નાગરિક ઉડ્ડયન મંત્રાલય

લાઇફલાઇન ઉડાન ફ્લાઇટ્સમાં જોરહાટ, લેંગપુઇ, દીમાપૂર, ઇમ્ફાલ તેમજ પૂર્વોત્તરના અન્ય પ્રદેશોમાં તબીબી પૂરવઠો લઇ જવામાં આવ્યો


પૂર્વાયોજન અને કામગીરીની સમીક્ષા માટે નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા દરરોજ ચિંતન અને મંથન બેઠકનું આયોજન

152 લાઇફલાઇન ઉડાન ફ્લાઇટ્સમાં 200 ટનથી વધુ તબીબી માલસામાન સમગ્ર ભારતમાં પહોંચાડવામાં આવ્યો

Posted On: 07 APR 2020 5:03PM by PIB Ahmedabad

નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા ઑનલાઇન બેઠકો અને વર્ચ્યુઅલ વૉર રૂમના માધ્યમથી પૂર્વાયોજન કરવામાં આવી રહ્યું છે જેથી કોવિડ 19 સામેની લડાઇમાં પૂરવઠા બાજુથી માંગ તરફ કોઇપણ પ્રકારે ઉણપ ન રહી જાય અને ઉડ્ડયન ક્ષેત્રના વિવિધ સંસાધનોનો મહત્તમ ઉપયોગ પણ થઇ શકે.

નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા દરરોજ સવારે આખા દિવસના આયોજનની સમીક્ષા અને અગાઉના દિવસના કાર્યોમાં થયેલી પ્રગતીની માહિતી મેળવવા માટે ચિંતન બેઠક યોજવામાં આવે છે જ્યારે બપોરે 3 વાગે આખા દિવસના આયોજનના અમલીકરણની સમીક્ષા માટે અને જો કોઇપણ તબક્કે સુધારાની જરૂર હોય તો તેનો અમલ કરવા માટે મંથન બેઠકનું આયોજન કરવામાં આવે છે. આ બેઠકમાં, સંસાધનોની જરૂરિયાતો અને વિતરણનું મૂલ્યાંકન કરવા માટે આગામી આયોજન પણ કરવામાં આવે છે.

લાઇફલાઇન ઉડાન પહેલ અંતર્ગત નાગરિક ઉડ્ડયન મંત્રાલયે અત્યાર સુધીમાં 152 માલવાહક વિમાનો દ્વારા સમગ્ર દેશમાંમાં અંતરિયાળ અને પર્વતીય સહિત અલગ અલગ ભાગોમાં તબીબી માલસામાનનું પરિવહન કર્યું છે. એર ઇન્ડિયા, અલાયન્સ એર, ભારતીય વાયુ સેના અને ખાનગી એરલાઇન્સના સહયોગથી તબીબી પૂરવઠાનો 200 ટનથી વધુ જથ્થો લૉકડાઉનના અત્યાર સુધીમાં સમયગાળામાં પહોંચાડવામાં આવ્યો છે.

6 એપ્રિલ 2020ના રોજ લાઇફલાઇન ઉડાન ફ્લાઇટ્સમાં ICMR કીટ્સ, HLL કન્સાઇન્મેન્ટ્સ અને અન્ય આવશ્યક માલસામાન પૂર્વોત્તરના કેટલાક પ્રદેશો અને મધ્ય તેમજ પશ્ચિમી રાજ્યોમાંમાં પહોંચાડવામાં આવ્યો હતો. આની વિગતો નીચે દર્શાવ્યા અનુસાર છે:

લાઇફલાઇન 1 (IAF): દિલ્હી- રાંચી- પટણા- જોરહાટ- લેંગપુઇ- ઇમ્ફાલ- દીમાપૂર- ગુવાહાટીમાં ગુવાહાટી માટે ICMRની કીટ્સ (50 કિલો), આસામનું કન્સાઇન્મેન્ટ જેમાં રેડક્રોસ (800 કિલો)નું કન્સાઇન્મેન્ટ પણ સામેલ, મેઘાલયનું કન્સાઇન્મેન્ટ (672 કિલો), મણીપૂરનું બાકી રહેલું કન્સાઇન્મેન્ટ, નાગાલેન્ડનું બાકી રહેલું કન્સાઇન્મેન્ટ, દીબ્રુગઢનું ICMR કન્સાઇન્મેન્ટ, મિઝોરમનું કન્સાઇન્મેન્ટ (300 કિલો), રાંચીનું કન્સાઇન્મેન્ટ (500 કિલો) અને પટણા માટે ICMR કીટ્સ (50 કિલો)નું પરિવહન કરવામાં આવ્યું.

લાઇફલાઇન 2 અલાયન્સ એર (ATR): દિલ્હી- વારાણસી- રાયપુર- હૈદરાબાદ- દિલ્હીમાં વારાણસી માટે ICMR કીટ્સનું કન્સાઇન્મેન્ટ (50 કિલો) , રાયપુર માટે ICMR કીટ્સ (50 કિલો), હૈદરાબાદ માટે ICMR કીટ્સ (50 કિલો), વિજયવાડા માટે ICMR કીટ્સ (50 કિલો), હૈદરાબાદ માટે કન્સાઇન્મેન્ટ (1600 કિલો)નું પરિવહન કરવામાં આવ્યું હતું.

લાઇફલાઇન 3 એર ઇન્ડિયા (A 320): મુંબઇ- બેંગલોર- ચેન્નઇ- મુંબઇમાં કાપડ મંત્રાલયનું કન્સાઇન્મેન્ટ, બેંગલોર માટે HLL કન્સાઇન્મેન્ટ, ચેન્નઇ માટે HLL કન્સાઇન્મેન્ટનું પરિવહન કરવામાં આવ્યું હતું.

લાઇફલાઇન 4 : સ્પાઇસજેટ SG (7061) : દિલ્હી- ચેન્નઇમાં ચેન્નઇ માટે ICMR કન્સાઇન્મેન્ટ મોકલવામાં આવ્યું હતું.

લાઇફલાઇન 5 : AI ચાર્ટર (A 320): દિલ્હી- દહેરાદૂનમાં દહેરાદૂન માટે ICMR કન્સાઇન્મેન્ટ મોકલવામાં આવ્યું હતું.

તારીખ અનુસાર વિગતો નીચે પ્રમાણે છે:

ક્રમ

તારીખ

એર ઇન્ડિયા

અલાયન્સ

IAF

ઇન્ડિગો

સ્પાઇસજેટ

કુલ વિમાન

1

26.3.2020

02

--

-

-

02

04

2

27.3.2020

04

09

01

-

--

14

3

28.3.2020

04

08

-

06

--

18

4

29.3.2020

04

10

06

--

--

20

5

30.3.2020

04

-

03

--

--

07

6

31.3.2020

09

02

01

 

--

12

7

01.4.2020

03

03

04

--

-

10

8

02.4.2020

04

05

03

--

--

12

9

03.4.2020

08

--

02

--

--

10

10

04.4.2020

04

03

02

--

--

09

11

05.4.2020

--

--

16

--

--

16

12

06.4.2020

03

04

13

   

20

 

કુલ વિમાન

49

44

51

06

02

152

* એર ઇન્ડિયા અને ભારતીય વાયુ સેનાએ લદ્દાખ, કારગીલ, દીમાપૂર, ઇમ્ફાલ, ગુવાહાટી, ચેન્નઇ, અમદાવાદ, પટણા, જોરહાટ, લેંગપુઇ, મૈસૂર, હૈદરાબાદ, રાંચી, જમ્મુ, શ્રીનગર, ચંદીગઢ અને પોર્ટ બ્લૅર માટે જોડાણ કર્યું છે.

  • હબ દ્વારા ગુવાહાટી, દીબ્રુગઢ, અગરતલા, ઐઝવાલ, દીમાપૂર, ઇમ્ફાલ, જોરહાટ, લેંગપુઇ, મૈસૂર, કોઇમ્બતૂર, ત્રિવેન્દ્રમ, ભૂવનેશ્વર, રાયપૂર, રાંચી, શ્રીનગર, પોર્ટ બ્લૅર, પટણા, કોચીન, વિજયવાડા, અમદાવાદ, જમ્મુ, કારગીલ, લદ્દાખ, ચંદીગઢ અને ગોવા ખાતે સ્પોકને સામાન પહોંચાડવામાં આવે છે.

કુલ કાપવામાં આવેલું અંતર

1,32,029 કિમી

06.04.2020ના રોજ લઇ જવામાં આવેલા માલસામાનનો જથ્થો

15.54 ટન

06.04.2020 સુધીમાં લઇ જવામાં આવેલા માલસામાનનો જથ્થો­

184.66 + 15.54 = 200.20 ટન

 

આંતરરાષ્ટ્રીય

  • શાંઘાઇ અને દિલ્હી વચ્ચે એરબ્રીજ સ્થાપિત કરવામાં આવ્યો છે. એર ઇન્ડિયાનું પહેલું વિમાન 4 એપ્રિલ 2020ના રોજ ચલાવવામાં આવ્યું હતું જેમાં 21 ટન તબીબી ઉપકરણોના જથ્થાનું પરિવહન કરવામાં આવ્યું હતું. અન્ય ફ્લાઇટ્સ હોંગકોંગ લઇ જવામાં આવી રહી છે. એર ઇન્ડિયા જરૂરિયાત અનુસાર મહત્વપૂર્ણ તબીબી ઉપકરણો લાવવા માટે ચીનમાં સમર્પિત શિડ્યૂલ્ડ માલવાહન વિમાનોનું પરિચાલન કરશે.

ખાનગી ઓપરેટર્સ

  • સ્થાનિક કાર્ગો આપરેટર્સ : બ્લુ ડાર્ટ, સ્પાઇસજેટ અને ઇન્ડિગો વ્યાપારી ધોરણે કાર્ગો વિમાનોનું પરિચાલન કરી રહ્યા છે. સ્પાઇસજેટ દ્વારા 24 માર્ચથી 6 એપ્રિલ 2020 સુધીમાં 189 કાર્ગો વિમાનો ચલાવીને 2,58,210 કિમીનું અંતર કાપવામાં આવ્યું છે અને 1530.13 ટન માલસામાનનું પરિવહન કરવામાં આવ્યું છે. આમાંથી 53 આંતરરાષ્ટ્રીય કાર્ગો ફ્લાઇટ્સ હતી. બ્લુ ડાર્ટ દ્વારા 25 માર્ચથી 6 એપ્રિલ 2020 દરમિયાન 58 સ્થાનિક ઉડાન દ્વારા 55,114 કિમી અંતર કાપવામાં આવ્યું છે અને 862.2 ટન માલસામાનનું પરિવહન કરવામાં આવ્યું છે. ઇન્ડિગો દ્વારા 3 અને 4 એપ્રિલ 2020ના રોજ કુલ 8 કાર્ગો વિમાન ઉડાવવામાં આવ્યા હતા જેમાં કુલ 6103 કિમીનું અંતર કાપીને 3.14 ટન માલસામાનનું પરિવહન કરવામાં આવ્યું હતું.

GP/RP



(Release ID: 1612031) Visitor Counter : 163