મહિલા અને બાળ વિકાસ મંત્રાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર માટે નામાંકન ભરવાની છેલ્લી તારીખ 15 ઓગસ્ટ, 2025 સુધી લંબાવવામાં આવી


નામાંકન ફક્ત https://awards.gov.in પર રાષ્ટ્રીય પુરસ્કાર પોર્ટલ દ્વારા ભરી શકાશે

Posted On: 22 JUL 2025 5:02PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર (PMRBP) માટે ઓનલાઈન અરજીઓ મોકલવાની છેલ્લી તારીખ                15-08-2025 સુધી લંબાવવામાં આવી છે. અરજીઓ મોકલવાની પ્રક્રિયા 01-04-2025 ના રોજ રાષ્ટ્રીય પુરસ્કાર પોર્ટલ https://awards.gov.in પર શરૂ થઈ હતી. આ પુરસ્કારો એવા બાળકોને આપવામાં આવે છે જેઓ બહાદુરી, સમાજ સેવા, પર્યાવરણ, રમતગમત, કલા અને સંસ્કૃતિ અને વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રોમાં રાષ્ટ્રીય સ્તરે માન્યતા મેળવવાને પાત્ર છે.

5 વર્ષથી વધુ ઉંમરના અને 18 વર્ષથી વધુ ન હોય તેવા કોઈપણ બાળક (31 જુલાઈ, 2025ના રોજ), જે ભારતીય નાગરિક છે અને ભારતમાં રહે છે, તે પુરસ્કારો માટે પાત્ર છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001YEH0.jpg

કોઈપણ નાગરિક નામાંકન ફક્ત https://awards.gov.in પરના રાષ્ટ્રીય પુરસ્કાર પોર્ટલ દ્વારા ભરી શકશે. પુરસ્કારો માટે ઓનલાઈન કરવામાં આવેલ સ્વ-નામાંકન અને ભલામણો ને જ ધ્યાનમાં લેવામાં આવશે. વધુ વિગતો માટે, કૃપા કરીને રાષ્ટ્રીય પુરસ્કાર પોર્ટલ https://awards.gov.in ની મુલાકાત લો.

AP/IJ/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 2146886)