નાણા મંત્રાલય
azadi ka amrit mahotsav

ભારત 2030-31 સુધીમાં ડેટ-ટુ-જીડીપી (Debt-to-GDP) રેશિયો 50±1 ટકા સુધી પહોંચવાના માર્ગ પર છે RE (સુધારિત અંદાજ )2025-26 મુજબ રાજકોષીય ખાધ જીડીપીના 4.4 ટકા પર રહેશે

BE (બજેટ અંદાજ) 2026-27 માં રાજકોષીય ખાધ જીડીપીના 4.3 ટકા રહેવાનો અંદાજ છે

RE 2025-26 મુજબ કુલ 49.6 લાખ કરોડના ખર્ચમાંથી મૂડી ખર્ચ (Capital Expenditure) 11 લાખ કરોડ છે

કેન્દ્રની ચોખ્ખી કર પ્રાપ્તિ (Net Tax Receipts) 26.7 લાખ કરોડને સ્પર્શશે

પોસ્ટેડ ઓન: 01 FEB 2026 12:42PM by PIB Ahmedabad

આજે સંસદમાં કેન્દ્રીય બજેટ 2026-27 રજૂ કરતી વખતે, કેન્દ્રીય નાણા અને કોર્પોરેટ બાબતોના મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે, “સરકાર સામાજિક જરૂરિયાતો સાથે સમાધાન કર્યા વિના સતત રાજકોષીય પ્રતિબદ્ધતાઓ પૂરી કરી રહી છે.” આને અનુરૂપ, દેવાં-જીડીપી અનુપાત BE 2026-27 માં જીડીપીના 55.6 ટકા હોવાનો અંદાજ છે, જે RE 2025-26 માં જીડીપીના 56.1 ટકા હતો. ઘટતો દેવાં-જીડીપી અનુપાત વ્યાજની ચૂકવણી પરના ખર્ચમાં ઘટાડો કરીને અગ્રતા ક્ષેત્રના ખર્ચ માટે ધીમે ધીમે સંસાધનોને મુક્ત કરશે.

રાજકોષીય ખાધ (Fiscal Deficit)

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001IVZT.jpg

દેવું લક્ષ્યાંકિત કરવા માટેના મુખ્ય ઓપરેશનલ સાધનોમાંના એક એવા રાજકોષીય ખાધ વિશે જણાવતાં, શ્રીમતી સીતારમણે સંસદને માહિતગાર કર્યા કે નાણાકીય વર્ષ 2021-22 માં 2025-26 સુધીમાં રાજકોષીય ખાધ જીડીપીના 4.5 ટકાથી નીચે લાવવાની જે પ્રતિબદ્ધતા કરવામાં આવી હતી તે પૂર્ણ થઈ ગઈ છે. RE 2025-26 માં, રાજકોષીય ખાધ 2025-26 ના BE ની સમકક્ષ જીડીપીના 4.4 ટકા હોવાનો અંદાજ છે. દેવું એકત્રીકરણના નવા નાણાકીય વિવેકપૂર્ણ માર્ગને અનુરૂપ, BE 2026-27 માં રાજકોષીય ખાધ જીડીપીના 4.3 ટકા હોવાનો અંદાજ છે.”

સુધારેલા અંદાજો (RE) 2025-26

નાણા મંત્રીએ માહિતગાર કર્યા કે, “બિન-દેવા પ્રાપ્તિના RE ₹34 લાખ કરોડ છે જેમાંથી કેન્દ્રની ચોખ્ખી કર પ્રાપ્તિ ₹26.7 લાખ કરોડ છે. કુલ ખર્ચનો સુધારેલો અંદાજ ₹49.6 લાખ કરોડ છે, જેમાંથી મૂડી ખર્ચ આશરે ₹11 લાખ કરોડ છે.”

બજેટ અંદાજ (BE) 2026-27

કેન્દ્રીય નાણા મંત્રીએ જણાવ્યું હતું કે, “બિન-દેવા પ્રાપ્તિ અને કુલ ખર્ચ અનુક્રમે ₹36.5 લાખ કરોડ અને ₹53.5 લાખ કરોડ હોવાનો અંદાજ છે. કેન્દ્રની ચોખ્ખી કર પ્રાપ્તિ ₹28.7 લાખ કરોડ હોવાનો અંદાજ છે.”

ગ્રોસ માર્કેટ બોરોઇંગ (Gross Market Borrowings)

કેન્દ્રીય નાણા મંત્રીએ કહ્યું કે “રાજકોષીય ખાધને નાણાં પૂરા પાડવા માટે, ડેટ સિક્યોરિટીઝમાંથી ચોખ્ખી બજાર ઉધાર (Net Market Borrowings) ₹11.7 લાખ કરોડ હોવાનો અંદાજ છે. બાકીનું ફાઇનાન્સિંગ નાની બચત અને અન્ય સ્ત્રોતોમાંથી આવવાની અપેક્ષા છે. ગ્રોસ માર્કેટ બોરોઇંગ ₹17.2 લાખ કરોડ હોવાનો અંદાજ છે.”

SM/IJ/GP/DK/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964@gmail.co


(રીલીઝ આઈડી: 2221448) મુલાકાતી સંખ્યા : 123