આવાસ અને ગરીબી ઉન્મૂલન મંત્રાલય
આવાસ અને શહેરી બાબતોને લગતા મંત્રાલય દ્વારા ખાસ કોવિડ-19ને લગતા પ્રશ્નોના નિવારણ માટે સ્વચ્છતા એપનું નવું વર્ઝન પ્રસિદ્ધ કરવામાં આવ્યું
Posted On:
09 APR 2020 1:08PM by PIB Ahmedabad
આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય દ્વારા ગઈકાલે કોવિડ-19 સંકટ વિષે મંત્રાલયના સચિવ શ્રી દુર્ગા શંકર મિશ્રાની અધ્યક્ષતા હેઠળ તમામ રાજ્યો, કેન્દ્ર શાસિત પ્રદેશો (યુટી) અને શહેરો સાથે યોજાયેલ એક વીડિયો કોન્ફરન્સ દરમિયાન વર્તમાન સ્વચ્છતા– MoHUA એપના નવા વર્ઝનનો પ્રારંભ કરવાની જાહેરાત કરવામાં આવી છે. સ્વચ્છ ભારત મિશન (શહેરી) અંતર્ગત નાગરિકો માટે એક ખૂબ જ જાણીતા ફરિયાદ નિવારણ ટુલ, સ્વચ્છતા– MoHUA એપના સમગ્ર દેશમાં પહેલેથી જ 1.7 કરોડથી વધુ શહેરી વપરાશકર્તાઓ છે. આ એપને હવે સુધારવામાં અને વધુ મજબૂત કરવામાં આવી છે જેથી કરીને નાગરિકો પોતાના સંલગ્ન યુએલબી દ્વારા પણ સંબોધવામાં આવેલી કોવિડ-19ને લગતી ફરિયાદો મેળવી શકે.
સ્વચ્છતા એપનું આસુધારાયેલ વર્ઝન એ અનિવાર્યપણે આ એપની ખ્યાતી અને અસંખ્ય વપરાશકર્તાઓને લાભ આપનારું છે જેથી કોવિડ મહામારી દરમિયાન નાગરિકોને વધુ સારી સહાયતા કરી શકાય. આમ છતાં, આ નવી શ્રેણીઓના ઉમેરાથી એપની વર્તમાન શ્રેણી પર કોઈ અસર નહી પડે અને નાગરિકો કોઇપણ શ્રેણીમાં પોતાની ફરિયાદો પોસ્ટ કરવાનું ચાલુ રાખી શકશે.
વીડિયો કોન્ફરન્સ દરમિયાન બોલતા શ્રી મિશ્રાએ જણાવ્યું કે, “સ્વચ્છ ભારત મિશન – શહેરી (SBM-U) હેઠળ અમે કોવિડ-19ના સંકટ દરમિયાન નાગરિકોની સુરક્ષા અને કલ્યાણની ખાતરી કરવા માટે સંયુકતપણે સતત કામ કરી રહ્યા છીએ. રાજ્યો, કેન્દ્ર શાસિત પ્રદેશો અને શહેરોને આ સંદર્ભે વધુ સહાયતા કરવા માટે MoHUA દ્વારા સ્વચ્છતા-MoHUA એપ પર ચોકકસપણે કોવિડ-19ને લગતી ફરિયાદોની વધારાની 9 શ્રેણીઓની શરૂઆત કરી છે જેથી કરીને તેને વર્તમાન સમયની જરૂરિયાતો માટે વધુ પ્રતિભાવક બનાવી શકાય.”
વધારાની 9 શ્રેણીઓમાં નીચેનાનો સમાવેશ થાય છે:
- કોવિડ-19 દરમિયાન ફોગીંગ/સેનિટેશનમાટે વિનંતી
- કોવિડ-19 દરમિયાન ક્વૉરન્ટાઇનનું ઉલ્લંઘન
- કોવિડ-19 દરમિયાન લોકડાઉનનું ઉલ્લંઘન
- કોવિડ-19ના શંકાસ્પદ કેસોને રીપોર્ટ કરવા
- કોવિડ-19 દરમિયાન ભોજનની વિનંતી
- કોવિડ-19 દરમિયાન આશ્રયની વિનંતી
- કોવિડ-19 દરમિયાન દવાની વિનંતી
- કોવિડ-19ના દર્દીના ટ્રાન્સપોર્ટ માટે સહાય કરવા માટેની વિનંતી
- કવોરન્ટાઇન વિસ્તારમાંથી કચરો ઉપાડવાની વિનંતી
એપના રિવાઈઝ્ડ વર્ઝનનું પાયલટ વર્ઝન અગાઉ પસંદ કરાયેલ રાજ્યો અને શહેરો સાથે વહેંચવામાં આવ્યું હતું. મળેલા પ્રતિભાવોના આધારે તેને સમગ્ર ભારતમાં શરુ કરવામાં આવ્યું છે. વીડિયો કોન્ફરન્સ દરમિયાન કરવામાં આવેલી આ જાહેરાતને સ્ટેટ મિશન ડાયરેક્ટર્સ અને યુએલબી પ્રતિનિધિઓનો પ્રશંસાત્મક પ્રતિભાવ મળ્યો હતો અને તેમણે કોવિડ-19ને લગતી નાગરિકોની ફરિયાદોનો ઉકેલ લાવવા માટે સ્વચ્છતા-MoHUA એપનો વિસ્તૃતલાભ મેળવી શકાશે તેવી આશા વ્યક્ત કરી હતી. સ્વચ્છતા એપ એ નાગરિકોને તેમના શહેરોમાં સ્વચ્છતા માટે એક સક્રિય ભૂમિકા ભજવવામાં સક્ષમ બનાવતું એક અસરકારક ડિજિટલ ટુલ છે અને તે શહેરી સ્થાનિક એકમો (ULBs) પરના ઉત્તરદાયિત્વને વધારે છે.
નિયમિત અપડેટ્સ માટે સ્વચ્છ ભારત મિશનના સત્તાવાર સોશિયલ મીડિયાને ફોલો કરો:
વેબ પોર્ટલ: www.swachhbharaturban.gov.in
ફેસબુક પેજ: Swachh Bharat Mission - Urban
ટ્વીટર હેન્ડલ: @SwachhBharatGov
એનેક્ક્ષર ‘એ’ – સ્વચ્છતા-MoHUA એપ કોવિડ-19ની શ્રેણીઓ માટે વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQs)
ક્રમ
|
પ્રશ્નો
|
જવાબો
|
1
|
સ્વચ્છતા-MoHUA એપમાં કોવિડ-19 શ્રેણીઓઅંતર્ગત પોસ્ટ કરવામાં આવેલ ફરિયાદોનું નિવારણ લાવવા માટે કોણ જવાબદાર છે?
|
સ્વચ્છતા-MoHUA એપ પર પોસ્ટ કરવામાં આવેલ તમામ ફરિયાદોને ઉકેલવા માટે શહેરી સ્થાનિક એકમો (ULBs) જવાબદાર છે. કારણ કે નવી કોવિડ-19 શ્રેણીઓ અંતર્ગત નોંધવામાં આવેલ ફરિયાદો જટિલ છે, આથી ULBs એ પ્રત્યક્ષપણે ફરીયાદને ઉકેલીને અથવા તો નાગરિકને સંલગ્ન વિભાગ સાથે જોડીને તાત્કાલિક પગલા લેવાની જરૂર છે. ULBsએ ફરિયાદોની સ્થિતિ પર સતત નજર રાખવાની અને તેનો ઉકેલ આવે તેની ખાતરી કરવી જોઈએ.
|
2
|
શું નવી કોવિડ-19 શ્રેણીઓ એ ULBના સ્વચ્છ સર્વેક્ષણ/ જીએફસી/ ઓડીએફ સ્કોરનો ભાગ હશે?
|
ના, નવી કોવિડ શ્રેણીઓ અંતર્ગત આવતી ફરિયાદો અને ઉકેલોનું સ્વચ્છ સર્વેક્ષણ/ જીએફસી/ ઓડીએફ પ્રોટોકોલ હેઠળ મૂલ્યાંકન કરવામાં નહિ આવે. આ શ્રેણીઓ માત્ર નાગરિકોને કોવિડ-19 મહામારી દરમિયાન સહાયતા કરવા માટે અને ULBsને પોતાના નાગરિકો વિષેની માહિતીનો અન્ય સ્રોત પૂરો પાડવા માટે ઉમેરવામાં આવી છે.
|
3
|
સ્વચ્છતા-MoHUA એપ અંતર્ગત કોવિડ-19ને લગતી નવી શ્રેણીઓનો ઉમેરો કરવાથી વર્તમાન શ્રેણીઓ પર શું અસર પડશે?
|
સ્વચ્છતા-MoHUA અંતર્ગત નવી કોવિડ-19 અને જૂની શ્રેણીઓ એ તમામ કાર્યરત છે. નાગરિકો પોતાની ફરિયાદો કોઇપણ શ્રેણીમાં પોસ્ટ કરી શકે છે કે જેથી સંલગ્ન શહેરી સ્થાનિક એકમો (ULB) દ્વારા તેને ઝડપથી ઉકેલી શકાય.
|
4
|
ULB એ ફરિયાદો પર કઈ રીતે દેખરેખ રાખી શકે છે?
|
તમામ ફરિયાદોને સ્વચ્છ શહેરના ડેશબોર્ડ પર એ જ રીતે જોઈ શકાય છે જે રીતે ULB સ્વચ્છતા એપ પર અન્ય ફરિયાદો જુએ છે: www.swachh.city
|
5
|
શું ધુમાડો કરવાની/સ્વચ્છતાની પ્રક્રિયાને અલગ શ્રેણીઓમાં વિભાજીત કરી શકાય?
|
ફરિયાદની શ્રેણીમાં કોઈ પરિવર્તન નહી આવે. આમ છતાં ફરિયાદકર્તા પોતાની વિનંતીને “વધુ માહિતી” ફિલ્ડમાં વધુ વિસ્તૃતપણે લખી શકે છે અથવા ULB ફરિયાદકર્તાને ચોક્કસ વિનંતીઓ માટે સંપર્ક કરી શકે છે.
|
6
|
શું કોવિડ-19ના કચરાનો અનિયમિત નિકાલ કરવાની ફરિયાદ કરવા માટે એક અલગ શ્રેણી ઉમેરી શકાય ખરી?
|
તેને ‘ક્વોરન્ટાઇન વિસ્તારમાંથી કચરો ઉપાડવાની વિનંતી’ની શ્રેણી અંતર્ગત આવરી શકાય.
|
7
|
શું સામાજિક અંતરનું ઉલ્લંઘન કરવાની ફરિયાદ કરવા માટે અલગથી શ્રેણી ઉમેરી શકાય ખરી?
|
તેને નવી શ્રેણી ‘કોવિડ-19 દરમિયાન લૉકડાઉનનું ઉલ્લંઘન’ અંતર્ગત આવરી શકાય.
|
8
|
શું હોટસ્પોટ વિસ્તારોમાં માસ્ક ન પહેરવા માટેની ફરિયાદ માટે એક અલગ શ્રેણી ઉમેરી શકાય ખરી?
|
તેને નવી શ્રેણી ‘કોવિડ-19 દરમિયાન લોકડાઉનનું ઉલ્લંઘન’ અંતર્ગત આવરી લઇ શકાય
|
9
|
શું જીવાત નાશક/સ્વચ્છતાની વિનંતી કરવા માટે એક અલગ શ્રેણી ઉમેરી શકાય ખરી?
|
તેને નવી શ્રેણી ‘કોવિડ-19 દરમિયાન ફોગીંગ/સેનિટેશન માટેની વિનંતી’ અંતર્ગત આવરી શકાય.
|
10
|
ખોરાકના પુરવઠાને અવગણવામાં આવી શકે છે કારણ કે તેનો નાગરિકો દ્વારા દુરુપયોગ થઇ શકે છે
|
કોવિડ-19ના વિસ્ફોટ દરમિયાન આ એક જટિલ પ્રશ્ન છે અને ULBsએ જરૂરિયાતમંદ નાગરિકોને ખોરાકનો પુરવઠો પૂરો પાડવાની ખાતરી કરવી જોઈએ.
ખોરાક, આશ્રય, દવાઓ, વાહનવ્યવહાર વગેરે માટેની વિનંતીઓને તે વિસ્તારમાં સંલગ્ન સંસ્થાઓ/ એનજીઓ/ દુકાનો/ ફેરિયાઓને પહોંચાડી શકાય છે અને ફરિયાદકર્તા/ નાગરિકને જાણ કરી શકાય છે. આમછતાં, આવા મુદ્દાઓનો અંતિમ ઉકેલ લાવવા માટે તેમની ઉપર દેખરેખ રાખી નજર રાખવી જોઈએ.
|
11
|
જો ક્વૉરન્ટાઇન અથવા લૉકડાઉન વગેરેનું ઉલ્લંઘન પોલીસ / જિલ્લા વહીવટીતંત્ર દ્વારા નિયંત્રિત કરાતું હોય અને પ્રત્યક્ષપણે ULB દ્વારા ન થતું હોય તો શું?
|
ULB એ યોગ્ય સત્તાધીશને ચોક્કસ ફરિયાદ વિષે જાણ કરી શકે છે અને સ્વચ્છતા એપ પર તે અનુસાર જવાબ આપી શકાય છે.
|
12
|
શું એપને લગતા ટેકનીકલ પ્રશ્નોને ઉકેલવા માટે કોઈ હેલ્પલાઇન છે ખરી?
|
તમામ પ્રશ્નોને અહીં મેઈલ કરી શકાય છે: swachhbharat@janaagraha.org
અનુષ્કા અરોરા, જનઆગ્રહ: 9625514474
વણઉકેલાયેલા મુદ્દાઓને અહિં નોંધાવી શકાય છે:
સુમિત અરોરા, જનઆગ્રહ: 9818359033
પ્રબલ ભારદ્વાજ, નેશનલ PMU, SBM (U) 7838606896
|
(Release ID: 1612550)
Visitor Counter : 277