નાણા મંત્રાલય

આવકવેરા વિભાગે આવકવેરા સાથે સંબંધિત રૂ. 5 લાખ સુધીનાં તમામ રિફંડની ચૂકવણી કરવાનો નિર્ણય લીધો; આશરે 14 લાખ કરદાતાઓને લાભ થશે


જીએસટી અને કસ્ટમના તમામ રિફંડ ચૂકવવા મંજૂરી; એમએસએમઈ સહિત આશરે 1 લાખ કંપનીઓને લાભ થશે

તાત્કાલિક ધોરણે રૂ. 18,000 કરોડનું કુલ રિફંડ આપવાની મંજૂરી

प्रविष्टि तिथि: 08 APR 2020 6:16PM by PIB Ahmedabad

કોવિડ-19ને પગલે ઊભી થયેલી સ્થિતિનાં સંદર્ભમાં તથા વ્યાવસાયિક કંપનીઓ અને વ્યક્તિઓને તાત્કાલિક ધોરણે રાહત આપવાની દૃષ્ટિએ રૂ. 5 લાખ સુધીનાં આવકવેરાનાં તમામ બાકી રિફંડની તાત્કાલિક ચુકવણી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એનાથી આશરે 14 લાખ કરદાતાઓને લાભ થશે.

વળી તમામ પેન્ડિંગ જીએસટી અને કસ્ટમ રિફંડ ઇશ્યૂ કરવાનો પણ નિર્ણય લેવાયો છે, જેનાથી આશરે 1 લાખ વ્યાવસાયિક કંપનીઓને લાભ થશે, જેમાં એમએસએમઈ સામેલ છે. પરિણામે અંદાજે રૂ. 18,000 કરોડનું કુલ રિફંડ મંજૂર થશે.

 

GP/RP


(रिलीज़ आईडी: 1612308) आगंतुक पटल : 351
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Odia , Kannada , English , Urdu , हिन्दी , Marathi , Bengali , Assamese , Manipuri , Punjabi , Tamil , Telugu , Malayalam