પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ 79મા સ્વતંત્રતા દિવસ પર શુભેચ્છાઓ બદલ વિશ્વ નેતાઓનો આભાર માન્યો
प्रविष्टि तिथि:
16 AUG 2025 5:31PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 79મા સ્વતંત્રતા દિવસ પર અભિનંદન અને શુભેચ્છાઓ બદલ વિશ્વ નેતાઓનો આભાર માન્યો.
યુક્રેનના રાષ્ટ્રપતિના ટ્વિટના જવાબમાં, પ્રધાનમંત્રીએ કહ્યું:
"રાષ્ટ્રપતિ ઝેલેન્સકીનો આભાર. ભારત અને યુક્રેન વચ્ચે વધુ ગાઢ સંબંધો બનાવવા માટેની સંયુક્ત પ્રતિબદ્ધતાની હું ખૂબ પ્રશંસા કરું છું. અમે યુક્રેનમાં અમારા મિત્રોને શાંતિ, પ્રગતિ અને સમૃદ્ધિથી ભરપૂર ભવિષ્યની શુભેચ્છા પાઠવીએ છીએ.
@ZelenskyyUa"
ઇઝરાયલના પ્રધાનમંત્રીના ટ્વિટનો જવાબ આપતા, શ્રી મોદીએ કહ્યું:
"પ્રધાનમંત્રી નેતન્યાહૂનો આભાર. ભારત-ઇઝરાયલ મિત્રતા ખીલતી રહે...બંને દેશો આ સંબંધને વધુ મજબૂત અને ગાઢ બનાવે જે આપણા લોકોને શાંતિ, વિકાસ તેમજ સુરક્ષા લાવે.
@IsraeliPM"
SM/IJ/GP/JD
(रिलीज़ आईडी: 2157192)
आगंतुक पटल : 33
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Odia
,
Marathi
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam
,
Manipuri
,
Assamese
,
Bengali
,
English
,
Urdu
,
हिन्दी
,
Punjabi