નાગરિક ઉડ્ડયન મંત્રાલય
                
                
                
                
                
                
                    
                    
                        લાઇફલાઇન ઉડાનના વિમાનો દ્વારા 7 એપ્રિલ સુધીમાં દેશભરમાં 39 ટનથી વધુ તબીબી ચીજોનો પૂરવઠો પહોંચાડવામાં આવ્યો
                    
                    
                        
લાઇફલાઇન ઉડાન પોર્ટલથી હિતધારકો સ્થાનિક આવશ્યક ચીજવસ્તુઓના વાયુ માર્ગે પરિવહનનું આયોજન અને ટ્રેકિંગ કરી શકે છે
                    
                
                
                    Posted On:
                08 APR 2020 5:37PM by PIB Ahmedabad
                
                
                
                
                
                
                લાઇફલાઇન ઉડાન વિમાનો દ્વારા 7 એપ્રિલ 2020 સુધીમાં સમગ્ર દેશમાં 39.3 ટન તબીબી ચીજવસ્તુઓનો પૂરવઠો પહોંચાડવામાં આવ્યો છે. કોવિડ-19ના કારણે લૉકડાઉન દરમિયાન આ વિમાનોમાં કુલ 240 ટન માલસામાનનું પરિવહન કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં 161 ફ્લાઇટ્સ લાઇફલાઇન ઉડાન અંતર્ગત ચલાવવામાં આવી છે જેણે 1,41,080 કિમી અંતર કાપ્યું છે. આમાંથી, 99 ફ્લાઇટનું પરિચાલન એર ઇન્ડિયા અને અલાયન્સ એર દ્વારા કરવામાં આવ્યું છે જ્યારે 54 વિમાનો ભારતીય વાયુ સેના દ્વારા ઉડાવવામાં આવ્યા હતા. આંતરરાષ્ટ્રીય રૂટ પર 07 એપ્રિલ 2020ના રોજ એર ઇન્ડિયાની ફ્લાઇટ હોંગકોંગથી 6.14 ટન તબીબી ઉપકરણોનો જથ્થો લઇને આવી હતી અને વધુ, 8.85 ટન પૂરવઠો એર ઇન્ડિયા દ્વારા કોલંબો ખાતેથી ઉપાડવામાં આવ્યો હતો.
લાઇફલાઇન ઉડાનના વિમાનો અંગે દૈનિક અપડેટ્સ તબીબી એર કાર્ગો સંબંધિત લાઇફલાઇન ઉડાનની સમર્પિત વેબસાઇટ પર તસવીરો સાથે ઉપલબ્ધ છે. આ લિંક https://esahaj.gov.in/lifeline_udan પર ઉપલબ્ધ છે. ફ્લાઇટ્સ અને તેના કન્સાઇન્મેન્ટ્સની વિગતો વિવિધ એજન્સીઓ અને સરકારી સંસ્થાઓ દ્વારા સતત અપડેટ કરવામાં આવે છે જેથી પોર્ટલ પરથી વિવિધ માહિતીનું સંકલન અને એકત્રીકરણ કરીને અસરકારક રીતે તેનું પૂર્વાયોજન થઇ શકે છે. યુઝરને સામનો કરવા પડતા કોઇપણ પડકારોના આધારે આ પોર્ટલ અપડેટ કરવામાં આવે છે અને સુધારો કરવામાં આવે છે જેથી જરૂરિયાતને અનુકૂળ બનાવી શકાય અને બહેતર સેવાનો હેતુ સિદ્ધ થાય.
	
		
			| 
			 તારીખ 
			 | 
			
			 એર ઇન્ડિયા 
			 | 
			
			 અલાયન્સ 
			 | 
			
			 IAF 
			 | 
			
			 ઇન્ડિગો 
			 | 
			
			 સ્પાઇસજેટ 
			 | 
			
			 કુલ ફ્લાઇટ્સ 
			 | 
		
		
			| 
			 07.4.2020 
			 | 
			
			 04 
			 | 
			
			 02 
			 | 
			
			 03 
			 | 
			
			 -- 
			 | 
			
			 -- 
			 | 
			
			 09 
			 | 
		
	
 
એર ઇન્ડિયા અને ભારતીય વાયુ સેનાએ જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, પૂર્વોત્તર અને અન્ય ટાપુ પ્રદેશો માટે પ્રાથમિક ધોરણે જોડાણ કર્યું છે.
સ્થાનિક કાર્ગો આપરેટર્સ : બ્લુ ડાર્ટ, સ્પાઇસજેટ અને ઇન્ડિગો વ્યાપારી ધોરણે કાર્ગો વિમાનોનું પરિચાલન કરી રહ્યા છે. સ્પાઇસજેટ દ્વારા 24 માર્ચથી 7 એપ્રિલ 2020 સુધીમાં 203 કાર્ગો વિમાનો ચલાવીને 2,77,080 કિમીનું અંતર કાપવામાં આવ્યું છે અને 1647.59 ટન માલસામાનનું પરિવહન કરવામાં આવ્યું છે. આમાંથી 55 આંતરરાષ્ટ્રીય કાર્ગો ફ્લાઇટ્સ હતી. બ્લુ ડાર્ટ દ્વારા 25 માર્ચથી 7 એપ્રિલ 2020 દરમિયાન 64 સ્થાનિક ઉડાન દ્વારા 62,245 કિમી અંતર કાપવામાં આવ્યું છે અને 951.73 ટન માલસામાનનું પરિવહન કરવામાં આવ્યું છે. ઇન્ડિગો દ્વારા 3 અને 4 એપ્રિલ 2020ના રોજ કુલ 8 કાર્ગો વિમાન ઉડાવવામાં આવ્યા હતા જેમાં કુલ 6103 કિમીનું અંતર કાપીને 3.14 ટન માલસામાનનું પરિવહન કરવામાં આવ્યું હતું.
સ્પાઇસજેટ દ્વારા સ્થાનિક કાર્ગો ફ્લાઇટ્સનું પરિચાલન (07.4.2020ના રોજ)
	
		
			| 
			 તારીખ 
			 | 
			
			 ફ્લાઇટ્સની સંખ્યા 
			 | 
			
			 ટન વજન 
			 | 
			
			 કિલોમીટર 
			 | 
		
		
			| 
			 07-04-2020 
			 | 
			
			 12 
			 | 
			
			 96.89 
			 | 
			
			 13,634 
			 | 
		
	
 
	- સ્પાઇસજેટ દ્વારા આંતરરાષ્ટ્રીય કાર્ગો ફ્લાઇટ્સનું પરિચાલન (07.4.2020ના રોજ)
 
	
		
			| 
			 તારીખ 
			 | 
			
			 ફ્લાઇટ્સની સંખ્યા 
			 | 
			
			 ટન વજન 
			 | 
			
			 કિલોમીટર 
			 | 
		
		
			| 
			 07-04-2020 
			 | 
			
			 2 
			 | 
			
			 20.57 
			 | 
			
			 5,236 
			 | 
		
	
 
બ્લુ ડાર્ટ દ્વારા માલસામાનનું પરિવહન (07.4.2020ના રોજ)
	
		
			| 
			 તારીખ 
			 | 
			
			 ફ્લાઇટ્સની સંખ્યા 
			 | 
			
			 ટન વજન 
			 | 
			
			 કિલોમીટર 
			 | 
		
		
			| 
			 07-04-2020 
			 | 
			
			 6 
			 | 
			
			 89.600 
			 | 
			
			 7131.30 
			 | 
		
	
 
 
                
                
                
                
                
                (Release ID: 1612307)
                Visitor Counter : 243
                
                
                
                    
                
                
                    
                
                Read this release in: 
                
                        
                        
                            Marathi 
                    
                        ,
                    
                        
                        
                            Bengali 
                    
                        ,
                    
                        
                        
                            हिन्दी 
                    
                        ,
                    
                        
                        
                            Telugu 
                    
                        ,
                    
                        
                        
                            English 
                    
                        ,
                    
                        
                        
                            Urdu 
                    
                        ,
                    
                        
                        
                            Assamese 
                    
                        ,
                    
                        
                        
                            Manipuri 
                    
                        ,
                    
                        
                        
                            Punjabi 
                    
                        ,
                    
                        
                        
                            Odia 
                    
                        ,
                    
                        
                        
                            Tamil 
                    
                        ,
                    
                        
                        
                            Kannada