કાર્મિક, લોક ફરિયાદ અને પેન્શન મંત્રાલય
કેન્દ્રીય વહીવટી ન્યાયપંચ (ટ્રીબ્યુનલ)નું અખબારી નિવેદન
Posted On:
11 APR 2020 11:04AM by PIB Ahmedabad
સમગ્ર દેશમાં કેન્દ્રીય વહીવટી ન્યાયપંચની અગ્ર ખંડપીઠ અને તેની ખંડપીઠોના હંમેશા પ્રયાસો રહ્યા છે કે, શક્ય હોય એટલા વધુ કેસોનો નિકાલ કરવામાં આવે છે અને ન્યાય અર્થે ટ્રીબ્યુનલનો સંપર્ક કરતા લોકો માટે સંતોષજનક કામગીરી કરવામાં આવે. વાસ્તવિકતા એ છે કે, ફેબ્રુઆરી 2020ના મહિના સુધી કેસોના નિકાલનો દર ઘણો સારો રહ્યો રહ્યો હતો.
કોરોનાવાયરસના ઉપદ્રવના કારણે, સામાજિક અંતર જળવાઇ રહે તે સુનિશ્ચિત કરવા માટે વૈકલ્પિક ગોઠવણ કરવામાં આવી હતી. જોકે, 22 માર્ચ પછી સરકારે સમગ્ર દેશમાં જે પગલાં લીધા તેવી સ્થિતિમાં આ રીતે પણ કેસોનો નિકાલ કરવાનું અશક્ય થઇ ગયું છે. લૉકડાઉન લાગુ કરવામાં આવ્યું હોવાથી, વકીલો તેમજ ન્યાયપંચના કર્મચારીઓ તેમનું કામ કરવા માટે આવી શકે તેવી સ્થિતિમાં ન હોવાથી ખંડપીઠો માટે કેસોના નિકાલ કરવાનું અશક્ય થઇ ગયું છે. શરૂઆતમાં વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સુનાવણી હાથ ધરવાનો વિકલ્પ ઉપલબ્ધ નહોતો કારણ કે, જરૂરી ઉપકરણોનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપલબ્ધ નહોતું અને ત્યારબાદ લૉકડાઉનના કારણે આગળની પ્રક્રિયાઓ હાથ ધરવાનું અશક્ય થઇ ગયું છે. વાસ્તવમાં તો 2 એપ્રિલથી 12 એપ્રિલ સુધી અગ્ર ખંડપીઠ માટે મીની વેકેશન નક્કી કરવામાં આવ્યું હતું.
15.04.2020 અને તે પછીના સમય માટે સરકાર દ્વારા લેવામાં આવનારા પગલાંના આધારે આગામી પ્રક્રિયાઓ અંગે નિર્ણય લઇ શકાશે. જો કોર્ટની કાર્યવાહી કરવાની થોડી પણ સંભાવના દેખાશે તો, કાર્યવાહીઓ હાથ ધરવામાં આવશે.
GP/RP
*********
(Release ID: 1613262)
Visitor Counter : 307
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam