પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ આંધ્રપ્રદેશના કુર્નૂલ જિલ્લામાં થયેલી દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો
પ્રધાનમંત્રીએ સહાયની જાહેરાત કરી
પોસ્ટેડ ઓન:
16 APR 2026 9:50AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આંધ્રપ્રદેશના કુર્નૂલ જિલ્લામાં થયેલી દુર્ઘટના પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે.
પ્રધાનમંત્રીએ પોતાના પ્રિયજનો ગુમાવનારાઓ પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને ઘાયલોના ઝડપી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરી.
પ્રધાનમંત્રીએ જાહેરાત કરી કે દરેક મૃતકના નજીકના સંબંધીઓને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળ (PMNRF) માંથી 2 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે. ઘાયલોને 50,000 રૂપિયા આપવામાં આવશે.
પ્રધાનમંત્રી કાર્યાલયે X પર પોસ્ટ કર્યું;
"આંધ્રપ્રદેશના કુર્નૂલ જિલ્લામાં થયેલી દુર્ઘટના ખૂબ જ દુઃખદ છે. જે લોકોએ પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે તેમના પ્રત્યે હું સંવેદના વ્યક્ત કરું છું અને ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરું છું.
દરેક મૃતકના સગાસંબંધીઓને પીએમએનઆરએફ તરફથી 2 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે. ઘાયલોને 50,000 રૂપિયા આપવામાં આવશે: પીએમ @narendramodi"
SM/BS/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 2252409)
મુલાકાતી સંખ્યા : 38
આ રીલીઝ વાંચો:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Bengali-TR
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Telugu
,
Kannada
,
Malayalam