પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કોરોના વાયરસ સામે લડનારા કર્મવીરો પ્રત્યે આભાર વ્યક્ત કરવા બદલ લોકોનો આભાર માન્યો
પ્રધાનમંત્રીએ કહ્યું આ લડાઈમાં વિજયની શરૂઆત છે
प्रविष्टि तिथि:
22 MAR 2020 6:32PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કોરોના વાયરસ સામે લડાઈનું નેતૃત્વ કરી રહેલા કર્મવીરો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા બદલ આજે લોકોનો આભાર માન્યો હતો. પ્રધાનમંત્રીએ પોતાની ટ્વીટમાં લખ્યું હતું કે, કોરોના વાયરસની લડાઈનું નેતૃત્વ કરનારા પ્રત્યેક વ્યક્તિનો દેશે એક થઇ આભાર વ્યક્ત કર્યો છે. આ બદલ દેશવાસીઓને ખૂબ-ખૂબ ધન્યવાદ.
પ્રધાનમંત્રીએ કહ્યું કે આ કોવિડ-19 સામેની લાંબી લડાઈમાં દેશના વિજયની શરૂઆત છે. પ્રધાનમંત્રીએ લોકોને આ સંકલ્પ અને સંયમ સાથે સામાજિક અંતર અથવા એક-બીજાથી દૂર રહેવાના સિદ્ધાંતનું પાલન કરવા અનુરોધ કર્યો હતો.
(रिलीज़ आईडी: 1607951)
आगंतुक पटल : 406
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam