માહિતી અને પ્રસારણ મંત્રાલય
સરકાર સુરક્ષિત અને વિશ્વાસપાત્ર ડિજિટલ વાતાવરણ સુનિશ્ચિત કરવાની સાથે ભારતના ઇન્ટરનેટને ગેરકાયદેસર અને અશ્લીલ સામગ્રીથી મુક્ત રાખવાનું લક્ષ્ય ધરાવે છે
નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ (NCRP) મહિલાઓ અને બાળકો સામેના સાયબર અપરાધોની અનામી ધોરણે રજૂઆત/રિપોર્ટિંગ માટે સક્ષમ બનાવે છે; 'રિપોર્ટ એન્ડ ચેક સસ્પેટ' મોડ્યુલ નાગરિકોને ડીપફેક્સ સહિતની શંકાસ્પદ ડિજિટલ બાબતોને ચિન્હિત કરવામાં મદદ કરે છે
प्रविष्टि तिथि:
05 AUG 2026 5:08PM by PIB Ahmedabad
સરકારની નીતિઓ મહિલાઓ અને બાળકો સહિત તેના વપરાશકર્તાઓ માટે ઓપન, સેફ, ટ્રસ્ટેડ અને એકાઉન્ટેબલ ઇન્ટરનેટ સુનિશ્ચિત કરવાના ઉદ્દેશ્યથી પ્રેરિત છે. ભારત સરકાર ઇન્ટરનેટને કોઈપણ પ્રકારની ગેરકાયદેસર સામગ્રી અથવા માહિતીથી, ખાસ કરીને અશ્લીલ અને બિભત્સ સામગ્રીથી મુક્ત રાખવા માટે પ્રતિબદ્ધ છે.
ઇન્ફર્મેશન ટેકનોલોજી એક્ટ, 2000 (IT એક્ટ) અને ઇન્ફર્મેશન ટેકનોલોજી (ઇન્ટરમીડિયરી ગાઇડલાઇન્સ અને ડિજિટલ મીડિયા એથિક્સ કોડ) રૂલ્સ, 2021 (IT રૂલ્સ) એકસાથે મળીને ડિજિટલ સ્પેસમાં ગેરકાયદેસર અને હાનિકારક સામગ્રીને પહોંચી વળવા માટે એક વ્યાપક માળખું પૂરું પાડે છે અને જવાબદારી સુનિશ્ચિત કરવા માટે મધ્યસ્થીઓ પર સ્પષ્ટ જવાબદારીઓ લાદે છે.
IT નિયમો, 2021 સોશિયલ મીડિયા મધ્યસ્થીઓ સહિતના મધ્યસ્થીઓ પર યોગ્ય ખંત (due-diligence) ની જવાબદારીઓ લાદે છે જેથી કરીને તે સુનિશ્ચિત કરવા માટે વ્યાજબી પ્રયાસો કરવામાં આવે કે તેમના કોમ્પ્યુટર સંસાધનોના વપરાશકર્તાઓ એવી કોઈપણ માહિતી હોસ્ટ, પ્રદર્શિત, અપલોડ, સુધારો, પ્રકાશિત, ટ્રાન્સમિટ, સ્ટોર, અપડેટ અથવા શેર ન કરે જે અશ્લીલ, પોર્નોગ્રાફિક, પેડોફિલિક, બાળક માટે હાનિકારક, ગોપનીયતા પર ત્રાપ મારનારી, જાતિના આધારે અપમાનજનક કે હેરાન કરનારી હોય અથવા હાલમાં અમલમાં હોય તેવા કોઈ પણ કાયદાનું ઉલ્લંઘન કરતી હોય. IT નિયમો, 2021 માં આપ્યા મુજબ કાનૂની જવાબદારીઓનું પાલન કરવામાં મધ્યસ્થીઓ નિષ્ફળ જાય તેવા કિસ્સામાં, તેઓ IT એક્ટની કલમ 79 હેઠળ પૂરી પાડવામાં આવેલી થર્ડ પાર્ટી માહિતીથી મુક્તિ (safe harbour protection) ગુમાવે છે. તેઓ કોઈ પણ અમલી કાયદા હેઠળ પરિણામી કાર્યવાહી અથવા પ્રોસિક્યુશન માટે જવાબદાર ઠરે છે.
10મી ફેબ્રુઆરી 2026ના રોજ, સરકારે ડીપફેક્સ અને એઆઈ-જનરેટેડ સામગ્રી સહિત કૃત્રિમ રીતે ઉત્પાદિત માહિતી (synthetically generated information - SGI) થી થતા નુકસાનને પહોંચી વળવા માટે IT નિયમોમાં સુધારો કરીને નિયામક માળખાને મજબૂત બનાવ્યું હતું.
સુધારાઓ અનુસાર, મધ્યસ્થીઓ અને મોટા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સે અશ્લીલ, અસ્પષ્ટ, વ્યક્તિઓનું આભાસી રૂપ ધારણ કરતી (impersonating) અથવા બાળકો માટે હાનિકારક હોય તેવી ગેરકાયદેસર AI-જનરેટેડ સામગ્રીના નિર્માણ અને પ્રસારણને રોકવા માટે વ્યાજબી તકનીકી પગલાં લેવા જરૂરી છે. પ્લેટફોર્મ્સ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, 2023, અથવા પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સિસ એક્ટ, 2012 (POCSO) જેવા રિપોર્ટિંગને ફરજિયાત બનાવતા કાયદા હેઠળના સંબંધિત ગુનાઓ વિશે સક્ષમ સત્તાધિકારીઓને રિપોર્ટ કરવા માટે પણ બંધાયેલા છે.
જનતાને તમામ પ્રકારના સાયબર અપરાધો જ સંબંધિત બનાવોની નોંધણી કરાવવા માટે સક્ષમ બનાવવા માટે ઇન્ડિયન સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટર (I4C) ના એક ભાગ રૂપે 'નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ' (NCRP) (https://cybercrime.gov.in) શરૂ કરવામાં આવ્યું છે. NCRP માં મહિલાઓ અને બાળકો સામેના સાયબર અપરાધોની ચોક્કસ શ્રેણીઓનું અનામી ધોરણે રિપોર્ટિંગ કરવાની જોગવાઈઓનો સમાવેશ થાય છે. “મહિલા/બાળ સંબંધિત ગુનાની નોંધણી કરો” (Report Women/Child Related Crime) મોડ્યુલ હેઠળ, ફરિયાદી “અનામી ધોરણે રિપોર્ટ કરો” (Report Anonymously) વિકલ્પ પસંદ કરી શકે છે, જે અંગત ઓળખની વિગતો જાહેર કર્યા વિના ફરિયાદો સબમિટ કરવાની મંજૂરી આપે છે.
NCRP એ નાગરિકોને શંકાસ્પદ વેબસાઇટ URL, વોટ્સએપ નંબર/ટેલિગ્રામ હેન્ડલ્સ, ફોન નંબર, ઈ-મેઈલ આઈડી, એસએમએસ હેડર્સ/નંબર્સ, ડીપફેક્સ અને સોશિયલ મીડિયા URL નો રિપોર્ટ કરવા માટે સક્ષમ બનાવવા માટે 'રિપોર્ટ એન્ડ ચેક સસ્પેક્ટ' (Report and Check Suspect) શીર્ષક ધરાવતું મોડ્યુલ શરૂ કર્યું છે.
સરકારે 'મહિલાઓ અને બાળકો સામે સાયબર ક્રાઇમ અટકાવવા' (CCPWC) યોજના હેઠળ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને સાયબર ફોરેન્સિક-કમ-ટ્રેનિંગ લેબોરેટરીઝ સ્થાપવા, જૂનિયર સાયબર કન્સલ્ટન્ટ્સની હાયરિંગ અને LEA ના કર્મચારીઓ, જાહેર પ્રોસિક્યુટર્સ અને ન્યાયિક અધિકારીઓની તાલીમ ક્ષમતા નિર્માણ માટે રૂ. 132.93 કરોડની નાણાકીય સહાય પૂરી પાડી છે. 33 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં સાયબર ફોરેન્સિક-કમ-ટ્રેનિંગ લેબોરેટરીઝ કાર્યરત કરવામાં આવી છે અને 24,600 થી વધુ LEA કર્મચારીઓ, ન્યાયિક અધિકારીઓ અને પ્રોસિક્યુટર્સને સાયબર ક્રાઇમ જાગૃતિ, તપાસ, ફોરેન્સિક્સ વગેરે અંગે તાલીમ આપવામાં આવી છે.
ગૃહ મંત્રાલયના ઇન્ડિયન સાયબરક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટર (I4C) એ દેશભરના 2 લાખથી વધુ NCC, NSS અને NYKS વિદ્યાર્થીઓને સાયબર હાઇજીન તાલીમ આપી હતી.
I4C એ વિદ્યાર્થીઓને સાયબર ક્રાઇમ અટકાવવા અંગે શિક્ષિત કરવાના ઉદ્દેશ્યથી 'કિશોરો/વિદ્યાર્થીઓ માટે હેન્ડબુક' અને મહિલાઓમાં જાગૃતિ વધારવા માટે 'મહિલા સુરક્ષા માટે સાયબર સિક્યોરિટી હેન્ડબુક' બહાર પાડી છે.
માહિતી સુરક્ષામાં માનવ સંસાધનોનું સર્જન કરવા અને જનતામાં સાયબર હાઇજીન અને સાયબર સુરક્ષાના વિવિધ પાસાઓ વિશે સામાન્ય જાગૃતિ લાવવા માટે સરકાર 'ઇન્ફોર્મેશન સિક્યોરિટી એજ્યુકેશન એન્ડ અવેરનેસ (ISEA)' પર એક પ્રોજેક્ટનો અમલ કરી રહી છે.
આ માહિતી માહિતી અને પ્રસારણ તેમજ સંસદીય બાબતોના રાજ્ય મંત્રી ડૉ. એલ. મુરુગન દ્વારા આજે લોકસભામાં શ્રી પ્રભાકર રેડ્ડી વેમિરેડ્ડી દ્વારા પૂછાયેલા પ્રશ્નના લેખિત જવાબમાં આપવામાં આવી હતી.
SM/DK/JD
(रिलीज़ आईडी: 2295145)
आगंतुक पटल : 8