પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી અને અમેરિકાના રાષ્ટ્રપતિ વચ્ચે ટેલીફોન પર ચર્ચા થઇ
Posted On:
04 APR 2020 9:58PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકાના રાષ્ટ્રપતિ મહામહિમ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે ટેલીફોન પર વાર્તાલાપ થયો હતો. બંને મહાનુભવોએ હાલમાં ફેલાયેલી કોવિડ-19 મહામારીના કારણે વૈશ્વિક સુખાકારી અને અર્થતંત્ર પર અસરો અંગે પોતાના મંતવ્યો વ્યક્ત કર્યા હતા.
આ બીમારીના કારણે યુનાઇટેડ સ્ટેટ્સમાં સંખ્યાબંધ લોકોએ જીવ ગુમાવ્યા તે અંગે પ્રધાનમંત્રીએ અત્યંત શોકની લાગણી વ્યક્ત કરી હતી અને જેઓ આ બીમારીથી હાલમાં પીડાઇ રહ્યા છે તેઓ ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના કરી હતી.
બંને દેશો વચ્ચેના વિશેષ સંબંધો પર ભાર મૂકતા પ્રધાનમંત્રીએ આ વૈશ્વિક કટોકટીમાંથી બહાર આવવા માટે ભારત હંમેશા USAની સાથે જ હોવાનો પુનરોચ્ચાર કર્યો હતો. બંને નેતાઓ સંમત થયા હતા કે, કોવિડ-19 બીમારીને મક્કતાથી અને અસરકારક રીતે ખતમ કરવા માટે ભારત-અમેરિકાની ભાગીદારી પોતાની સંપૂર્ણ તાકાત લગાવી દેશે.
પ્રધાનમંત્રી અને અમેરિકાના રાષ્ટ્રપતિએ પોત-પોતાના દેશમાં આ મહામારીના કારણે લોકોના આરોગ્ય અને અર્થતંત્ર પર થતી વિપરિત અસરો ઘટાડવા માટે લીધેલા પગલાં અંગે માહિતી આપી હતી.
મુશ્કેલીના આ સમયમાં શારીરિક અને માનસિક સુખાકારી માટે યોગ અને આયુર્વેદ (પરંપરાગત ભારતીય ઔષધી ઉપચાર) ના મહત્વનો પણ બંને નેતાઓ તેમની ચર્ચા દરમિયાન ઉલ્લેખ કર્યો હતો.
તેઓ સંમત થયા હતા કે, વૈશ્વિક કોવિડ-19 કટોકટીના સંદર્ભમાં તેમના અધિકારીઓ એકબીજાના સંપર્કમાં રહેશે.
RP
(Release ID: 1611233)
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam