માહિતી અને પ્રસારણ મંત્રાલય
azadi ka amrit mahotsav

IICT અને Netflix 6 પ્રોગ્રામ્સમાં શિષ્યવૃત્તિઓ દ્વારા ભારતીય વાર્તાકારોની આગામી પેઢીને સહયોગ આપશે

પોસ્ટેડ ઓન: 26 AUG 2026 12:40PM by PIB Ahmedabad

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ક્રિએટિવ ટેક્નોલોજીસ (IICT) અને નેટફ્લિક્સે 100 વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિની જાહેરાત કરી છે. આ શિષ્યવૃત્તિ છ વ્યાવસાયિક કાર્યક્રમો માટે 80% સુધી ભંડોળ પૂરું પાડશે, આ પ્રોગ્રામ્સમાં બે એક વર્ષના ડિપ્લોમા અભ્યાસક્રમો અને ચાર છ મહિનાના સર્ટિફિકેટ કોર્સનો સમાવેશ થાય છે.

શિષ્યવૃત્તિ પહેલ હેઠળ આવરી લેવામાં આવેલા છ પ્રોગ્રામ્સમાં ઇન્ટરેક્ટિવ કોમિક્સ એન્ડ સિક્વન્શિયલ આર્ટ્સ અને વિઝ્યુઅલ ઈફેક્ટ્સ માસ્ટરીમાં ડિપ્લોમા, વર્ચ્યુઅલ આર્ટ ડિપાર્ટમેન્ટ કન્ટેન્ટ ક્રિએશન, મીડિયા ટેક વર્કફ્લો, આર્ટ ઓફ કેરેક્ટર એનિમેશન અને ઈ-સ્પોર્ટ્સ એન્ડ ગેમિંગ મેનેજમેન્ટમાં સર્ટિફિકેટ્સ સમાવિષ્ટ છે.

આ જાહેરાત 5 ઓગસ્ટ 2026 ના રોજ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને Netflixના Co CEO શ્રી ટેડ સારાન્ડોસ વચ્ચેની મુલાકાત બાદ કરવામાં આવી છે. શ્રી મોદીએ ટિપ્પણી કરી હતી કે ભારત પાસે વાર્તા કહેવાની સમૃદ્ધ પરંપરા અને રચનાત્મક પ્રતિભાનો અસાધારણ ભંડાર છે, જેનો ઉપયોગ કન્ટેન્ટ ક્રિએશન માટેના વૈશ્વિક હબ તરીકે આપણા દેશના સ્થાનને મજબૂત કરવા માટે કરી શકાય છે. તત્કાલીન સમયે નેટફ્લિક્સ ઈન્ડિયા સ્ટોરીટેલિંગ ઈનિશિયેટિવ શરૂ કરવામાં આવ્યું હતું, જેનો ઉદ્દેશ્ય એનિમેશન, વિઝ્યુઅલ ઈફેક્ટ્સ, ગેમિંગ અને કોમિક્સ (AVGC) નિવસનતંત્ર (ecosystem)માં ઉદ્યોગ-સંગત કૌશલ્યો સાથે આગામી પેઢીના વાર્તાકારોને સજ્જ કરવામાં મદદ કરીને ભારતની રચનાત્મક પ્રતિભાની પાઇપલાઇનમાં રોકાણ કરવાનો છે, જે ભારતની ‘ઓરેન્જ ઈકોનોમી'ના મુખ્ય ચાલક તરીકે કામ કરે છે.

આ શિષ્યવૃત્તિઓ સમગ્ર ભારતના વિદ્યાર્થીઓ અને કાર્યરત વ્યાવસાયિકો માટે ઉપલબ્ધ રહેશે.

IICTના વિઝ્યુઅલ ઈફેક્ટ્સ માસ્ટરી અને મીડિયા ટેક વર્કફ્લો પ્રોગ્રામ્સ માટેનો અભ્યાસક્રમ Netflixના ઇનપુટ્સ સાથે સમકાલીન ઉદ્યોગ વર્કફ્લો અને વૈશ્વિક ધોરણો સાથે સંરેખિત કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે.

માહિતી અને પ્રસારણ મંત્રાલયના સચિવ અને IICT બોર્ડના અધ્યક્ષ શ્રી ચંચલ કુમારે જણાવ્યું હતું કે, "ભારતની રચનાત્મક અર્થવ્યવસ્થા એક મહત્વપૂર્ણ મોડ પર છે. જેમ જેમ ટેકનોલોજી વાર્તાઓ બનાવવાની રીતને બદલે છે, તેમ આગામી પેઢીની પ્રતિભાને આકાર આપતી સંસ્થાઓએ તેની સાથે વિકસિત થવું જોઈએ. IICTની કલ્પના ભારતની વિશાળ રચનાત્મક પ્રતિભા ભંડાર અને વૈશ્વિક AVGC-XR ઉદ્યોગની ઝડપથી બદલાતી જરૂરિયાતો વચ્ચેના સેતુ તરીકે કરવામાં આવી હતી. અગ્રણી વૈશ્વિક ખેલાડીઓ સાથેની ભાગીદારી એ સેતુના નિર્માણનો એક મહત્વપૂર્ણ ભાગ છે. આવા સહયોગથી વર્ગખંડમાં ઉદ્યોગનું જ્ઞાન આવશે અને ભારતની પ્રતિભાને આવતીકાલના રચનાત્મક કાર્યબળમાં વિકસાવવામાં મદદ મળશે."

IICTના CEO ડૉ. વિશ્વાસ દેવસકરે જણાવ્યું હતું કે, "IICT જેવી સંસ્થાનો હેતુ માત્ર કૌશલ્યો પ્રદાન કરવાનો નથી, પરંતુ તે કૌશલ્યો ઉદ્યોગ જે રીતે વિકસિત થઈ રહ્યો છે તેને સુસંગત રહે તે સુનિશ્ચિત કરવાનો છે. Netflix સાથેનો આ સહયોગ અભ્યાસક્રમ ડિઝાઈન અને પ્રોફેશનલ વર્કફ્લોથી લઈને વિદ્યાર્થીઓ પાસેથી જે ધોરણોની અપેક્ષા રાખવામાં આવશે તે સુધીના ઉદ્યોગના પરિપ્રેક્ષ્યને સીધા આપણા શૈક્ષણિક માળખામાં લાવે છે. સીધા ઉદ્યોગ ઇનપુટ્સ અને નાણાકીય પહોંચ સાથે સંરચિત શિક્ષણને જોડીને, અમારો ઉદ્દેશ્ય પ્રતિભાની એક મજબૂત પાઇપલાઇન બનાવવાનો છે જે ભારતની વધતી જતી રચનાત્મક અર્થવ્યવસ્થામાં યોગદાન આપવા માટે તૈયાર હોય."

FICCI AVGC-XR ફોરમના અધ્યક્ષ મુંજાલ શ્રોફે જણાવ્યું હતું કે FICCI-IICT-Netflix સહયોગ ભારતના AVGC-XR ક્ષેત્ર માટે ભવિષ્ય માટે તૈયાર કાર્યબળના નિર્માણ અર્થે ઉદ્યોગ-સંરેખિત પ્રતિભા વિકાસ તરફના બદલાવને દર્શાવે છે.

IICT એ એનિમેશન, વિઝ્યુઅલ ઈફેક્ટ્સ, ગેમિંગ, કોમિક્સ અને એક્સ્ટેન્ડેડ રિયાલિટી (AVGC-XR) ક્ષેત્ર માટે ભારતનું રાષ્ટ્રીય ઉત્કૃષ્ટતા કેન્દ્ર છે, જેની સ્થાપના ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા મહારાષ્ટ્ર સરકાર, FICCI અને CIIના સહયોગથી કરવામાં આવી છે. આ સંસ્થા હાલમાં NFDC કોમ્પ્લેક્સ, પેડર રોડ, મુંબઈથી કાર્યરત છે, જ્યારે તેનો કાયમી 10-એકરનું કેમ્પસ ફિલ્મ સિટી, ગોરેગાંવ ખાતે વિકસાવવામાં આવી રહ્યું છે. શિષ્યવૃત્તિ અને પ્રોગ્રામ્સ વિશે વધુ માહિતી માટે, iict.orgની મુલાકાત લો.

 

SM/IJ/GP/JT


(રીલીઝ આઈડી: 2303488) મુલાકાતી સંખ્યા : 13