મહિલા અને બાળ વિકાસ મંત્રાલય
પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર 2026 માટે નામાંકનો આમંત્રિત
અરજીઓ સબમિટ કરવાની અંતિમ તારીખ 31 જુલાઈ છે
प्रविष्टि तिथि:
02 JUL 2026 1:10PM by PIB Ahmedabad
મહિલા અને બાળ વિકાસ મંત્રાલય પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર (PMRBP) 2026 માટે અરજી કરવા માટે પુનઃઅપીલ કરી છે. અરજીઓ સબમિટ કરવાની છેલ્લી તારીખ 31st July 2026 છે. PMRBP પુરસ્કાર માટેના તમામ નામાંકન ઓનલાઈન પોર્ટલ https://awards.gov.in દ્વારા જ કરવાના રહેશે.
રમતગમત, સામાજિક સેવા, વિજ્ઞાન અને ટેકનોલોજી, પર્યાવરણ, કલા અને સંસ્કૃતિના ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટતા દર્શાવનારા 5 થી 18 વર્ષની વયના બાળકોની અસાધારણ સિદ્ધિઓની ઉજવણી કરવા માટેની આ એક અનોખી રીત છે. આ પુરસ્કાર તે બાળકોને પણ એનાયત કરવામાં આવે છે જેમણે મુશ્કેલ સંજોગોમાં અદમ્ય બહાદુરી દર્શાવી હોય.
કોઈપણ નાગરિક, શાળા, સંસ્થા અથવા સંગઠન તેઓ જેને લાયક માનતા હોય તેવા ઉમેદવારોને નામાંકિત કરી શકે છે. બાળકો સેલ્ફ-નોમિનેશન દ્વારા પણ અરજી કરી શકે છે.
અરજી પ્રક્રિયાની વિગતો નીચે મુજબ છે:
· અંતિમ તારીખ: 31 જુલાઈ 2026
· માધ્યમ: માત્ર ઓનલાઈન
· પોર્ટલ: https://awards.gov.in
અરજદારોએ તેમની મૂળભૂત વ્યક્તિગત માહિતી અને પુરસ્કાર શ્રેણી ભરવાની રહેશે, પછી તાજેતરનો ફોટો અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે. તેમણે તેમની સિદ્ધિ અને તેની પ્રભાવ વિશે એક નોંધ (મહત્તમ 1000 શબ્દો) પણ સબમિટ કરવાની રહેશે.
મહિલા અને બાળ વિકાસ મંત્રાલય શાળાઓ, યુવા સંગઠનો, બિનસરકારી સંસ્થાઓ (NGOs), ગ્રામ પંચાયતો તથા વ્યક્તિઓને આ અંતિમ મહિનાનો ઉપયોગ કરીને યોગ્ય ઉમેદવારોની ઓળખ કરી તેમના નામાંકન માટે સહયોગ આપવા અનુરોધ કરે છે. આવો, સૌ સાથે મળીને ભારતના યુવા પ્રતિભાશાળી બાળકોને તેમની લાયકાત મુજબનું સન્માન અપાવવાનો સંકલ્પ કરીએ.
SM/DK/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2280250)
आगंतुक पटल : 20
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Bengali-TR
,
Punjabi
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam