પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લામાં થયેલી દુ:ખદ ઘટનામાં થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો

પોસ્ટેડ ઓન: 13 APR 2026 11:32AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લામાં બનેલી દુર્ભાગ્યપૂર્ણ ઘટના પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે.

પ્રધાનમંત્રીએ આ દુ:ખદ ઘટનામાં પોતાના પ્રિયજનો ગુમાવનારા પરિવારો પ્રત્યે હૃદયપૂર્વક સંવેદના વ્યક્ત કરી છે. શ્રી મોદીએ કહ્યું કે તેઓ આ ઘટનામાં ઘાયલ થયેલા તમામ લોકોના ઝડપી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરે છે.

પ્રધાનમંત્રીએ X પર લખ્યું:

"ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લામાં થયેલો અકસ્માત અત્યંત દુ:ખદ છે. જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે તેમના પ્રત્યે મારી ઊંડી સંવેદના છે. હું ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરું છું."

 

SM/IJ/BS/GP/JT

`

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 2251438) મુલાકાતી સંખ્યા : 404