ગૃહ મંત્રાલય
સ્વાતંત્ર્ય દિવસ પહેલાં મોદી સરકારે ISI સમર્થિત આતંકવાદી સંગઠન શહઝાદ ભટ્ટી નેટવર્કનો પર્દાફાશ કરીને 200થી વધુ આરોપીઓની ધરપકડ કરીને તેના તોડફોડના હુમલાના કાવતરાને નિષ્ફળ બનાવ્યું
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને ગૃહ મંત્રી શ્રી અમિત શાહના માર્ગદર્શન હેઠળ, સીમાપારના આતંકવાદ પ્રત્યે 'ઝીરો ટોલરન્સ'ની નીતિના ભાગરૂપે 14 રાજ્યોમાંથી 253 લોકોની અટકાયત કરવામાં આવી
શહઝાદ ભટ્ટી નેટવર્ક સામે 80થી વધુ FIR અને 200થી વધુ ધરપકડ નોંધાઈ
प्रविष्टि तिथि:
17 AUG 2026 3:00PM by PIB Ahmedabad
સુરક્ષા એજન્સીઓએ સ્વાતંત્ર્ય દિવસ પહેલા ISI સમર્થિત શહઝાદ ભટ્ટી નેટવર્ક (SBN) સામે એક મોટું મલ્ટિ-સ્ટેટ ક્રેકડાઉન હાથ ધરીને તેની આતંકી સિન્ડિકેટનો પર્દાફાશ કર્યો છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને ગૃહ મંત્રી શ્રી અમિત શાહના માર્ગદર્શન હેઠળ, સીમાપારના આતંકવાદ પ્રત્યેની 'ઝીરો ટોલરન્સ' નીતિના ભાગરૂપે 14 રાજ્યોમાંથી 253 લોકોની અટકાયત કરવામાં આવી છે, જ્યારે SBN સામે 80થી વધુ FIR અને 200થી વધુ ધરપકડ નોંધવામાં આવી છે.
X પર એક પોસ્ટમાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, “મોદી સરકારે સ્વાતંત્ર્ય દિવસ પહેલા ISI સમર્થિત આતંકવાદી જૂથ શહઝાદ ભટ્ટી નેટવર્કને નષ્ટ કર્યું અને 200થી વધુ ઓપરેટિવ્સની ધરપકડ કરીને તેના તોડફોડના હુમલાના પ્લાનને નિષ્ફળ બનાવ્યો. ભારતીય સુરક્ષા દળોએ 14 રાજ્યોમાં વિવિધ સ્થળોએ સુઆયોજિત કામગીરી હાથ ધરીને આતંકવાદ પ્રત્યે ભારતની ઝીરો-ટોલરન્સ નીતિનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડતા આ નેટવર્કને ધ્વસ્ત કર્યું. છે. ISI દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવતા આ સંગઠન પાસેથી IED, પાકિસ્તાન ઓર્ડનન્સ ફેક્ટરીના માર્કિંગ ધરાવતા ગ્રેનેડ, પિસ્તોલ, જીવંત કારતૂસ અને જાસૂસી માટે વપરાતા સીસીટીવી કેમેરા સહિત જંગી પ્રમાણમાં વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે. આ નેટવર્ક અનેક આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ હતું.”
શહઝાદ ભટ્ટી નેટવર્ક (SBN) એ પાકિસ્તાન સ્થિત, આઈએસઆઈ સમર્થિત આતંકી સિન્ડિકેટ છે, જે સમગ્ર ભારતમાં ગ્રેનેડ, IED અને પેટ્રોલ બોમ્બ હુમલા તથા ટાર્ગેટેડ કિલિંગ સાથે જોડાયેલું છે. SBN પોલીસ, સંરક્ષણ અને ધાર્મિક સ્થળોની રેકી કરવા અને જાસૂસી માટે સીસીટીવી કેમેરા લગાવવા માટે સ્થાનિક મદદગારોને નાણાં પણ ચૂકવતું હતું.
સ્વાતંત્ર્ય દિવસની આસપાસ SBN-સંબંધિત વિક્ષેપોને નિષ્ફળ બનાવવા માટે, રાજ્ય પોલીસ દળો સાથે રિયલ-ટાઇમ ઇન્ટેલિજન્સ-શેરિંગ સિસ્ટમનો ઉપયોગ કરીને 12 ઓગસ્ટના રોજ એક સુઆયોજિત મલ્ટિ-સ્ટેટ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેના પરિણામે 14 રાજ્યોમાંથી 253 લોકોની અટકાયત કરવામાં આવી હતી — ઉત્તર પ્રદેશ (62), હરિયાણા (52), દિલ્હી (51), પંજાબ (44), રાજસ્થાન (15), મહારાષ્ટ્ર (8), ઉત્તરાખંડ (5), કર્ણાટક, ગુજરાત અને બિહાર (3-3), તથા તેલંગાણા, હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર અને કેરળ (2-2) — જ્યારે દિલ્હી અને કર્ણાટકમાં નવી એફઆઈઆર (FIR) નોંધવામાં આવી છે.
કુલ મળીને, UAPA, BNS, આર્મ્સ એક્ટ, NDPS એક્ટ અને વિસ્ફોટક પદાર્થ અધિનિયમ હેઠળ SBN સામે 80થી વધુ FIR અને 200થી વધુ ધરપકડ નોંધવામાં આવી છે. જપ્ત કરાયેલા સામાનમાં આઈઈડી, પાકિસ્તાન ઓર્ડનન્સ ફેક્ટરીના માર્કિંગ ધરાવતા ગ્રેનેડ, પિસ્તોલ, જીવંત કારતૂસ અને જાસૂસી સામેલ છે — જે આ નેટવર્કના સીધા સીમાપારના જોડાણોની પુષ્ટિ કરે છે.
સુરક્ષા એજન્સીઓએ સીમાપારના આતંકવાદ સામે ભારત સરકારની ઝીરો ટોલરન્સ નીતિ અને દેશભરમાં SBNના નેટવર્કને નષ્ટ કરવા માટે સતત સુઆયોજિત કાર્યવાહી કરવાનો પુનરોચ્ચાર કર્યો છે.
SM/BS/JD
(रिलीज़ आईडी: 2300424)
आगंतुक पटल : 20
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Bengali-TR
,
Assamese
,
Punjabi
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam