માહિતી અને પ્રસારણ મંત્રાલય
azadi ka amrit mahotsav

માહિતી અને પ્રસારણ મંત્રાલયનો ટેબ્લો ભારતની વાર્તા કહેવાની પરંપરાઓ અને WAVESના વિઝનને પ્રદર્શિત કરે છે


ૐ (Aum)થી અલ્ગોરિધમ સુધી, ટેબ્લો રાષ્ટ્રની ખીલી રહેલી સર્જનાત્મક અર્થવ્યવસ્થાને પ્રતિબિંબિત કરે છે

प्रविष्टि तिथि: 22 JAN 2026 6:40PM by PIB Ahmedabad

માહિતી અને પ્રસારણ મંત્રાલયનો ટેબ્લો (ઝાંખી), “ભારત ગાથા: શ્રુતિ, કૃતિ, દ્રષ્ટિ,” પ્રાચીન મૌખિક પરંપરાઓથી લઈને વૈશ્વિક કન્ટેન્ટ અને મીડિયા પાવરહાઉસ તરીકેના ઉદભવ સુધીની ભારતની વાર્તા કહેવાની સભ્યતાની સફરનું એક શક્તિશાળી દ્રશ્ય વર્ણન રજૂ કરે છે. આ ટેબ્લો સાંસ્કૃતિક વારસાને ટેકનોલોજીકલ નવીનતા સાથે એકીકૃત રીતે જોડીને આત્મનિર્ભર ભારતની ભાવનાને પ્રતિબિંબિત કરે છે.

શ્રુતિ ભારતની સમૃદ્ધ મૌખિક વિરાસતનું પ્રતીક છે, જેને પીપળાના ઝાડ નીચે શિષ્યોને જ્ઞાન આપતા ગુરુ દ્વારા દર્શાવવામાં આવ્યું છે, જેની સાથે ૐ (Aum) ના બ્રહ્માંડ ગુંજારવ અને જ્ઞાનની ઉત્પત્તિનું પ્રતિનિધિત્વ કરતી ધ્વનિ-તરંગોની મોટિફ્સ (ભાત) છે.

કૃતિ લેખિત અભિવ્યક્તિના ઉત્ક્રાંતિને ચિહ્નિત કરે છે, જેમાં ભગવાન ગણેશ મહાભારત લખતા જોવા મળે છે, અને હસ્તપ્રતો, પર્ફોર્મિંગ આર્ટ્સ (પ્રસ્તુત કળાઓ) અને પ્રારંભિક સંચાર પરંપરાઓના દ્રશ્યો દ્વારા પણ પ્રદર્શિત કરવામાં આવી છે જેણે ભારતની બૌદ્ધિક વિરાસતને આકાર આપ્યો છે.

દ્રષ્ટિ પ્રિન્ટ, સિનેમા, ટેલિવિઝન અને ડિજિટલ પ્લેટફોર્મ્સ દ્વારા ભારતના મીડિયા ઉત્ક્રાંતિને કેપ્ચર કરે છે. વિન્ટેજ કેમેરા, ફિલ્મ રીલ્સ, સેટેલાઇટ, અખબારો અને બોક્સ ઓફિસના પ્રતીકો જેવા દ્રશ્ય તત્વો તે પેઢીઓના ફિલ્મ નિર્માતાઓ અને કલાકારોનું સન્માન કરે છે જેમણે ભારતની સાંસ્કૃતિક ઓળખને આકાર આપ્યો છે. આ ટેબ્લો AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ), AVGC-XR અને વર્ચ્યુઅલ પ્રોડક્શન ટેકનોલોજી દ્વારા ભવિષ્ય માટે તૈયાર વાર્તા કહેવાની પદ્ધતિ (storytelling) પર પણ ભાર મૂકે છે, જે ઇમર્સિવ સ્ટોરીટેલિંગ તરફના બદલાવને હાઇલાઇટ કરે છે.

પર્ફોર્મિંગ આર્ટિસ્ટ્સ આ ટેબ્લોમાં જીવંતતા લાવે છે. આ થીમ ભારતને વૈશ્વિક કન્ટેન્ટ હબ તરીકે સ્થાપિત કરવાના માહિતી અને પ્રસારણ મંત્રાલયના ધ્યેય સાથે સુસંગત છે, જેને WAVES 2025 દ્વારા વધુ મજબૂત બનાવવામાં આવ્યું છે. આ સમિટે મોટા પાયે વૈશ્વિક સહભાગિતા અને નોંધપાત્ર વ્યાપાર જોડાણો સાથેઓરેન્જ ઇકોનોમીના ઉદય” (Dawn of the Orange Economy) ને ચિહ્નિત કર્યો છે.

આ ટેબ્લો એક સાંસ્કૃતિક સમયરેખા અને ભવિષ્યલક્ષી વિઝન સ્ટેટમેન્ટ બંને તરીકે ઊભો છે, જે ભારતના પ્રાચીન જ્ઞાનને તેના ડિજિટલ ભવિષ્ય સાથે જોડે છે.

SM/IJ/GP/JD


(रिलीज़ आईडी: 2217399) आगंतुक पटल : 13
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Khasi , English , Marathi , हिन्दी , Odia , Tamil , Telugu , Kannada , Malayalam