પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ ભારતની U-19 ક્રિકેટ ટીમને વર્લ્ડ કપ વિજય બદલ અભિનંદન પાઠવ્યા
પોસ્ટેડ ઓન:
06 FEB 2026 9:33PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતની અંડર-19 ક્રિકેટ ટીમના વર્લ્ડ કપ ખિતાબ જીતવા બદલ તેના ઉત્કૃષ્ટ પ્રદર્શનની પ્રશંસા કરી છે.
પ્રધાનમંત્રીએ સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન ખૂબ જ સારું રમવા અને અસાધારણ કૌશલ્ય પ્રદર્શિત કરવા બદલ ટીમની પ્રશંસા કરી હતી. આ જીત અનેક યુવા ખેલાડીઓને પણ પ્રેરણા આપશે, તેમ તેમણે ઉમેર્યું હતું.
X પરના એક સંદેશમાં, શ્રી મોદીએ કહ્યું:
“ભારતની ક્રિકેટ પ્રતિભા ચમકી છે!
વર્લ્ડ કપ ઘરે લાવવા બદલ અમારી U-19 ટીમ પર ગર્વ છે. ટીમે સમગ્ર ટુર્નામેન્ટમાં ખૂબ જ સારું પ્રદર્શન કર્યું છે અને અસાધારણ કૌશલ્ય બતાવ્યું છે. આ જીત અનેક યુવા ખેલાડીઓને પણ પ્રેરણા આપશે. ખેલાડીઓને તેમના આગામી પ્રયાસો માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ.”
SM/BS/GP/JD
(રીલીઝ આઈડી: 2224761)
મુલાકાતી સંખ્યા : 13
આ રીલીઝ વાંચો:
Tamil
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Odia
,
Telugu
,
Kannada
,
Malayalam