ગૃહ મંત્રાલય
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે સ્વામી વિવેકાનંદને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને રાષ્ટ્રીય યુવા દિવસ પર તમામ દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી
'ધ્યેય પ્રાપ્તિ સુધી માંડ્યા રહો' નો સંદેશ આપતા સ્વામીજીના વિચારો યુવાનોમાં ફરજ અને દેશભક્તિની ભાવના જાગૃત કરીને વિકસિત ભારતના નિર્માણને વેગ આપી રહ્યા છે
સ્વામી વિવેકાનંદે દેશના યુવાનોને ભારતીય જ્ઞાન પરંપરા, દર્શન અને આધ્યાત્મિકતા સાથે જોડ્યા અને વૈશ્વિક પ્લેટફોર્મ પર તેની પહોંચનો વિસ્તાર કર્યો
સ્વામી વિવેકાનંદે રામકૃષ્ણ મિશન દ્વારા સમાજસેવાના આદર્શો સ્થાપિત કર્યા
प्रविष्टि तिथि:
12 JAN 2026 11:14AM by PIB Ahmedabad
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે સ્વામી વિવેકાનંદને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને રાષ્ટ્રીય યુવા દિવસ પર તમામ દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી છે. તેમણે કહ્યું કે ધ્યેય પ્રાપ્ત કરતા પહેલા ન અટકવાનો સંદેશ આપનારા સ્વામીજીના વિચારો યુવાનોમાં ફરજ અને દેશભક્તિની ભાવના જાગૃત કરીને વિકસિત ભારતના નિર્માણને વેગ આપી રહ્યા છે.
શ્રી અમિત શાહે X પરની એક પોસ્ટમાં કહ્યું, "હું સ્વામી વિવેકાનંદને તેમની જન્મજયંતિ પર મારી આદરપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું અને 'રાષ્ટ્રીય યુવા દિવસ' પર તમામ દેશવાસીઓને મારી હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું. દેશના યુવાનોને ભારતીય જ્ઞાન પરંપરા, દર્શન અને આધ્યાત્મિકતા સાથે જોડનારા અને વિશ્વ મંચ પર તેની પહોંચ ફેલાવનારા સ્વામી વિવેકાનંદે રામકૃષ્ણ મિશન દ્વારા સમાજ સેવાના આદર્શની પણ સ્થાપના કરી હતી. ધ્યેય પ્રાપ્તિ સુધી માંડ્યા રહો નો સંદેશ આપનારા સ્વામીજીના વિચારો યુવાનોમાં ફરજ અને દેશભક્તિની ભાવના જાગૃત કરીને વિકસિત ભારતના નિર્માણને વેગ આપી રહ્યા છે."
SM/BS/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2213604)
आगंतुक पटल : 15
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Bengali-TR
,
Assamese
,
Punjabi
,
Tamil
,
Kannada
,
Malayalam