પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ મહામહિમ શ્રી રોડ્રિગો પાઝ પરેરાને બોલિવિયાના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાવા બદલ અભિનંદન પાઠવ્યા
Posted On:
21 OCT 2025 6:37PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મહામહિમ શ્રી રોડ્રિગો પાઝ પરેરાને બોલિવિયાના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાવા બદલ હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા.
શ્રી મોદીએ X પર એક પોસ્ટમાં કહ્યું:
"શ્રી રોડ્રિગો પાઝ પરેરાને બોલિવિયાના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાવા બદલ હાર્દિક અભિનંદન. ભારત અને બોલિવિયા વચ્ચે ગાઢ અને મૈત્રીપૂર્ણ સંબંધો લાંબા સમયથી આપણા પરસ્પર લાભદાયી સહયોગને મજબૂત બનાવે છે. હું આવનારા વર્ષોમાં સહિયારી પ્રગતિ અને સમૃદ્ધિ માટે આપણી ભાગીદારીને વધુ ગાઢ બનાવવા આતુર છું.
@Rodrigo_PazP"
SM/IJ/GP/JD
(Release ID: 2181327)
Visitor Counter : 10
Read this release in:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam