સમાજીક ન્યાય અને અધિકારીતા મંત્રાલય

લૉકડાઉનના સમયમાં દિવ્યાંગ લોકોની લઘુતમ સહાયક સેવાઓ સુનિશ્ચિત કરવા માટે DEPwD એ ગૃહ મંત્રાલયને વિનંતી કરી

Posted On: 28 MAR 2020 12:33PM by PIB Ahmedabad

સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય અંતર્ગત દિવ્યાંગ સશક્તિકરણ વિભાગ (DEPwD) દ્વારા ગૃહ મંત્રાલયને વિનંતી કરવામાં આવી હતી કે લૉકડાઉનના સમય દરમિયાન દિવ્યાંગ લોકો (PwDs)ની લઘુતમ સહાયક સેવાઓ સુનિશ્ચિત કરવા માટે યોગ્ય પગલાં લેવામાં આવે.

 

ગૃહ મંત્રાલયના સચિવને DEPwDના સચિવે પત્ર લખીને જણાવ્યું હતું કે, જોખમની પરિસ્થિતિમાં દિવ્યાંગ લોકો ખૂબ નિઃસહાય સ્થિતિમાં મૂકાઇ ગયા છે. દિવ્યાંગતાના કારણે તેમની સતત સંભાળ લેવી જરૂરી છે અને સહકાર આપવો જરૂરી છે. તેમાંથી ઘણા લોકો તેમની દૈનિક પ્રવૃત્તિઓ/જીવન માટે સંભાળ લેનાર, નોકર અને અન્ય સહાયક સેવા પ્રદાતાઓ પર નિર્ભર છે. લૉકડાઉનના સમયગાળા દરમિયાન દિવ્યાંગ લોકો જે મુશ્કેલીઓ ભોગવી રહ્યા છે તે અંગે વિવિધ ક્વાર્ટરમાંથી DEPwDને ઘણા કૉલ આવી રહ્યા છે કારણ કે આ સ્થિતિમાં તેમના નોકર/સંભાળ લેનારાઓને તેમના ઘર સુધી પહોંચવામાં ઘણી મુશ્કેલી પડી રહી છે. બીમારીનો ફેલાવો રોકવા માટે સામાજિક અંતરના માપદંડોનું પાલન કરવામાં આવે છે તેમાં કોઇ જ શંકા નથી પરંતુ સાથે સાથે આ સમયમાં લોકોની ગતિવિધીઓ પર મૂકવામાં આવેલા ચુસ્ત પ્રતિબંધોની સ્થિતિમાં આવશ્યક સહાયક સેવાઓ મળી રહે તે સુનિશ્ચિત કરવા યોગ્ય પગલાં લેવાની જવાબદારી પણ સરકારની છે.

 

પત્રમાં વિનંતી કરવામાં આવી હતી કે, રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં કાયદાનો અમલ કરાવતા અધિકારીઓ માટે સૂચનાઓ જાહેર કરવામાં આવે કે, તેઓ દિવ્યાંગ લોકોની સંભાળ લેનારા/નોકરોને પ્રાથમિકતાના ધોરણે પાસ ઇશ્યુ કરવા માટે તાત્કાલિક પગલાં લે. જો જરૂર હોય તો, ઝડપી ખરાઇ માટે દિવ્યાંગ લોકોની બાબતોનું ધ્યાન રાખતા જિલ્લા અધિકારીઓની પણ મદદ લઇ શકાય. સ્થાનિક પોલીસને પણ કોઇપણ વિલંબ કર્યા વગર દિવ્યાંગ લોકોની સ્પષ્ટ વિનંતીનો તેમના વિસ્તારમાં વ્યાપક ફેલાવો કરવાની સલાહ આપી શકાય.

 

GP/DS


(Release ID: 1608779) Visitor Counter : 172