પ્રધાનમંત્રીનું કાર્યાલય

જનતા કર્ફ્યુ એક લાંબી લડાઈની માત્ર એક શરૂઆત છે: પ્રધાનમંત્રી

प्रविष्टि तिथि: 22 MAR 2020 9:46PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી જણાવ્યું હતું કે આ કોવિડ-19 સામેની એક લાંબી લડાઈની માત્ર એક શરૂઆત છે આપણે હજુ ઘણો લાંબો રસ્તો પસાર કરવાનો છે. એમણે લોકોને જણાવ્યું હતું કે આને સફળતા માની સંતુષ્ટ થવાની જરૂર નથી કે આનો અર્થ એમ પણ નથી કે કોઈ ઉજવણી શરૂ કરી દઇએ. એમણે વધુમા જણાવ્યું હતું કે, આજે લોકોએ બતાવી દીધુ છે કે આપણે સક્ષમ છીએ અને આપણે જો નિર્ણય કરી લઈએ તે મોટામાં મોટા પડકારને પણ એક થઈને હરાવી શકીએ છીએ.

પ્રધાનમંત્રીએ લોકોને આગ્રાહ કર્યો હતો કે સમય-સમય પર કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતા નિર્દેશોનું જરૂરથી પાલન કરે. એમણે લોકોને કહ્યું હતું કે જે-જે જિલ્લા અને રાજ્યોમાં લૉકડાઉન જાહેર કરવામાં આવ્યું છે, ત્યાં લોકો ઘરથી બહાર ન નિકળો, ખૂબ જરૂરી ન હોય તો ઘરથી બહાર નિકળવાનું ટાળો.

 

RP


(रिलीज़ आईडी: 1607966) आगंतुक पटल : 252
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Telugu , English , हिन्दी , Marathi , Bengali , Assamese , Punjabi , Odia , Tamil , Kannada , Malayalam