મંત્રીમંડળ
મંત્રીમંડળે સ્વદેશ દર્શન યોજના અંતર્ગત મંજૂર થયેલા 10 પ્રોજેક્ટ માટે રૂ. 627.40 કરોડનું ભંડોળ મંજૂર કર્યું
વિવિધ નવા પ્રોજેક્ટની મંજૂરી માટે વર્ષ 2019-20 દરમિયાન વધુ રૂ. 1854.67 કરોડ આપવામાં આવશે
प्रविष्टि तिथि:
24 DEC 2019 4:24PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં સ્વદેશ દર્શનની યોજના અંતર્ગત વર્ષ 2018-19 દરમિયાન મંજૂર કરેલી 10 યોજનાઓ માટે 627.40 કરોડ રૂપિયા અને વર્ષ 2019-20 દરમિયાન નવી યોજનાઓની મંજૂરી માટે વધારે 1854.67 કરોડ રૂપિયા આપવાની મંજૂરી આપવામાં આવી છે.
સ્વદેશ દર્શન યોજના અંતર્ગત પર્યટન મંત્રાલય ભારતને વૈશ્વિક સ્તરે પર્યટન સ્થળ બનાવવા માટે અને સંપૂર્ણપણે દેશમાં પર્યટન ક્ષેત્રનું માળખું વિકસિત કરી રહ્યું છે.
પર્યટનના માળખાગત વિકાસની આ વ્યવસ્થાથી ખાનગી ક્ષેત્ર આવક કરવા સાથે સંબંધિત યોજનાઓમાં રોકાણ કરવા ઉત્સુક બનશે, જેથી પર્યટકોને પર્યટનનો શ્રેષ્ઠ અનુભવ મળી શકશે અને એનાથી પર્યટકોની સંખ્યા, આવક અને રોજગારીમાં પણ વધારો થશે.
પૃષ્ઠભૂમિ
વર્ષ 2014-15 માટે બજેટની જાહેરાત થયા પછી પર્યટન મંત્રાલયે જાન્યુઆરી, 2015માં સ્વદેશ દર્શન યોજના (કેન્દ્રીય ક્ષેત્ર યોજના) શરૂ કરી હતી. યોજના અંતર્ગત 15 સર્કિટ – હિમાલય સર્કિટ, પૂર્વોત્તર સર્કિટ, કૃષ્ણા સર્કિટ, બૌદ્ધ સર્કિટ અને દરિયાકિનારાની સર્કિટ, રણની સર્કિટ, જનજાતિય સર્કિટ, પારિસ્થિતિક સર્કિટ, વન્ય જીવ સર્કિટ, ગ્રામીણ સર્કિટ, આધ્યાત્મિક સર્કિટ, રામાયણ સર્કિટ, વિરાસત સર્કિટ, તીર્થંકર સર્કિટ અને સૂફી સર્કિટનો વિકાસ કરવામાં આવશે
NP/RP/DS
(रिलीज़ आईडी: 1597565)
आगंतुक पटल : 226