સંસદીય બાબતોનું મંત્રાલય
સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ વિશ્વને આતંકવાદ સામે શૂન્ય સહિષ્ણુતાનો ભારતનો મજબૂત સંદેશ આપશે
Posted On:
17 MAY 2025 9:19AM by PIB Ahmedabad
ઓપરેશન સિંદૂર અને સરહદ પાર આતંકવાદ સામે ભારતની સતત લડાઈના સંદર્ભમાં, સાત સર્વપક્ષીય પ્રતિનિધિમંડળો આ મહિનાના અંતમાં યુએન સુરક્ષા પરિષદના સભ્યો સહિત મુખ્ય ભાગીદાર દેશોની મુલાકાત લેવાના છે.
સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ આતંકવાદના તમામ સ્વરૂપો અને અભિવ્યક્તિઓનો સામનો કરવા માટે ભારતની રાષ્ટ્રીય સર્વસંમતિ અને મક્કમ અભિગમ દર્શાવશે. તેઓ આતંકવાદ સામે દેશના શૂન્ય સહિષ્ણુતાના મજબૂત સંદેશને વિશ્વ સમક્ષ પહોંચાડશે.
વિવિધ પક્ષોના સંસદસભ્યો, અગ્રણી રાજકીય વ્યક્તિઓ અને પ્રખ્યાત રાજદ્વારીઓ દરેક પ્રતિનિધિમંડળનો ભાગ હશે.
નીચેના સંસદ સભ્યો સાત પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરશે:
1) શ્રી શશિ થરૂર, INC
2) શ્રી રવિશંકર પ્રસાદ, ભાજપ
3) શ્રી સંજય કુમાર ઝા, JDU
4) શ્રી બૈજયંત પાંડા, ભાજપ
5) શ્રીમતી કનિમોઝી કરુણાનિધિ, ડીએમકે
6) શ્રીમતી સુપ્રિયા સુલે, NCP
7) શ્રી શ્રીકાંત એકનાથ શિંદે, શિવસેના
AP/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2129270)
Read this release in:
Odia
,
English
,
Khasi
,
Urdu
,
Nepali
,
Marathi
,
Hindi
,
Bengali
,
Tamil
,
Kannada
,
Malayalam