પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ હંગેરીમાં ચૂંટણી વિજય બદલ શ્રી પીટર મેગ્યારને અભિનંદન પાઠવ્યા

પોસ્ટેડ ઓન: 13 APR 2026 11:40AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે શ્રી પીટર મેગ્યાર અને ટિઝા પાર્ટીને ભવ્ય ચૂંટણી જીત બદલ હાર્દિક અભિનંદન પાઠવ્યા છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારત અને હંગેરી ઊંડી મિત્રતા, સહિયારા મૂલ્યો અને પરસ્પર આદરના અતૂટ બંધનોથી બંધાયેલા છે. શ્રી મોદીએ કહ્યું કે તેઓ બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સહયોગને વધુ મજબૂત બનાવવા અને બંને પ્રદેશોના લોકોની સહિયારી સમૃદ્ધિ અને સુખાકારી માટે ભારત-EU વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા માટે શ્રી મેગ્યાર સાથે મળીને કામ કરવા ઉત્સુક છે.

પ્રધાનમંત્રીએ X પર લખ્યું:

"શ્રી પીટર મેગ્યાર અને ટિઝા પાર્ટીને ચૂંટણીમાં ભવ્ય વિજય બદલ હાર્દિક અભિનંદન. ભારત અને હંગેરી ગાઢ મિત્રતા, સહિયારા મૂલ્યો અને પરસ્પર આદરથી જોડાયેલા છે. હું આપણો દ્વિપક્ષીય સહયોગ વધુ મજબૂત કરવા અને આપણા લોકોની સહિયારી સમૃદ્ધિ તેમજ સુખાકારી માટે ભારત-EU વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા માટે આપની સાથે નજીકથી કામ કરવા આતુર છું.

@magyarpeterMP"

 

SM/BS/GP/JT

`

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 2251446) મુલાકાતી સંખ્યા : 17