ચૂંટણી આયોગ
azadi ka amrit mahotsav

સામાન્ય ચૂંટણીઓ અને પેટાચૂંટણીઓ 2026: ECINET પ્લેટફોર્મનો ઉપયોગ કરીને તમારા ઉમેદવારની શૈક્ષણિક લાયકાત અને ગુનાહિત પૃષ્ઠભૂમિ જાણો

પોસ્ટેડ ઓન: 04 APR 2026 1:53PM by PIB Ahmedabad

ભારતીય ચૂંટણી પંચ (ECI) 15 માર્ચ, 2026ના રોજ આસામ, કેરળ, પુડુચેરી, તમિલનાડુ અને પશ્ચિમ બંગાળની વિધાનસભાઓની સામાન્ય ચૂંટણીઓ અને ગોવા, ગુજરાત, કર્ણાટક, મહારાષ્ટ્ર, નાગાલેન્ડ અને ત્રિપુરાની આઠ વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીઓનો સમયપત્રક જાહેર કર્યો હતો.

આસામ અને કેરળ રાજ્યો અને કેન્દ્રશાAસિત પ્રદેશ પુડુચેરીની વિધાનસભાઓની ચૂંટણીઓ અને ચાર રાજ્યોની પેટાચૂંટણીઓમાં કુલ 1,955 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે; મતદાન 9 એપ્રિલ, 2026ના રોજ થશે.

પશ્ચિમ બંગાળ (તબક્કો I અને II) અને તમિલનાડુની વિધાનસભાઓની ચૂંટણીઓ માટે ઉમેદવારીપત્રો ભરવાની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે. ઉમેદવારીપત્રો પાછા ખેંચવાની છેલ્લી તારીખ તમિલનાડુ અને પશ્ચિમ બંગાળ (તબક્કો I) માટે 9 એપ્રિલ અને પશ્ચિમ બંગાળ (તબક્કો II) માટે 13 એપ્રિલ છે.

નાગરિકો ECINet ના "Know Your Candidates (KYC)" મોડ્યુલનો ઉપયોગ કરીને ઉમેદવારો સામેના પડતર ફોજદારી કેસ, તેમની સંપત્તિ અને જવાબદારીઓ, શૈક્ષણિક લાયકાત અને તેમના અધિકૃત સોશિયલ મીડિયા હેન્ડલ્સ વિશે માહિતી મેળવી શકે છે.

વપરાશકર્તાઓ ECINet ના "Conduct of Elections" ટેબ હેઠળ KYC મોડ્યુલને ઍક્સેસ કરી શકે છે. તેઓ ECINetનો ઉપયોગ કરીને ઉમેદવારો દ્વારા સબમિટ કરાયેલ સંપૂર્ણ સોગંદનામું (ફોર્મ 26) પણ ડાઉનલોડ કરી શકે છે.

ECINetએ વિશ્વનું સૌથી મોટું ચૂંટણી સેવાઓ પ્લેટફોર્મ છે, જે ભારતના ચૂંટણી પંચની 40 થી વધુ એપ્લિકેશનો અને પોર્ટલોને એકીકૃત કરે છે, જે વિશ્વના સૌથી મોટા લોકશાહીની તમામ ચૂંટણી સેવાઓ એક જ, ઉપયોગમાં સરળ અનુભવમાં પૂરી પાડે છે.

ECINET મતદારોને એક જ સુરક્ષિત પ્લેટફોર્મ પર વિવિધ સેવાઓ પૂરી પાડે છે, જેમ કે મતદાર નોંધણી, મતદાર યાદીમાં નામ શોધવા તેમની અરજીઓ ટ્રેક કરવા, ચૂંટણી અધિકારીઓનો સંપર્ક કરવા, BLO સાથે કોલ બુક કરવા, e-EPIC ડાઉનલોડ કરવા, મતદાન વલણો જોવા અને ફરિયાદોનું નિરાકરણ લાવવાનો છે.

તે રીઅલ-ટાઇમ માહિતી અને ફરિયાદ નિવારણ માટે સિંગલ-વિન્ડો પ્લેટફોર્મ પણ પૂરું પાડે છે. તેમાં ઉલ્લંઘનની જાણ કરવા માટે cVIGIL અને અપંગ વ્યક્તિઓ માટે ચૂંટણી સેવાઓ સુલભ બનાવવા માટે સક્ષમ જેવા સાધનોનો પણ સમાવેશ થાય છે.

SM/NK/GP/JT

`

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 2248939) મુલાકાતી સંખ્યા : 41