પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય
ભારતનો ઇથેનોલ બ્લેન્ડેડ પેટ્રોલ પ્રોગ્રામ અન્ન સુરક્ષા, ખેડૂતોના કલ્યાણ અને ઊર્જા સુરક્ષા વચ્ચે સંતુલન જાળવે છે
વૈશ્વિક તેલના ભાવમાં થયેલા વધારા દરમિયાન ઇથેનોલ મિશ્રણ વિના પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર રૂ. 125 ની આસપાસ હોત
प्रविष्टि तिथि:
31 JUL 2026 12:17PM by PIB Ahmedabad
ઇથેનોલ બ્લેન્ડેડ પેટ્રોલ (EBP) પ્રોગ્રામ એ ભારતની ઊર્જા સુરક્ષા વધારવા, આયાતી ક્રૂડ ઓઇલ પરની નિર્ભરતા ઘટાડવા અને ખાદ્ય સુરક્ષાનું રક્ષણ કરતાં ખેડૂતોને ટેકો આપવા માટેની એક મુખ્ય રાષ્ટ્રીય પહેલ છે. તાજેતરના કેટલાક દાવાઓમાં આ કાર્યક્રમની અપૂર્ણ અને ગેરમાર્ગે દોરનારી તસવીર રજૂ કરવામાં આવી છે. નીચે આપેલી સ્પષ્ટતાઓ આ મુદ્દાઓને સંબોધિત કરે છે અને વાસ્તવિક સ્થિતિ રજૂ કરે છે.
દાવો: સરકારે ડિસ્ટિલરીઝને ₹37/કિલોના FCI ચોખા ₹23/કિલોના ભાવે વેચ્યા, જેનાથી ₹10,000 કરોડનું નુકસાન થયું. સરકારે એ પણ સ્વીકાર્યું છે કે ઇથેનોલ પેટ્રોલ કરતાં વધુ મોંઘું છે, તેથી E20 માત્ર એટલા માટે અસ્તિત્વમાં છે કારણ કે કરદાતાઓ તેને સબસિડી આપે છે.
અન્ન સુરક્ષા સાથે કોઈ સમાધાન નહીં — ઇથેનોલ ક્યારેય ગરીબોના ભોગે આવતું નથી
આ આક્ષેપ માત્ર ગેરમાર્ગે દોરનારો નથી; પરંતુ હકીકતને સંપૂર્ણપણે ઊંધી રીતે રજૂ કરે છે.
દરેક અનાજ પહેલા જાહેર વિતરણ વ્યવસ્થા (PDS), રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદા (NFSA), કલ્યાણકારી યોજનાઓ અને ફરજિયાત બફર સ્ટોકની જરૂરિયાતો પૂરી કરે છે. ભારતની ખાદ્ય સુરક્ષાની તમામ જરૂરિયાતો પૂર્ણ થયા પહેલાં લઘુત્તમ ટેકાના ભાવ (MSP) પર ખરીદાયેલું એક પણ દાણું ઇથેનોલ ઉત્પાદન માટે ફાળવવામાં આવતું નથી.
અન્ન સુરક્ષાની તમામ જવાબદારીઓ પૂરી થયા પછી ફૂડ એન્ડ પબ્લિક ડિસ્ટ્રિબ્યુશન વિભાગ દ્વારા પ્રમાણિત વધારાનું (સરપ્લસ) અનાજ જ ઇથેનોલ ઉત્પાદન માટે મંજૂર કરવામાં આવે છે.
ઇથેનોલ પ્રોગ્રામમાં જે ઉપયોગમાં લેવાય છે તે વાસ્તવમાં ક્ષતિગ્રસ્ત અનાજ, ટુકડા ચોખા (કણકી) અને માનવ વપરાશ માટે અયોગ્ય અનાજ છે — જે સ્ટોક અન્યથા ગોડાઉનમાં સડી ગયો હોત.
આ ગરીબો પાસેથી અન્ન છીનવી લેવાનું નથી; આ કચરામાંથી સંપત્તિ બનાવવી (waste into wealth), આયાત ઘટાડવી અને ભારતીય ખેડૂતોના હાથમાં વધુ પૈસા પહોંચાડવાનું કામ છે.
આ કાર્યક્રમ વધુ આગળ વધી રહ્યો છે. પ્રધાનમંત્રી જી-વન યોજના (Pradhan Mantri JI-VAN Yojana) મારફતે, ભારત કૃષિ અવશેષોમાંથી 2G (બીજી પેઢીના) ઇથેનોલનો ઝડપથી વિસ્તાર કરી રહ્યું છે, જેનાથી ખાદ્યાન્ન પરની નિર્ભરતા સંપૂર્ણપણે ઘટી રહી છે.
તથ્યો સ્પષ્ટ છે: સરકાર પહેલા અન્ન સુરક્ષા માટે જરૂરી દરેક અનાજનું રક્ષણ કરે છે, અને માત્ર ત્યારપછી જ સરપ્લસ અને વેસ્ટને સ્વચ્છ ઊર્જામાં રૂપાંતરિત કરે છે. દાવો માત્ર ખોટો નથી, તે એવા જ રક્ષણાત્મક પગલાંની ઉપેક્ષા કરે છે જે ભારતના ઇથેનોલ પ્રોગ્રામને વિશ્વના સૌથી જવાબદાર પ્રોગ્રામ્સમાંથી એક બનાવે છે.
ચોખા સાથે કોઈ વિશેષ વ્યવહાર કરવામાં આવ્યો નથી
આ દાવો એવી છાપ ઉભી કરે છે કે FCI ચોખા ઇથેનોલ ઉત્પાદકોને અસામાન્ય રીતે સસ્તા ભાવે આપવામાં આવ્યા હતા. આ બાબત બિલકુલ સત્ય નથી.
FCI ચોખા એ ઇથેનોલ બનાવવા માટે વપરાતા મંજૂર કાચા માલ (ફીડસ્ટોક) પૈકીનો એક છે અને તેનો ભાવ દરેક અન્ય ફીડસ્ટોકની જેમ સમાન સરકારી ભાવોના માળખા હેઠળ નક્કી કરવામાં આવે છે.
|
ફીડસ્ટોક (ESY 2025-26)
|
ચૂકવવામાં આવેલ ઇથેનોલનો ભાવ
|
|
મકાઈ (Maize)
|
₹71.86/લીટર
|
|
શેરડીનો રસ/સીરપ (Sugarcane Juice/Syrup)
|
₹65.61/લીટર
|
|
ક્ષતિગ્રસ્ત અનાજ (Damaged Foodgrains)
|
₹64.00/લીટર
|
|
B-હેવી મોલાસીસ (B-heavy Molasses)
|
₹60.73/લીટર
|
|
FCI ચોખા (FCI Rice)
|
₹60.32/લીટર
|
|
C-હેવી મોલાસીસ (C-heavy Molasses)
|
₹57.97/લીટર
|
આ પ્રોગ્રામ ચોખા પર નિર્ભર નથી. તે જે પણ મંજૂર ફીડસ્ટોક ઉપલબ્ધ હોય તેનો ઉપયોગ કરે છે.
ESY 2023-24 માં, FCI ચોખાનો હિસ્સો વર્ચ્યુઅલી કઈ જ ન હતો — ઇથેનોલ ઉત્પાદનમાં માત્ર 0.02% હતો.
ESY 2025-26 સુધીમાં, તેનો હિસ્સો વધીને 24.64% થયો કારણ કે અન્ન સુરક્ષાની તમામ જરૂરિયાતો પૂરી થયા પછી સરપ્લસ FCI સ્ટોક ઉપલબ્ધ થયો હતો.
તે જ સમયગાળા દરમિયાન, મકાઈનો હિસ્સો 42.6% થી ઘટીને 35.96% થયો હતો, જે દર્શાવે છે કે ઉત્પાદકો ઉપલબ્ધતાના આધારે વિવિધ ફીડસ્ટોક વચ્ચે સરળતાથી સ્વિચ કરે છે.
ઇથેનોલ સસ્તા ચોખા પર આધારિત નથી. તે મંજૂર થયેલા ફીડસ્ટોકના અનુકૂળ મિશ્રણ પર આધારિત છે, જેમાં FCI ચોખાનો ઉપયોગ માત્ર ત્યારે જ થાય છે જ્યારે અન્ન સુરક્ષાની દરેક જવાબદારી પૂરી કર્યા પછી પ્રમાણિત સરપ્લસ સ્ટોક ઉપલબ્ધ હોય.
પ્રશ્ન એ નથી કે ઇથેનોલ સસ્તું છે કે નહીં — અસલી પ્રશ્ન એ છે કે તેના કારણે ભારત વધુ સુરક્ષિત બન્યું છે કે નહીં
અસલી પ્રશ્ન આ છે: જ્યારે વૈશ્વિક તેલના ભાવમાં ઉછાળો આવ્યો હતો ત્યારે જો ઇથેનોલ મિશ્રણ ન હોત તો ભારતીયોએ શું ચૂકવવું પડ્યું હોત?
જ્યારે ઇન્ડિયન ક્રૂડ બાસ્કેટ ઘટીને પ્રતિ બેરલ આશરે US$ 135 પર પહોંચી ગયું હતું, ત્યારે ઇથેનોલ મિશ્રણ વિના દિલ્હીમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર રૂ. 125 આસપાસ રહેવાનો અંદાજ હતો.
તેના બદલે, ગ્રાહકોએ પ્રતિ લીટર ₹94.77 ચૂકવ્યા કારણ કે દરેક લીટરમાં 20% સ્થાનિક રીતે ઉત્પાદિત ઇથેનોલ હતું, જે સ્થિર, પૂર્વ-નિર્ધારિત ભાવો પર મેળવવામાં આવ્યું હતું જે વૈશ્વિક ક્રૂડ ભાવોના વધારાથી મુક્ત હતું.
પરિણામ? સંકટના પીક સમયગાળા દરમિયાન પંપ પર પ્રતિ લીટર લગભગ ₹30 ની બચત થઈ.
ઇથેનોલ મિશ્રણનું સાચું મહત્વ આમાં જ રહેલું છે. તેનો હેતુ દરરોજ સૌથી સસ્તું ઈંધણ ઉપલબ્ધ કરાવવાનો નથી. પરંતુ વૈશ્વિક તેલ બજારમાં થતી અતિશય અસ્થિરતાથી ભારતીય ગ્રાહકોનું રક્ષણ કરવું, ભારતની ઊર્જા સુરક્ષાને મજબૂત બનાવવી અને દેશના ઈંધણ ખર્ચનો વધુ હિસ્સો વિદેશ મોકલવાને બદલે ભારતીય અર્થતંત્રમાં જ જાળવી રાખવાનો છે.
કાર્યક્રમના પરિણામો પોતે જ તેની સફળતા દર્શાવે છે. EBP કાર્યક્રમ દ્વારા અત્યાર સુધીમાં નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા છે:
- ₹1.97 લાખ કરોડથી વધુની વિદેશી હૂંડિયામણની બચત;
- 316 લાખ મેટ્રિક ટનથી વધુ ક્રૂડ ઓઇલની આયાતનું વિસ્થાપન;
- 950 લાખ મેટ્રિક ટનથી વધુ CO₂ ઉત્સર્જનમાં ઘટાડો; અને
- ખેડૂતો અને ડિસ્ટિલરોને ₹1.66 લાખ કરોડથી વધુની ચૂકવણી, જેનાથી કૃષિ પેદાશો માટે એક સ્થિર સ્થાનિક બજાર ઊભું થયું છે.
ઇથેનોલ બ્લેન્ડિંગનો હેતુ ભારતની આયાતી કાચા તેલ પરની નિર્ભરતા ઘટાડવાનો છે, કારણ કે હાલમાં પણ દેશની લગભગ 88% તેલ જરૂરિયાત આયાતી કાચા તેલ દ્વારા પૂરી થાય છે. તે વૈશ્વિક તેલ બજારમાં થતી અચાનક ઊથલપાથલ સામે વીમા પોલિસી સમાન સુરક્ષા વ્યવસ્થા તરીકે કાર્ય કરે છે અને તેનો હેતુ દૈનિક ધોરણે ભાવની સ્પર્ધા કરવો નથી.
ઇથેનોલ મિશ્રણ કોઈ કરદાતા આધારિત સબસિડી નથી. તે ભારતની ઊર્જા સુરક્ષા માટેની વીમા પોલિસી સમાન વ્યવસ્થા છે અને તેણે સંકટ સમયે પરિણામો આપ્યા છે.
SM/BS/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2292260)
आगंतुक पटल : 24