વહાણવટા મંત્રાલય

કોવિડ-19ની પરિસ્થિતિ દરમિયાન દેશમાં લૉકડાઉન સમયે શિપિંગનું કામકાજ સુગમપણે સુનિશ્ચિત કરવા શિપિંગ મંત્રાલય સક્રિય ભૂમિકા ભજવી રહ્યું છે


મુખ્ય બંદરો પર એપ્રિલથી માર્ચ, 2020 દરમિયાન સંચાલિત કુલ ટ્રાફિક ટનની દૃષ્ટિએ 0.82 ટકા વૃદ્ધિ નોંધાઈ

બંદરો ખાતે કુલ 46,000 નાવિકો / મુસાફરોનું થર્મલ સ્કેન કરાયું

મુખ્ય બંદરો દ્વારા વસૂલવામાં આવતા દંડ, વિલંબ શુલ્ક, ખર્ચ બોજ, ફી, ભાડાં તમામ બંદર વપરાશકારો માટે માફ કરાયાં

મુખ્ય બંદર ટ્રસ્ટોની હોસ્પિટલોને કોવિડ-19 માટે સજ્જ કરવામાં આવી

પગાર અને સીએસઆર ફંડમાંથી પ્રધાનમંત્રી કેર્સ ફંડમાં રૂા. 59 કરોડથી વધુનું યોગદાન આપવામાં આવ્યું

શિપિંગના ડીજી સીફેરર્સ, વેઇવર્સ, શિપિંગ લાઈન્સ, સેનિટાઈઝેશન, સેફ્ટી સર્ટિફિકેટ્સ સંબંધિત રાહતો આપી

Posted On: 07 APR 2020 12:45PM by PIB Ahmedabad

કોવિડ-19ને કારણે સર્જાયેલા અભૂતપૂર્વ સંકટને પગલે શિપિંગ મંત્રાલય જહાજો અને બંદરનાં કામકાજ સુગમતાપૂર્વક ચાલે, મુશ્કેલીઓ ઘટે અને સાથે સાથે લૉકડાઉન દરમિયાન લાદવામાં આવેલાં પ્રતિબંધોનું અનુસરણ પણ થાય તે રીતે સક્રિય પગલાં લઈ રહ્યું છે.

મુખ્ય બંદરો દ્વારા સંચાલિત ટ્રાફિક

એપ્રિલ, 2019થી માર્ચ, 2020 દરમિયાન દેશનાં મુખ્ય બંદરો ખાતેથી 704.63 મિલિયન ટન જેટલા કુલ ટ્રાફિકનું સંચાલન થયું હતું, જે પાછલા વર્ષના સમાન ગાળાના 699.10 મિલિયન ટન જેટલા ટ્રાફિક સંચાલન સામે 0.82 ટકાની એકંદર વૃદ્ધિ દર્શાવે છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001K8YZ.gif

એપ્રિલ, 2018થી માર્ચ, 2019 દરમિયાન કન્ટેઇનર ટનભાર અને ટ્વેન્ટી ફૂટ ઈક્વિવલન્ટ યુનિટ (ટીઈયુસ) અનુક્રમે 145451 અને 9877 હજાર હતા, જે એપ્રિલ, 2019થી માર્ચ, 2020ના ગાળા દરમિયાન અનુક્રમે 146934 અને 9988 હજાર નોંધાયાં છે. આમ, કન્ટેઇનર ટનભારમાં 1.02 ટકાનો તેમજ કન્ટેઇનર ટીઈયુસમાં1.12 ટકાનો વધારો થયો હતો.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002N6E0.gif

માર્ચ, 2020માં કુલ ટ્રાફિક 61120 ટન હતો, જે ફેબ્રુઆરી, 2020માં નોંધાયેલા 57233 ટન કરતાં વધુ હોવા છતાં માર્ચ, 2019માં નોંધાયેલા 64510 ટન કરતાં 5.25 ટકા ઓછો હતો.

સંચાલિત જહાજોની સંખ્યા

વર્ષ 2019-20 દરમિયાન બંદરો દ્વારા સંચાલિત વહાણો - જહાજોની સંખ્યા આશરે 20837 હતી, જ્યારે 2018-19માં બંદરો દ્વારા સંચાલિત વહાણો - જહાજોની સંખ્યા 20853 હતી. આમ, જહારોનો ટ્રાફિક પાછલા વર્ષ કરતાં 0.08 ટકા જેટલો નજીવા પ્રમાણમાં ઘટ્યો હતો.

કોવિડ-19નો મુકાબલો કરવાં લેવાયેલાં પગલાં

  1. થર્મલ સ્કેનિંગ

27-01-2020થી 04-04-2020 દરમિયાન ભારતીય બંદરો ખાતે થર્મલ સ્કેનર્સના ઉપયોગ દ્વારા કુલ 46,202 મુસાફરોને સ્કેન કરાયા હતા. તેમાંથી 39,225 લોકોને મુખ્ય બંદરો ખાતે સ્કેન કરવામાં આવ્યા હતા.

  1. દંડ ફી માફી

શિપિંગ મંત્રાલયે તારીખ 31મી માર્ચ, 2020ના રોજ મુખ્ય બંદરોને સૂચનાઓ આપી હતી, જુઓ ઓર્ડર નં: પીડી-14300/4/2020-પીડી7:

  1. મુખ્ય બંદરો દ્વારા કોઈ પણ બંદર વપરાશકાર (વેપારીઓ, કાર્ગોથી સામાન મોકલનારા, વિશેષાધિકાર દ્વારા છૂટછાટ મેળવનારા, પરવાનેદાર વગેરે) પાસેથી 22મી માર્ચથી 14મી એપ્રિલ, 2020 દરમિયાન લૉકડાઉનનાં પગલાંને કારણે ઊભા થતા કોઈ પણ કારણોસર જહાજ લાંગરવામાં કોઈ વિલંબ થાય કે માલના લોડિંગ કે અનલોડિંગનાં કામકાજ કે ખાલી કરવામાં વિલંબ થાય તો કોઈ પણ પ્રકારનો દંડ, વિલંબ શુલ્ક, ખર્ચબોજો, ફી, ભાડું વસૂલ કરવામાં આવે નહીં, તે પ્રત્યેક મુખ્ય બંદરે સુનિશ્ચિત કરવું.
  2. એટલે, પ્રત્યેક મુખ્ય બંદરે બંદર સંબંધિત ઓછામાં ઓછા કામની બાંયધરી સહિત વિલંબ શુલ્ક, નિઃશુલ્ક સમયગાળા પછી પણ માલ પડ્યો હોય તો જમીનનું ભાડું, લંગરનો દંડ / નિર્ધારિત સમય કરતાં વધુ સમય સુધી લંગર નાંખ્યું હોય તેનો ખર્ચબોજો અને કામકાજ સંબંધિત અન્ય જે કોઈ પણ દંડ લાગુ થતો હોય, તે માફ કરવો અથવા ઘટાડવો.
  1. કુદરતી આપત્તિ

શિપિંગ મંત્રાલયે તારીખ 31મી માર્ચ, 2020ના રોજ મુખ્ય બંદરોને સૂચનાઓ આપી હતી, જુઓ ઓર્ડર નં: પીડી-14300/4/2020-પીડી7 :

  1. બંદરો પીપીપી મોડ કે અન્ય કોઈ રીતે અમલીકરણ હેઠળના કોઈ પણ પ્રોજેક્ટ પૂરો કરવાનો સમયગાળો લંબાવી શકશે.
  2. હાલના અને કાર્યરત પીપીપી પ્રોજેક્ટો માટે મુખ્ય બંદરો કન્સેશન એગ્રીમેન્ટની સંબંધિત જોગવાઈઓ હેઠળ પ્રત્યેક કેસના આધારે ચોક્કસ કામકાજની જવાબદારીમાં વિલંબ સહિત તમામ દંડાત્મક પરિણામોને માફી આપી શકે છે.

ફોર્સ મેજર (કુદરતી આપત્તિ)નો સમયગાળો નાણાં મંત્રાલયના આદેશની તારીખથી શરૂ થયો છે અને જ્યારે સક્ષમ અધિકારી આદેશ આપે ત્યારે પૂરો થશે

  1. હોસ્પિટલો સજ્જ કરવી

તમામ મુખ્ય બંદર ટ્રસ્ટો ખાતેની હોસ્પિટલોને પર્સનલ પ્રોટેક્ટિવ ઈક્વિપમેન્ટ (પીપીઈ) સપ્લાય કરવામાં આવ્યાં છે અને ચોવીસેય કલાક પર્યાપ્ત કર્મચારીઓ ફરજ ઉપર હોય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. કેટલાંક બંદરોની હોસ્પિટલોમાં હોસ્પિટલનો કેટલોક હિસ્સો કોવિડ-19 માટે અલગ નિર્ધારિત કરાયો છે અને તેના અંદર આવવા અને બહાર જવાનાં માર્ગો પણ અલગ રાખવામાં આવ્યા છે..

  1. સીએસઆર ફંડને પીએમ કેર્સ ફંડમાં ટ્રાન્સફર કરાયું

શિપિંગ મંત્રાલય હેઠળનાં બંદરો અને જાહેર ક્ષેત્રનાં એકમોએ સીએસઆર ફંડમાંથી રૂા. 52 કરોડથી વધુ રકમ પીએમ કેર્સ ફંડમાં આપી.

  1. પોતાના પગારમાંથી કર્મચારીઓનું યોગદાન

શિપિંગ મંત્રાલય હેઠળનાં બંદરો, જાહેર ક્ષેત્રનાં એકમો અને અન્ય કચેરીઓના કર્મચારીઓએ પીએમ કેર્સ ફંડમાં પોતાના પગારમાંથી રૂા. 7 કરોડ કરતાં વધુ રકમનું યોગદાન આપ્યું.

  1. ડીજી શિપિંગ દ્વારા લેવાયેલાં પગલાં

તારીખ 16.03.2020ના રોજ ડાયરેક્ટોરેટ જનરલ ઓફ શિપિંગ (ડીજી શિપિંગ - શિપિંગ મહાનિયામકની કચેરી)) દ્વારા અપાયેલા ઓર્ડર નંબર 2020ના 02 તેમજ 20-03-2020ના રોજ અપાયેલા ઓર્ડર નંબર 2020ના 03 ઉપરાંત 20-03-2020ના રોજ અપાયેલા ઓર્ડર નંબર 2020ના 04 હેઠળ કોરોનાવાયરસ (કોવિડ-19)નો મુકાબલો કરવા માટે સૂચનાઓ અપાઈ હતી. આ આદેશમાં બંદરમાં પ્રવેશ ઉપર નિયંત્રણોનું સંચાલન, કોવિડ-19 સામે સીફેરર્સ, પ્રિ-બોર્ડિંગ સ્ક્રીનિંગ અને શિક્ષણ માટે વ્યવહારુ રક્ષણાત્મક પગલાં ઉપરાંત ચેપના શંકાસ્પદ કેસ સંદર્ભે શું કરવું જોઈએ, જહાજ ુપર ફરજ બજાવતા નાવિકો માટે સ્વચ્છતાનાં પગલાં, વધુ જોખમ હોય ત્યારે શું કરવું, કેસનું સંચાલન, આઈસોલેશન અને સફાઈ, વિષાણુ મુક્ત કરવું અને કચરાના નિકાલનું સંચાલન વગેરે માટે સલાહ અપાઈ છે. ભારતીય શિપિંગ કંપનીઓ સહિત તમામ હિતધારકો, આરપીએસ સર્વિસ પ્રોવાઈડર્સ, એમટીઆઈ, નાવિકોને કડકપણે સૂચનાઓનું પાલન કરવાની તાકીદ કરવામાં આવી છે. શિપિંગ મહાનિયામકે 21-03-2020ના રોજ આપેલા આદેશ પરિશિષ્ટ નંબર 1થી ડીજીએસ ઓર્ડર નબર 2020ના 04 હેઠળ ભારત સરકારના સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા ફરજિયાતપણે ક્વૉરન્ટાઈનની જરૂર હોય તેમજ મુસાફરી પર પ્રતિબંધ હોય તેવા દેશોની યાદી જારી કરી હતી.

અ. માફી

લૉકડાઉનને કારણે કાર્ગોના લોડિંગ અને ડિસ્ચાર્જમાં ચોક્કસ અનિવાર્ય વિલંબને કારણે એક્ઝિમ વેપાર ઉપર પ્રભાવ ન પડે તે સુનિશ્ચિત કરવા માટે;

  1. ડીજીએસ ઓર્ડર નંબર 7 દ્વારા શિપિંગ લાઈન્સને 22મી માર્ચ, 2020થી 14મી એપ્રિલ, 2020 (બંને દિવસ સહિત) સુધીના સમયગાળા માટે કન્ટેઇનર ધરાવતાં કાર્ગોનાં આયાત અને નિકાસ શિપમેન્ટ્સ ઉપર હાલમાં સહમતિ હોય તેવા અને વાટાઘાટો બાદ નક્કી કરાયેલા કરારના કોઈ નિયમના ભાગરૂપે લાગુ થતા સમયગાળાથી વધુ ગાળા માટે કોઈ પણ પ્રકારના કન્ટેઇનર અટકાયત ચાર્જ નહીં લાદવાનો આદેશ અપાયો છે. આ ગાળા દરમિયાન શિપિંગ લાઈન્સને કોઈ પણ નવા કે વધારાના ચાર્જ લાગુ નહીં કરવાનો આદેશ પણ અપાયો છે.
  2. ભારતીય એક્ઝિમ વેપારને રાહત આપવા માટે શિપિંગ કંપનીઓ અને કેરિયર્સને ડીજીએસ ઓર્ડર નંબર 8 મારફતે 22મી માર્ચ, 2020થી 14મી એપ્રિલ, 2020 (બંને દિવસો સહિત)ના ગાળા માટે 22મી માર્ચ, 2020ના રોજથી લાગુ થયેલા લૉકડાઉનના નિયમોને કારણે સર્જાતા કોઈ પણ કારણો માટે માલના સ્થળાંતરમાં મોડું થવાને કારણે લેવાપાત્ર કોઈ પણ પ્રકારનું વિલંબ શુલ્ક, નિઃશુલ્ક સમયગાળા ઉપરાંતના સમય માટે જમીનનું ભાડું, બંદરમાં સ્ટોરેજ માટેના ચાર્જીસ, વધારાના લંગર ચાર્જીસ, વધુ સમય જહાજ લાંગરવા માટેના ચાર્જ કે જહાજનું વિલંબ શુલ્ક કે અન્ય કોઈ પણ પ્રકારનો દંડ કાર્ગોના માલિકો / કન્ટેઇનર ન ધરાવતાં કાર્ગોના માલવાહકો (જેમકે, બલ્ક, બ્રેક બલ્ક અને લિક્વિડ કાર્ગો) પાસેથી નહીં વસૂલવાનો આદેશ અપાયો છે.

બ. શિપિંગ લાઈન્સ

ડીજી શિપિંગે 29-03-2020ના રોજ ઓર્ડર નંબર 7 દ્વારા ભારતીય બંદરો અને શિપિંગ લાઈન્સને આદેશ આપ્યો છે કે 22મી માર્ચ, 2020થી 14મી એપ્રિલ, 2020 (બંને દિવસો સહિત)ના ગાળા દરમિયાન આયાત અને નિકાસનાં શિપમેન્ટ્સ ઉપર કોઈ પણ પ્રકારનો કન્ટેઇનર અટકાયત ચાર્જ વસૂલવો નહીં. આ ગાળા દરમિયાન શિપિંગ લાઈન્સને કોઈ પણ પ્રકારના નવા અથવા વધારાના ચાર્જ નહીં લાદવાનું પણ કહેવામાં આવ્યું છે.

શિપિંગ કંપનીઓને અપાયેલી રાહતો:

  1. ડીજીએસની માન્યતા ધરાવતાં તમામ તાલીમ સંસ્થાનો બંધ હોવાથી તેમજ જહાજો ઉપર ફરજ બજાવી રહેલા નાવિકો તેમનો કરાર પૂરો ન થવા છતાં ફરજ પરથી પરત ફરી નહીં શકવાને કારણે જહાજ ઉપર હજુ તૈનાત અથવા રિપ્લેસમેન્ટ ક્રૂ તરીકે અનામત રાખવામાં આવેલા  નાવિકોમાંથી અનેક નાવિકોના સર્ટિફિકેક્ટ ઓફ કોમ્પિટન્સી (સીઓસી), સર્ટિફિકેટ્સ ઓફ પ્રોફિશિયેન્સી (સીઓપી) અને સર્ટિફિકેટ્સ ઓફ એફિશિયન્સી (સીઓઈ)ની મુદત પૂરી થઈ ગઈ છે અથવા પૂરી થવાની સંભાવના છે. આ સર્ટિફિકેટ્સની માન્યતા ચાલુ રાખવા માટે ડીજીએસે પોતે જ આ સર્ટિફિકેટ્સની માન્યતા છ મહિના માટે વધારી છે અને હવે તેની મુદત 31મી ઓક્ટોબર, 2020ના રોજ પૂરી થશે. એટલે કે તમામ સર્ટિફિકેટ્સ 31.10.2020ના રોજ સુધી માન્ય ગણાશે. આ વિશેની જાણ ઈન્ટરનેશનલ મેરિટાઈમ ઓર્ગેનાઈઝેશનને કરવામાં આવી છે.
  2. તે જ રીતે, ભારતીય જહાજોની સલામતિ માટેનાં સર્ટિફિકેટ્સની માન્યતા પણ પૂરી થઈ રહી છે. જહાજના સર્વેક્ષણકારોએ આ સમયગાળા દરમિયાન જહાજનાં આવશ્યક નિરીક્ષણો હાથ ધરવામાં જે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, તે ધ્યાન ઉપર રાખીને માસ્ટર ઓફ ધ શિપ જહાજ ચલાવવું સલામત છે, તેવું પ્રમાણિત કરે તો તેવાં જહાજનાં સર્ટિફિકેટ્સની માન્યતા 31મી જૂન, 2020 સુધી લંબાવી છે.
  3. મહામારી કોવિડ-19નો મુકાબલો કરવા ડીજીએસે તમામ જહાજોનું સેનિટાઈજેશન કરવા માટે, જહાજના કર્મચારીઓ અને જહાજ ઉપર સવાર પાયલોટ્સ માટે પીપીઈની જરૂરિયાતો, જહાજ અને બંદરના કર્મચારીઓએ તમામ નાનાં તેમજ મોટાં ભારતીય બંદરોએ માલસામાન ચઢાવતી તેમજ ઉતારપતી વખતે પીપીઈની જરૂરિયાત, માંદા કર્મચારી તેમજ જહાજ ઉપરના મૃતદેહના વ્યવસ્થાપન માટેના પ્રોટોકોલ, કટોકટી સમયે કર્મચારીઓની ફરજ ઉપર હાજરી અને ફરજ ઉપરથી મુક્તિ વગેરે માટે નવેસરથી માર્ગદર્શિકા ઘડી છે. ડીજીએસ દ્વારા સુધારવામાં આવેલો પ્રોટોકોલ વિશ્વનાં અન્ય ઘણાં દેશો દ્વારા પણ અમલી બનાવાયો છે.
  4. ઉપરોક્ત પ્રોટોકોલ્સ ડીજીએસના આદેશ 2020ના 1થી ડીજીએસના આદેશ 2020ના 9 તેમજ પરિશિષ્ટો દ્વારા અમલી બનાવાયા છે. મહાનિયામક ભારતીય જહાજોનાં કામકાજ તેમજ ભારતીય સમુદ્રોમાં રહેલાં જહાજોનાં કામકાજ ઉપર સતત દેખરેખ રાખી રહ્યા છે.
  5. મેરિટાઈમ અધિકારીઓના સક્રિય અભિગમને કારણે તમામ ભારતીય જહાજો માન્ય સર્ટિફિકેટ્સ સાથે કાર્ય કરવા માટે સજ્જ સ્થિતિમાં રાખી શકાયાં છે, આ જહાજો ઉપર પર્યાપ્ત કર્મચારીઓ છે અને તેઓ માલવહનના કામમાં રોકાયેલા છે.

RP

****



(Release ID: 1612096) Visitor Counter : 229