પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય
LPG રિફિલ બુકિંગની સમયમર્યાદા અંગેના સમાચાર અહેવાલો પર સ્પષ્ટતા
પોસ્ટેડ ઓન:
25 MAR 2026 11:30AM by PIB Ahmedabad
સરકારના સંજ્ઞાનમાં તે વાત સામે આવી છે કે કેટલાક સમાચાર અહેવાલો અને સોશિયલ મીડિયા પોસ્ટ્સ LPG રિફિલ બુક કરવા માટે નવી સમયમર્યાદાનો દાવો કરી રહ્યા છે - જેમ કે PMUY કનેક્શન માટે 45 દિવસ, નોન-PMUY સિંગલ-બોટલ કનેક્શન માટે 25 દિવસ અને નોન-PMUY ડબલ-બોટલ કનેક્શન માટે 35 દિવસ.
ત્યારે આ બાબતે સ્પષ્ટતા કરવામાં આવે છે કે આવા કોઈ ફેરફાર કરવામાં આવ્યા નથી. રિફિલ બુકિંગ માટે હાલની સમયમર્યાદા યથાવત છે અને નીચે મુજબ લાગુ રહેશે:
- શહેરી વિસ્તારોમાં 25 દિવસ, અને
- ગ્રામીણ વિસ્તારોમાં 45 દિવસ, કનેક્શન પ્રકારને ધ્યાનમાં લીધા વિના.
નાગરિકોને સલાહ આપવામાં આવે છે કે આવી ખોટી માહિતી પર વિશ્વાસ ન કરે અથવા ફેલાવે નહીં; અને LPG રિફિલની બિનજરૂરી અથવા ગભરાટ ભર્યા બુકિંગ ટાળે.
એ વાતનો પુનરોચ્ચાર કરવામાં આવે છે કે દેશમાં LPGનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે અને ચિંતા કરવાની કોઈ જરૂર નથી.
SM/BS/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 2244858)
મુલાકાતી સંખ્યા : 156