પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રી મોદીએ રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી સાથે વાત કરી


રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ યુક્રેન સંબંધિત તાજેતરના વિકાસ પર પોતાના વિચારો શેર કર્યા

પીએમએ સંઘર્ષના શાંતિપૂર્ણ સમાધાન માટે ભારતના સુસંગત વલણ અને શાંતિની વહેલી તકે પુનઃસ્થાપનાના પ્રયાસોને સમર્થન આપ્યું

નેતાઓએ ભારત-યુક્રેન દ્વિપક્ષીય ભાગીદારીને વધુ ગાઢ બનાવવાની પ્રતિબદ્ધતાને પુનઃપ્રતિપાદિત કરી

Posted On: 30 AUG 2025 7:49PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​યુક્રેનના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી વોલોડીમીર ઝેલેન્સ્કી સાથે ટેલિફોન પર વાતચીત કરી હતી.

રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ યુક્રેન સંબંધિત તાજેતરના વિકાસ પર પોતાનો દ્રષ્ટિકોણ શેર કર્યો હતો.

પ્રધાનમંત્રીએ રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીનો આભાર માન્યો અને સંઘર્ષના શાંતિપૂર્ણ સમાધાન માટે ભારતના અડગ અને સુસંગત વલણ અને શાંતિની વહેલી તકે પુનઃસ્થાપનાના પ્રયાસોને સમર્થન આપવાની ભારતની પ્રતિબદ્ધતાને પુનઃપ્રતિપાદિત કરી. પ્રધાનમંત્રીએ આ સંદર્ભમાં તમામ શક્ય સમર્થન આપવાની ભારતની પ્રતિબદ્ધતાને પુનરાવર્તિત કરી હતી.

નેતાઓએ ભારત-યુક્રેન દ્વિપક્ષીય ભાગીદારીમાં પ્રગતિની પણ સમીક્ષા કરી અને પરસ્પર હિતના તમામ ક્ષેત્રોમાં સહયોગને વધુ વધારવાના માર્ગો પર ચર્ચા કરી.

તેઓ સંપર્કમાં રહેવા સંમત થયા હતા.

SM/IJ/GP/JD


(Release ID: 2162354) Visitor Counter : 33