મહિલા અને બાળ વિકાસ મંત્રાલય
પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર 2026 માટે નામાંકન માટેની છેલ્લી તારીખ 15 ઓગસ્ટ સુધી લંબાવવામાં આવી
નામાંકન પ્રક્રિયા રાષ્ટ્રીય પુરસ્કાર પોર્ટલ https://awards.gov.in દ્વારા કરી શકાય છે
प्रविष्टि तिथि:
31 JUL 2026 2:03PM by PIB Ahmedabad
મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે રાષ્ટ્રીય બાળ પુરસ્કાર 2026 માટે ઓનલાઈન નામાંકન સબમિટ કરવાની છેલ્લી તારીખ લંબાવી છે, જે અગાઉ 31 જુલાઈ 2026 નક્કી કરવામાં આવી હતી તે 15 ઓગસ્ટ 2026 સુધી લંબાવવામાં આવી છે. પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર (PMRBP) માટે નામાંકન પ્રક્રિયા 01 એપ્રિલ, 2026ના રોજ રાષ્ટ્રીય પુરસ્કાર પોર્ટલ (https://awards.gov.in) દ્વારા શરૂ થઈ હતી.
આ પુરસ્કારો એવા બાળકોને આપવામાં આવે છે જેમણે બહાદુરી, સમાજ સેવા, પર્યાવરણ, રમતગમત, કલા અને સંસ્કૃતિ અને વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રોમાં અસાધારણ સિદ્ધિઓ દર્શાવી છે.
કોઈપણ બાળક જે ભારતમાં રહેતો ભારતીય નાગરિક છે, જેની ઉંમર 5 વર્ષથી વધુ છે અને 18 વર્ષથી વધુ ન હોય (31 જુલાઈ, 2026ના રોજ), તે પુરસ્કારો માટે પાત્ર છે. નામાંકન, જેમાં સ્વ-નામાંકન અને કોઈપણ નાગરિક દ્વારા કરવામાં આવેલી ભલામણોનો સમાવેશ થાય છે, તે માત્ર રાષ્ટ્રીય પુરસ્કાર પોર્ટલ મારફતે જ સ્વીકારવામાં આવશે.
વધુ વિગતો માટે, કૃપા કરીને રાષ્ટ્રીય પુરસ્કાર પોર્ટલ https://awards.gov.in ની મુલાકાત લો.
SM/BS/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2292331)
आगंतुक पटल : 23