વિદ્યુત મંત્રાલય

5 એપ્રિલના રોજ રાત્રે 9:00 વાગે લાઇટ બંધ કરવાના સમય દરમિયાન ગ્રીડ નિયંત્રણ માટેની પૂરતી વ્યવસ્થા અને પ્રોટોકોલનો અમલ

Posted On: 04 APR 2020 3:56PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રીએ તમામ દેશવાસીઓને 5 એપ્રિલના રોજ રાત્રે 9:00 વાગ્યાથી 9:09 સુધી તેમના ઘરની લાઇટો સ્વૈચ્છાએ બંધ કરવાની અપીલ કરી છે. કેટલીક એવી આશંકાઓ વ્યક્ત કરવામાં આવી છે કે, આના કારણે ગ્રીડમાં અસ્થિરતા ઉભી થઇ શકે છે અને વૉલ્ટેજમાં ચડાવ-ઉતાર આવી શકે છે જેના કારણે ઇલેક્ટ્રોનિક ઉપકરણોને નુકસાન થવાની સંભાવના છે. આ તમામ આશંકાઓ ખોટી રીતે ઉપજાવી કાઢેલી છે.

ભારતની ઇલેક્ટ્રિકસિટી ગ્રીડ ખૂબ જ મજબૂત અને સ્થિર છે તેમજ માંગમાં થતા ફેરફારોની સ્થિતિને નિયંત્રણમાં રાખવા માટે પૂરતા પ્રમાણમાં વ્યવસ્થા કરવામાં આવી છે અને પ્રોટોકોલનો અમલ પણ કરાયેલો છે. આ બાબતે નીચેના મુદ્દા નોંધનીય છે:

પ્રધાનંમત્રીએ 5 એપ્રિલના રોજ રાત્રે 9:00 વાગ્યાથી 9:09 દરમિયાન લોકોને માત્ર તેમના ઘરની લાઇટ્સ બંધ કરવાની અપીલ કરી છે. રસ્તા પરની લાઇટ્સ અથવા ઘરમાં કોમ્પ્યૂટર, ટીવી, પંખા, રેફ્રિજરેટર, એસી વગેરે બંધ કરવાની કોઇ વિનંતી કરી નથી. માત્ર લાઇટ્સ સ્વિચ ઑફ કરવાની છે. હોસ્પિટલો અને અન્ય તમામ આવશ્યક સેવાઓ જેમ કે, સાર્વજનિક યુટિલિટી, મ્યુનિસિપલ સેવાઓ, ઓફિસો, પોલીસ સ્ટેશન, ઉત્પાદન એકમો વગેરેની લાઇટ્સ ચાલુ જ રહેશે. પ્રધાનમંત્રીએ માત્ર રહેવાસીઓને જ લાઇટ્સ બંધ કરવાની અપીલ કરી છે.

તમામ સ્થાનિક નિગમોને સલાહ આપવામાં આવે છે કે, જાહેર સલામતી માટે રસ્તાની લાઇટ્સ ચાલુ રાખવામાં આવે.

GP/RP



(Release ID: 1611064) Visitor Counter : 328