માનવ સંસાધન વિકાસ મંત્રાલય
કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રીની સલાહ મુજબ, યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશને કોવિડ-19ને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓનાં માનસિક સ્વાસ્થ્ય અને સુખાકારી પર માર્ગદર્શિકા જાહેર કરી
Posted On:
06 APR 2020 3:21PM by PIB Ahmedabad
કોવિડ-19ના જોખમ વચ્ચે પ્રવર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય માનવ સંસાધન મંત્રી શ્રી રમેશ પોખરિયાલ ‘નિશંક’એ મંત્રાલય અંતર્ગત કાર્યરત સ્વાયત્ત સંસ્થાઓનાં વડાઓને કોવિડ-19 રોગચાળાને પગલે માનસિક સ્વાસ્થ્ય અને સુખાકારી માટે જરૂરી પગલાં લેવાની સૂચના આપી છે.
એ મુજબ, કોવિડ-19 દરમિયાન અને પછી વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય અને સાઇકો-સોશિયલ એમ કોઈ પણ પ્રકારની ચિંતાઓનું સમાધાન કરવા યુજીસીએ તમામ યુનિવર્સિટીઓ અને કોલેજોને વિદ્યાર્થઈઓના માનસિક સ્વાસ્થ્ય, સાઇકોસોશિયલ પાસાં અને સુખાકારી માટે નીચેના પગલાં લેવા વિનંતી કરી છેઃ
- યુનિવર્સિટીઓ/કોલેજોમાં વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય, સાઇકોસોશિયલ ચિંતાઓ અને સુખાકારી માટે હેલ્પલાઇનો સ્થાપિત કરવી. કાઉન્સેલર્સ અને અન્ય ઓળખ કરાયેલા ફેકલ્ટી સભ્યો દ્વારા એના પર સતત નજર રહેશે અને એનું સંચાલન થશે.
- શાંત અને તણાવમુક્ત રહેવા યુનિવર્સિટીઓ/કોલેજો દ્વારા આદાનપ્રદાન અને અપીલો/પત્રો દ્વારા વિદ્યાર્થીઓ પર નિયમિતપણે નજર રાખવી. આ ટેલીફોન, ઇ-મેલ, ડિજિટલ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા હાંસલ કરી શકાશે.
- વિદ્યાર્થીઓનું કોવિડ-19 હેલ્પ ગ્રૂપ બનાવવું, જેની આગેવાની હોસ્ટેલના વોર્ડન/સીનિયર ફેકલ્ટી કરશે, જેમની ઓળખ જરૂરિયાતના સમયમાં મિત્રો/સાથી વિદ્યાર્થીઓ કરી શકે તથા તાત્કાલિક જરૂરી મદદ પ્રદાન કરી શકે.
- તમારી યુનિવર્સિટી/કોલેજની વેબસાઇટ પર તેમજ વિદ્યાર્થીઓ અને ફેકલ્ટીઓને ઇ-મેલ, ફેસબુક, વ્હોટ્સએપ અને ટ્વિટર જેવા સોશિયલ મીડિયા દ્વારા આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય https://www.mohfw.gov.in/ ની નીચેની વીડિયો લિન્ક શેર કરો:
ઉપરોક્ત પગલાઓનાં અમલ પર નિયમિતપણે નજર રાખવામાં આવશે અને આ સંબંધમાં હાથ ધરવામાં આવેલી કામગીરીને યુજીસીની યુનિવર્સિટી એક્ટિવિટી મોનિટરિંગ પોર્ટલ ugc.ac.in/uamp પર સબમિટ કરી શકાશે.
RP
(Release ID: 1611747)
Visitor Counter : 286