કાર્મિક, લોક ફરિયાદ અને પેન્શન મંત્રાલય

ડૉ. જીતેન્દ્ર સિંહે કોરોનાવાયરસ અંગે જાગૃતિ ફેલાવવા પેન્શનર્સ સાથે વેબીનારનુ આયોજન કર્યું


એઈમ્સના વરિષ્ઠ ડૉક્ટરોએ માર્ગદર્શન આપ્યુ

Posted On: 09 APR 2020 4:15PM by PIB Ahmedabad

પેન્શનર્સ અને પેન્શનરોના કલ્યાણ વિભાગે (DoPPW) આજે ઉત્તર-પૂર્વ ક્ષેત્ર (DoNER) વિકાસ, પ્રધાનમંત્રી કાર્યાલય, કાર્મિક, જાહેર ફરિયાદો, પેન્શન્સ, અણું ઊર્જા અને અવકાશ સંશોધન રાજ્ય મંત્રી ડૉ. જીતેન્દ્ર સિંહના માર્ગદર્શન હેઠળ કોરોનાવાયરસ અંગે જાગૃતિ તથા તેના સાથે સંબંધિત મુદ્દા અંગે એક વેબીનારનું આયોજન કર્યું હતું.

 

આ વેબીનારમાં ડૉ. રણદીપ ગુલેરીયા, ડાયરેક્ટર, એઈમ્સ અને ડૉ. પ્રસૂન ચેટર્જી, એસોસિએટ પ્રોફેસર ગેરીયાટ્રીક મેડીસીન, એઈમ્સ તથા 22 શહેરોના આશરે 100 જેટલા પેન્શનર્સે હાજર રહ્યા હતા. નિષ્ણાંતો કોરોનાવાયરસના પ્રસાર, આરોગ્ય ક્ષેત્રની વર્તમાન સ્થિતિ, સાવચેતીના પગલાં તરીકે શું કરવું અને શું નહીં કરવું તથા સાવચેતી દર્શક પગલાં અને વિવિધ ઉપાયો અંગે વિગતવાર ચર્ચા કરી હતી. સવાલ- જવાબ વખતે દેશના વિવિધ ભાગોમાંથી પેન્શનરોએ પોતાની નિસ્બત વ્યક્ત કરીને સવાલો પૂછ્યા હતા અને ડો. રણદીપ ગુલેરીયા અને ડૉ. પ્રસૂન ચેટર્જીએ તેના વિસ્તૃત જવાબ આપ્યા હતા.

 

પેન્શનરોને સંબોધન કરતાં ડૉ. જીતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે યુવાનોની તુલનામાં મોટી વયના લોકોમાં મૃત્યુંનું પ્રમાણ વધુ છે. આમ છતાં, નબળી પ્રતિકારક શક્તિના કારણે મોટી વયના લોકો કોરોનાવાયરસને કારણે વધુ તકલીફમાં મૂકાય છે. તેમણે પેન્શનરોને આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવા વિનંતી કરી હતી. આ એપ્લીકેશન કોરોનાવાયરસ અંગે સુસંગત અને સુધારેલી માહિતી આપે છે અને તમે જો કોઈ કોરોનાવાયરસ પોઝીટીવ વ્યક્તિના સંપર્કમાં આવ્યા હોય તો તમારે શું સાવચેતી રાખવી જોઈએ તે અંગે માહિતી આપે છે.

 

લોકોની સલામતીને ધ્યાનમાં રાખવા ડૉક્ટરોએ પોતાની મર્યાદા કરતાં કરેલી વધુ કામગીરીને બિરદાવી હતી અને પેન્શનરોને ખાત્રી આપી હતી કે ભારતનું હેલ્થ કેર સેક્ટર પોતાની જવાબદારી વિસ્તારીને લોકોની સલામતીને સાથે સાથે આવશ્યક ચીજોનો પૂરવઠો સરળતાથી જળવાઈ રહે તે માટે પગલાં લઈ રહી છે.

 

આ બેઠકનું સમાપન આભારદર્શન સાથે થયું હતું. પેન્શનર અને પેન્શનરોના કલ્યાણ બાબતે વિભાગના શ્રી રૂચિર મહેતાએ ડૉ. રણદીપ ગુલેરીયા, ડિરેક્ટર એઈમ્સ અને ડૉ. પ્રસૂન ચેટર્જી- એસોસિએટ પ્રોફેસર ગેરીઆટ્રીક મેડિસીનનો મૂલ્યવાન માહિતી આપવા બદલ આભાર માન્યો હતો.



(Release ID: 1612616) Visitor Counter : 182