સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

કોવિડ-19 પર અપડેટ

Posted On: 09 APR 2020 7:16PM by PIB Ahmedabad

દેશમાં કોવિડ-19ના નિવારણ, નિયંત્રણ અને વ્યવસ્થાપન માટે રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોની સાથે સાથે ભારત સરકાર દ્વારા વિવિધ અગ્રરોધી, સક્રિય અને શ્રેણીબદ્ધ ઉપાયો હાથ ધર્યા છે. એના પર નિયમિત રીતે નજર રાખવામાં આવે છે અને સર્વોચ્ચ સ્તર પરથી સમીક્ષા કરવામાં આવે છે.

આજે અહીં નિર્માણ ભવનમાં ડૉ. હર્ષવર્ધનની અધ્યક્ષતામાં મંત્રીઓના સમૂહ (જીઓએમ)ની એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. મંત્રીઓનાં સમૂહ (જીઓએમ)એ કોવિડ-19ના નિવારણ, નિયંત્રણ અને વ્યવસ્થાપન પર વિસ્તારપૂર્વક ચર્ચાવિચારણા કરી હતી. જીઓએમએ પીપીઈ, એન-95 માસ્કો અને વેન્ટિલેટરની પર્યાપ્તતા પર પણ ચર્ચાવિચારણા કરી હતી. જીઓએમને જાણકારી આપવામાં આવી છે કે, પીપીઇ માટે 30 સ્વદેશી ઉત્પાદકોને ઊભા કરવામાં આવ્યાં છે, પીપીઈ માટે 1.7 કરોડ ઓર્ડર આપવામાં આવ્યાં છે અને પુરવઠાની અગાઉથી શરૂઆત થઈ ગઈ છે તેમજ વેન્ટિલેટર માટે 49,000 ઓર્ડર આપવામાં આવ્યાં છે. મંત્રીઓનાં સમૂહે હોટસ્પોટ અને ક્લસ્ટર મેનેજમેન્ટ માટે વ્યૂહરચના સાથે દેશભરમાં પરીક્ષણની વ્યૂહરચના અને ટેસ્ટિંગ કિટ્સની ઉપલબ્ધતાની પણ સમીક્ષા કરી છે.

મંત્રીઓના સમૂહે એવી પણ સૂચના આપી છે કે, હાઇડ્રોસાઇક્લોક્વીન (એચસીક્યુ)નો ઉપયોગ પ્રીસ્ક્રિપ્શન અનુસાર થવો જોઈએ અને આ એવા પ્રકારનાં દર્દીઓ માટે અનુચિત છે, જેઓ કાર્ડિયક અનિયમિતતા ધરાવે છે અથવા જેમને આની સાથે સંબંધિત રોગ છે, કારણ કે એમના માટે આ નુકસાનકારક સાબિત થઈ શકે છે. મંત્રીઓના સમૂહને એવી પણ જાણકારી આપવામાં આવી છે કે, હાઇડ્રોસાઇક્લોરોક્વીનનો પૂરતો જથ્થો જાળવવામાં આવે છે.

આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રલાયે ક્લસ્ટર નિયંત્રણ યોજના અને હોસ્પિટલની તૈયારી (કોવિડ-19નાં દર્દીઓ માટે આઈસીયુ અને વેન્ટિલેટર મેનેજમેન્ટ) સાથે સંબંધિત કામગીરીમાં રાજ્યો અને રાજ્યના સ્વાસ્થ્ય વિભાગને સહાયતા આપવા માટે ઉચ્ચ સ્તરીય બહુવિષયક ટીમો તૈનાત કરી છે. આ ટીમો બિહાર, રાજસ્થાન, ગુજરાત, કર્ણાટક, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, તમિલનાડુ, તેલંગાણા અને ઉત્તરપ્રદેશમાં તૈનાત કરવામાં આવી છે.

આ ઉપરાંત વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક સંશોધન કેન્દ્ર (સીએસઆઈઆર લેબ્સ) અને સેન્ટર ફોર સેલ્યુલર એન્ડ મોલીક્યુલર બાયોલોજી (સીસીએમબી લેબ્સ), હૈદરાબાદ અને ઇન્સ્ટિટ્યૂટ ઓફ જિનોમિક્સ એન્ડ ઇન્ટિગ્રેટિવ બાયોલોજી (આઈજીઆઈબી), નવી દિલ્હીએ વાયરસની ઉત્પતિને સમજવા માટે નોવેલ કોરોના વાયરસની સમગ્ર જિનોમ શ્રેણી પર સંયુક્તપણે કામ કરવાનું શરૂ કર્યું છે.

ઘણા જિલ્લા કોવિડ-19ના વ્યવસ્થાપન માટે વિવિધ નવીન ઉપાયો અપનાવી રહ્યાં છે. એમાં કેટલાંક સર્વશ્રેષ્ઠ અભ્યાસ નીચે મુજબ છેઃ

  • કરનાલ જિલ્લો:

- એક પરિવાર કાર્યક્રમ અપનાવવોઃ પરિવાર, ઉદ્યોગ કે જે વિદેશમાં રહે છે, વગેરે સાથે કરનારના લોકોને કરનાલના જરૂરિયાતમંદ લોકોને અપનાવવા માટે ઉદારતાપૂર્વક લગભગ 64 લાખ રૂપિયાનું દાન કર્યું છે, જે આખા જિલ્લામાં 13,000 ગરીબ પરિવારોની કાળજી રાખશે.

- નિર્બળ સમૂહોને દરરોજ 90,000 ભોજન વહેંચણી કરવા માટે પણ પ્રયાસ થઈ રહ્યાં છે.

- હોમ ક્વૉરન્ટાઇનની જાણકારી મેળવવા માટે સમર્પિત કરનાલ લાઇવ ટ્રેકર જેવી ટેકનોલોજી અને એક ઓનલાઇન લોકલ ડિલિવરી એપ-નીડ ઑન વ્હીલ્સ (નાઉ) પણ સ્થાનિક જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સુગમ કરવામાં આવ્યું છે, જેથી શાકભાજી/ફળફળાદિના જથ્થાબંધ વિક્રેતાઓ અને ડેરીઓની પ્રાપ્તિ કરી શકાય.

  • લખનૌ જિલ્લોઃ

- હોટેલોને ક્વૉરન્ટાઇન કેન્દ્રો સ્વરૂપે ઉપયોગમાં લેવાનો પ્રયાસ થઈ રહ્યો છે.

અત્યાર સુધી દેશમાં 5734 કેસોની પુષ્ટિ થઈ છે અને 166 દર્દીઓના મૃત્યુ થયા છે. 473 વ્યક્તિ સાજાં થઈને સ્વસ્થ/ડિસ્ચાર્જ થઈ ગયા છે.

કોવિડ-19 સાથે સંબંધિત ટેકનિકલ મુદ્દા, દિશાનિર્દેશો અને સલાહો પર તમામ પ્રામાણિક અને લેટેસ્ટ જાણકારી માટે કૃપા કરીને નિયમિત રીતે વેબસાઇટ જુઓઃ https://www.mohfw.gov.in/.

કોવિડ-19 સાથે સંબંધિત ટેકનિકની પૂછપરછ માટે technicalquery.covid19[at]gov[dot]in પર તથા અન્ય પ્રશ્રો માટે ncov2019[at]gov[dot]in પર ઈ-મેલ કરો.

કોવિડ-19 પર કોઈ પૂછપરછનાં કેસમાં કૃપા ક રીને સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયની હેલ્પલાઇન નંબર +91-11-23978046 અથવા 1075 (ટોલ ફ્રી) પર કોલ કરો. કોવિડ-19 પર રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોની હેલ્પલાઇનની યાદી https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf પર પણ ઉપલબ્ધ છે.

RP

 

*****


(Release ID: 1612755) Visitor Counter : 173