પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ કોમનવેલ્થ ગેમ્સ 2026માં પુરુષોની હાઈ જમ્પમાં સિલ્વર જીતવા બદલ સર્વેશ કુશારેને અભિનંદન પાઠવ્યા

प्रविष्टि तिथि: 28 JUL 2026 2:10PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સ 2026માં પુરુષોની હાઈ જમ્પ ઇવેન્ટમાં સિલ્વર મેડલ જીતવા બદલ સર્વેશ કુશારેને અભિનંદન પાઠવ્યા છે.

પ્રધાનમંત્રીએ સર્વેશ કુશારેના દ્રઢ સંકલ્પ અને સતત શ્રેષ્ઠ પ્રદર્શનની પ્રશંસા કરી હતી અને  સિદ્ધિને ઉત્કૃષ્ટ ગણાવી હતી.

શ્રી મોદીએ જણાવ્યું હતું કે ભારતને તેમના પર ગર્વ છે અને ભવિષ્યમાં તેમને વધુ સફળતાઓ મળે તેવી કામના કરી હતી.

પ્રધાનમંત્રીએ X પર લખ્યું;

“#CWG2026માં પુરુષોની હાઈ જમ્પમાં સર્વેશ કુશારે માટે એક ભવ્ય સિલ્વર! તેમનો દ્રઢ સંકલ્પ અને સતત શ્રેષ્ઠ પ્રદર્શન નોંધપાત્ર રહ્યા છે.  ઉત્કૃષ્ટ સિદ્ધિ બદલ તેમને અભિનંદન. ભારતને તેમના પર ગર્વ છે. તેમને આગળ પણ ઘણી સફળતાઓ મળે તેવી પ્રાર્થના.”

 

IJ/DK/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 2290330) आगंतुक पटल : 16
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Telugu , Kannada , Assamese , English , Urdu , हिन्दी , Marathi , Bengali , Manipuri , Punjabi , Tamil , Malayalam