પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ ભારત ઇનોવેટ્સ કાર્યક્રમમાં તેમના સંબોધનના મુખ્ય અંશો શેર કર્યા
प्रविष्टि तिथि:
14 JUN 2026 8:05PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ફ્રાન્સમાં આયોજિત ભારત ઇનોવેટ્સ કાર્યક્રમમાં તેમના સંબોધનના મુખ્ય અંશો શેર કર્યા છે.
X પર પોસ્ટની એક શૃંખલામાં, શ્રી મોદીએ કહ્યું;
“ભારત આવો.
અમારી સાથે મળીને કામ કરો.
ભારતમાં ડિઝાઇન કરો.
ભારતમાં ડેવલપ કરો.
અને દુનિયા માટે સોલ્યુશન્સ તૈયાર કરો.
@BharatInnov2026”
“ઇનોવેશન ભારતના ડીએનએમાં છે.
ભારતના યુવાનો તમામ ક્ષેત્રોમાં ઇનોવેશન કરી રહ્યા છે. તેઓ વૈશ્વિક સ્તરના કપરા પડકારોના ઉકેલો પણ શોધી રહ્યા છે.
@BharatInnov2026”
“આજે, દુનિયા એવી ટેકનોલોજી તરફ જોઈ રહી છે જે વિશ્વસનીય, સમાવેશી, માનવ-કેન્દ્રિત હોય અને વૈશ્વિક કલ્યાણ માટે સમર્પિત હોય.
આવા સમયે, ભારતની પ્રાયોરિટી સ્પષ્ટ છે... ટેકનોલોજી ફોર હ્યુમેનિટી (માનવતા માટે ટેકનોલોજી) અને હ્યુમેન-સેન્ટ્રિક ઇનોવેશન.
@BharatInnov2026”
“ભારત સ્કેલ અને સ્પીડ સાથે ઇનોવેટ કરે છે.
ભારત ટકાઉ ભવિષ્ય માટે ઇનોવેટ કરે છે.
અને ભારત સમગ્ર વિશ્વ માટે ઇનોવેટ કરે છે.
@BharatInnov2026”
SM/NP/JD
(रिलीज़ आईडी: 2272759)
आगंतुक पटल : 16
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Bengali-TR
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam