પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ મત્સ્યઉદ્યોગ ક્ષેત્રને વધુ મજબૂત બનાવવાના ઉપાયો પર બેઠકની અધ્યક્ષતા કરી
Posted On:
15 MAY 2025 7:04PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મત્સ્યઉદ્યોગ ક્ષેત્રને વધુ મજબૂત બનાવવાના ઉપાયો પર એક બેઠકની અધ્યક્ષતા કરી. "અમે આ ક્ષેત્રને ખૂબ મહત્વ આપીએ છીએ અને આ ક્ષેત્રને લગતી માળખાગત સુવિધાઓ સુધારવા અને અમારા માછીમારો માટે ધિરાણ તેમજ બજારોની વધુ ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે વ્યાપકપણે કામ કર્યું છે", શ્રી મોદીએ ઉમેર્યું હતું.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું હતું;
"મત્સ્યઉદ્યોગ ક્ષેત્રને વધુ મજબૂત બનાવવાના માર્ગો પર એક બેઠકની અધ્યક્ષતા કરી. અમે આ ક્ષેત્રને ખૂબ મહત્વ આપીએ છીએ અને આ ક્ષેત્રને લગતી માળખાગત સુવિધાઓ સુધારવા અને અમારા માછીમારો માટે ધિરાણ તેમજ બજારોની વધુ ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે વ્યાપકપણે કામ કર્યું છે. આજની બેઠકમાં નિકાસ કેવી રીતે સુધારવી અને ઊંડા સમુદ્રમાં માછીમારી પર ધ્યાન કેન્દ્રિત કેવી રીતે વધારવું તે અંગે વિચાર-મંથનનો સમાવેશ થતો હતો."
AP/IJ/GP/JD
(Release ID: 2128914)