાં આજે બપોર સુધી 11 નવા કેસ નોંધાતા પોઝિટીવ દર્દીઓની સંખ્યા 226 પર પહોંચી ગઇ છે. બેલાગાવીમાં ચાર પોઝિટીવ કેસ નોંધાયા છે. વિજયપુરા હાલ રાજ્યમાં કોરોનાથી અસરગ્રસ્ત થયો હોય તેવો 19મો જિલ્લો બન્યો છે. રાજ્યમાં 60 નવા કેસ પોઝિટીવ નોંધાયા છે. આજથી બેંગલુરુ શહેરી જિલ્લામાં કોવિડ અંગે ડોર-ટૂ-ડોર સરવે હાથ ધરાઇ રહ્યો છે.
 • આંધ્રપ્રદેશ: આજે 12 નવા પોઝિટીવ કેસ નોંધાયા છે, જેના કારણે પોઝિટીવ દર્દીઓની સંખ્યા વધીને 417 પર પહોંચી છે. રાજ્યએ પાન, તમાકુ અને બિન-તમાકુ ઉત્પાદનોને જાહેરમાં થૂંકવાને સજાપાત્ર ગુનો જાહેર કર્યો છે. મુખ્યમંત્રીએ વ્યક્તિદિઠ 3 માસ્ક વહેંચવાનો આદેશ આપ્યો છે. રાજ્ય સરકારે 1.47 કરોડ પરિવારોમાંથી 1.43 કરોડ પરિવારનો સરવે કરવાનો ત્રીજો તબક્કો પૂર્ણ કર્યો છે.
 • તેલંગણા: તેલંગણાના નિર્મલમાંથી 2 વધુ પોઝિટીવ કેસ નોંધાયા હતા. કુલ પોઝિટીવ કેસ વધીને તેની સંખ્યા 505 પર પહોંચી ગઇ છે. કોવિડ-19ના ફેલાવાને રોકવા માટે સમગ્ર રાજ્યમાં જાહેર સ્થળોને ચેપમુક્ત કરવા માટે ડ્રોનના ઉપયોગથી છંટકાવ કરવામાં આવી રહ્યો છે.
 • અરુણાચલ પ્રદેશ: અરુણાચલ પ્રદેશમાં જે.એન. કોલેજ, પાશિગાટના NSSના સ્વયંસેવકોએ કોવિડ-19 સામે લડત ચલાવતા પોલીસ અને આરોગ્ય કર્મચારીઓ જેવા કોરાના યોદ્ધાઓને માસ્કનું વિતરણ કર્યુ હતું.
 • આસામ: રાજ્યના આરોગ્ય પ્રધાન હિમાંતા બિશ્વા શર્માએ ટ્વીટ કર્યુ હતું કે સ્થાનિક દૈનિક સમાચારપત્રમાં આવેલા અહેવાલથી વિપરિત ગુવાહાટી મેડિકલ કોલેજ અને હોસ્પિટલ (GMCH)માં કોઇ કોવિડ-19 દર્દીનું મૃત્યુ થયું નથી.
 • મણીપૂર: મુખ્ય સચિવે આરોગ્ય વિભાગને રાજ્યમાં ઓક્સિજનના પૂરવઠા (પાઇપ અથવા બેડસાઇડ સિલિન્ડર)ની ઉપલબ્ધી ચકાસવા માટે આદેશ આપ્યાં હતા.
 • મિઝોરમ: મિઝોરમમાં આવશ્યક ચીજ-વસ્તુઓના પૂરવઠામાં જોડાયેલા ડ્રાઇવર અને અન્ય કામદારોની સલામતી અંગે ચિંતા વ્યક્ત કરતાં પરિવહન મંત્રીએ અધિકારીઓને તેમની સૌથી વધુ કાળજી રાખવાની સૂચના આપી છે.
 • મેઘાલય: પૂર્વ અને પશ્ચિમ જેન્તિયા પહાડી જિલ્લાના કલેક્ટરોએ જિલ્લાના લોકોની મદદ કરવા ઇચ્છતાં તમામ રાજ્ય અથવા જિલ્લા બહારની તમામ એન.જી.ઓ., સંસ્થાઓ અને વ્યક્તિઓને સંબંધિત સત્તામંડળ સમક્ષ તેમના નામ નોંધાવવા માટે નિર્દેશો આપ્યાં છે.
 • નાગાલેન્ડ: રાજ્ય સરકારે જણાવ્યું હતું કે દીમાપૂરમાં 363 વ્યક્તિઓને આશ્રય આપતી 3 રાહત શિબિરો ફરી કાર્યરત કરવામાં આવી છે, જિલ્લા વહીવટીતંત્ર અને NGO દ્વારા વધુ 2,000 લોકોને અનાજ અને અન્ય ચીજવસ્તુઓ પૂરી પાડવામાં આવી રહી છે.
 • સિક્કીમ: મુખ્યમંત્રીએ જાણકારી આપી હતી કે કોવિડ-19ના કારણે ઊભા થયેલા પડકારોનો સામનો કરવા માટે વધુ નિર્ણયો લેવા માટે 15મી એપ્રિલ, 2020ના રોજ કેબિનેટની બેઠકનું આયોજન કરવામાં આવશે.
 • ત્રિપૂરા: સરકારે ઇંટોની ભઠ્ઠીમાં કામ કરી રહેલા 21,899 વિસ્થાપિતો માટે રૂ.3.58 કરોડની રાહત આપવાનો નિર્ણય કર્યો છે.
 • મહારાષ્ટ્ર પોલીસે રાજ્યમાં લૉકડાઉન દરમિયાન ક્વૉરેન્ટાઇન અંગેના દિશા-નિર્દેશો અને પ્રતિબંધના આદેશોનું ઉલ્લંઘન કરનારા 35,000 લોકો સામે ગુનો દાખલ કર્યો છે. આ દરમિયાન રાજ્યમાં વધુ 134 કેસો પોઝિટીવ નોંધાયા છે, જેના કારણે રાજ્યમાં કુલ પોઝિટીવ લોકોની સંખ્યા વધીને 1,895 થઇ ગઇ છે.
 • મધ્યપ્રદેશ: સમગ્ર ભારતમાં મહારાષ્ટ્ર બાદ મધ્યપ્રદેશમાં કોવિડ-19ના કારણે સૌથી વધારે મૃત્યુઆંક નોંધાયો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા તાજેતરના આંકડા અનુસાર મહારાષ્ટ્રમાં 127 મૃત્યુ નોંધાયા છે, જ્યારે મધ્યપ્રદેશમાં અત્યાર સુધી 36 વ્યક્તિઓના કોરોના વાયરસના કારણે મૃત્યુ નીપજ્યાં છે.
 • રાજસ્થાન: રાજસ્થાનમાં 151 નવા કોરોના વાયરસના કેસ નોંધાતા રાજ્યમાં કોવિડ-19ના કુલ કેસોની સંખ્યા 751 ઉપર પહોંચી ગઇ છે. આજ દિન સુધી કુલ ચેપગ્રસ્ત થયેલા લોકોમાંથી 21 વ્યક્તિઓ સાજા થયા છે જ્યારે 3 વ્યક્તિઓના મૃત્યુ નીપજ્યાં છે.
 • ગુજરાતઃ ગુજરાતમાં આજે 67 નવા પોઝિટીવ કેસ નોંધાતા કોવિડ-19ના પોઝિટીવ કેસોની કુલ સંખ્યા 308 ઉપર પહોંચી ગઇ છે. આજ દિન સુધી ચેપગ્રસ્ત થયેલા કુલ લોકોમાંથી 31 લોકો સાજા થયા છે, જ્યારે 19 લોકોના મૃત્યુ થયાં છે.
 • જમ્મુ અને કાશ્મીરઃ આજે જમ્મુ-કાશ્મમીરમાં કોવિડ-19ના 21 નવા કેસ નોંધાયા હતા, તેમાંથી 17 કાશ્મીરમાંથી અને 4 જમ્મુમાંથી નોંધાયા હતા. રાજ્યમાં કુલ પોઝિટીવ કેસોની સંખ્યા 245 પર પહોંચી ગઇ છે.

********

Fact Check on #Covid19

RP(Release ID: 1613753) Visitor Counter : 77