માહિતી અને પ્રસારણ મંત્રાલય
વેવ્સ એનિમેશન ફિલ્મ-મેકર્સ ચેલેન્જ 42 અદ્ભુત એનિમેશન ફિલ્મોને રજૂ કરે છે
એનિમેશન ફિલ્મ્સ: 18 શોર્ટ ફિલ્મો, 12 ફિચર ફિલ્મો, 9 ટીવી સિરીઝ અને 3 એઆર/વીઆર પ્રોજેક્ટ્સને વેવ સમિટમાં સ્થાન
Posted On:
28 APR 2025 2:41PM
|
Location:
PIB Ahmedabad
વર્લ્ડ ઓડિયો-વિઝ્યુઅલ એન્ડ એન્ટરટેઇનમેન્ટ સમિટ 2025ની 'ક્રિએટ ઇન ઇન્ડિયા ચેલેન્જ સિઝન-1'ના ભાગરૂપે યોજાયેલી એનિમેશન ફિલ્મ મેકર્સ કોમ્પિટિશન (એએફસી)ના 42 ફાઇનલિસ્ટની જાહેરાત એપ્રિલના બીજા સપ્તાહમાં કરવામાં આવી હતી. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલય સાથે જોડાણ કરનાર ડાન્સિંગ એટમ્સ સ્ટુડિયોએ તેની શરૂઆતથી જ રાષ્ટ્રીય સ્તરના પડકારના આયોજનમાં 1 થી 4 મે, 2025 દરમિયાન મુંબઈમાં યોજાનારી વેવ સમિટમાં પ્રદર્શિત થનારા શ્રેષ્ઠ 42 પ્રોજેક્ટ્સ પર એક વ્યાપક રચનાત્મક સૂચિ બહાર પાડી છે. આ અનોખી પહેલનો ઉદ્દેશ પ્રતિભાશાળી સર્જકોને સમાન વિચારધારા ધરાવતી વ્યક્તિઓ, ઉત્પાદકો અને વિતરકો સાથે જોડવાનો છે. જે સર્જકો અને ભૌગોલિક સીમાઓને ઓળંગી જતા ઉદ્યોગ વચ્ચે સહયોગને પ્રોત્સાહન આપે છે.
આ શ્રેષ્ઠ 42 પ્રોજેક્ટ્સ કે જે સ્પર્ધાની નવ મહિનાની સખત મૂલ્યાંકન પ્રક્રિયા પછી આવ્યા હતા, તેમણે એનિમેશનના સમગ્ર સ્પેક્ટ્રમમાં મૂળ વાર્તા કહેવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. જેમાં પરંપરાગત એનિમેશન, વીએફએક્સ, ઓગમેન્ટેડ રિયાલિટી (એઆર)/વર્ચ્યુઅલ રિયાલિટી (વીઆર) અને વર્ચ્યુઅલ પ્રોડક્શનનો સમાવેશ થાય છે. આ ક્રિએટિવ કેટલોગ વિવિધ પ્રકારના નવીન પ્રોજેક્ટ્સ ધરાવે છે. જેમાં 12 ફિચર ફિલ્મો, 18 શોર્ટ ફિલ્મો, ટીવી સિરિઝઃ 9 ટીવી/લિમિટેડ સિરિઝ અને 3 એઆર/વીઆર અનુભવોનો સમાવેશ થાય છે. તમામ 42 શોર્ટલિસ્ટ થયેલ ફિલ્મ પ્રોજેક્ટ્સ આ અનોખી પહેલ દ્વારા ઉદ્યોગના હોદ્દેદારોને પ્રદર્શિત કરવામાં આવશે.
શોર્ટલિસ્ટ થયેલા 18 શોર્ટ એનિમેશન ફિલ્મ સર્જકો અને તેમના પ્રોજેક્ટ્સ નીચે મુજબ છે:
1) શ્રેયા સચદેવ-વાણી
2) શ્રીકાંત એસ મેનન - ઓડિયાન
3) પ્રશાંત કુમાર નાગદાસી - બેસ્ટ ફ્રેન્ડ્સ
4) શ્વેતા સુભાષ મરાઠે – મેલ્ટિંગ શેમ
5) અનિકા રાજેશ - અચાપ્પમ
6) માર્તંડ આનંદ ઉગલમુગલે - ચાંદોમામા
7) કિરુથિકા રામાસુબ્રમણ્યમ - અ ડ્રીમ્સ ડ્રીમ
8) હરીશ નારાયણ ઐયર - કારાબી
9) ત્રિપર્ણ મૈતી – ધ ચેર
10) અરુંધતી સરકાર – સો ક્લોઝ યેટ સો ફાર
11) ગદામ જગદીશ પ્રસાદ યાદવ - સિમ્ફની ઓફ ડાર્કનેસ
12) વેટ્રિવેલ – લાસ્ટ ટ્રેઝર
13) ગાર્ગી ગવથે - ગોડવા
14) શ્રિયા વિનાયક પોરે - કલી (કળી)
15) હર્ષિતા દાસ - લુના
16) સંદ્રા મેરી - મિસિંગ
17) રિચા ભૂતાની - ક્લાઇમેટસ્કેપ
18) હિરક જ્યોતિ નાથ – ટેલ્સ ફ્રોમ ધ ટી હાઉસ
એનિમેશન ફિચર ફિલ્મોના સર્જકો અને તેમના પ્રોજેક્ટ્સના 12 ફાઇનલિસ્ટ્સ આ મુજબ છે:
1) કેથરીના ડાયન વિરાસ્વતી એસ - ફ્લાય!
2) શુભમ તોમર - મહઝુન
3) શ્રીકાંત ભોગી - રૂદ્રા
4) અનિર્બાન મજુમદાર- બાબર ઔર બન્નો – અ ફ્રેન્ડશિપ સાગા
5) નંદન બાલકૃષ્ણન - ડ્રીમ બલૂન
6) જેકલીન સી ચિંગ - લાઈક અને ટ્રોલ્સ
7) રોહિત સાંખલા - દ્વારકા ધ લોસ્ટ સિટી ઓફ શ્રી કૃષ્ણ
8) ભગતસિંહ સૈની – રેડ વુમન
9) અભિજીત સક્સેના - અરાઈઝ, અવેક
10) વામસી બંદરુ - આયુર્વેદ ક્રોનિકલ્સ – સર્ચ ફોર ધ લોસ્ટ લાઇટ
11) પિયુષ કુમાર - રોંગ પ્રોગ્રામિંગ... ધ અનલીશ્ડ વોર્સ ઓફ એઆઈ
12) ખંભોર બાતેઈ - ખરજાના - લાપલાંગ - એ ખાસી ફોકલોર રિઈમેજિન્ડ
9 શોર્ટલિસ્ટ થયેલા એનિમેશન ટીવી/લિમિટેડ સિરીઝના સર્જકો અને તેમના પ્રોજેક્ટ્સ આ મુજબ છેઃ
1) જ્યોતિ કલ્યાણ સુરા - જેકી એન્ડ જીલાલ
2) તુહિં ચંદા - ચુપી: સાયલન્સ બિહાઈન્ડ ધ લૉ
3) કિશોર કુમાર કેદારી – એજ ઓફ ધ ડેક્કન: ધ લેજન્ડ ઓફ મલિક અંબર
4) ભાગ્યશ્રી સતાપતિ - Pāśa
5) રિશવ મોહંતી - ખટ્ટી
6) સુકાન રોય - સાઉન્ડ ઓફ જોય
7) અત્રેયી પોદ્દાર, સંગીતા પોદ્દાર અને બિમલ પોદ્દાર- મોરાય કાકા
8) પ્રસેનજિત સિંઘા - ધ ક્વાયેટ કેઓસ
9) સેગુન સેમસન, ઓમોટુન્ડે અકીઓડ - માપુ.
3 એઆર/વીઆર અનુભવ સર્જકો અને તેમના પ્રોજેક્ટ્સ આ પ્રમાણે છેઃ
1) સુંદર મહાલિંગમ - અશ્વમેધ – ધ અનસીલ્ડ ફેટ
2) અનુજકુમાર ચૌધરી - લિમિનાલિઝમ
3) ઈશા ચાંદના – ટોક્સિક ઈફેક્ટ ઓફ સબસ્ટેન્સ અબ્યુઝ ઓન હ્યુમન બોડી.
ડાન્સિંગ એટમ્સ સ્ટુડિયોના સ્થાપક અને સીઇઓ સરસ્વતી બૈયાલાએ જણાવ્યું હતું કે, પ્રથમ વખત, તમામ 42 પ્રોજેક્ટ્સને એક સર્જનાત્મક સૂચિમાં એકસાથે લાવવા એ અમે શોધેલી તીવ્ર પ્રતિભાનો પુરાવો છે. તેમણે ઉમેર્યું હતું કે, મીડિયા અને મનોરંજનમાં ઉદ્યોગના દિગ્ગજો અને પ્રભાવશાળી વ્યક્તિઓનો સમાવેશ કરતું વેવ્સ એડવાઇઝરી બોર્ડ આ પ્રોજેક્ટ્સની સંભવિતતાનું મૂલ્યાંકન કરવામાં અને તેમને ઉત્પાદન અને વિતરણ માટે માર્ગદર્શન આપવામાં નિર્ણાયક ભૂમિકા ભજવશે. શ્રીમતી બૈયાલાએ એ પણ માહિતી આપી હતી કે, આ ગતિશીલ વર્ટિકલ્સ દ્વારા પેદા થતી વૈશ્વિક આવક એનિમેશન ઉદ્યોગની અંદરની અપાર સંભવિતતાને રેખાંકિત કરે છે. વર્ષ 2024માં વૈશ્વિક એનિમેશન માર્કેટમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી હતી. શોર્ટ ફિલ્મ્સે ઓનલાઈન સ્ટ્રીમિંગ, ફેસ્ટિવલ સહિતના વિવિધ પ્લેટફોર્મ દ્વારા અંદાજે 20 અબજ ડોલરની આવકનું યોગદાન આપ્યું હતું. જ્યારે શૈક્ષણિક કન્ટેન્ટ 2032 સુધીમાં 70 અબજ ડોલર સુધી પહોંચવાનો અંદાજ છે. ફીચર ફિલ્મ્સ, જે સૌથી મોટા સેગમેન્ટનું પ્રતિનિધિત્વ કરે છે, તેણે વૈશ્વિક બોક્સ ઓફિસ પર અને આનુષંગિક બજારો દ્વારા આશરે 30 અબજ ડોલરથી 32.3 અબજ ડોલરની કમાણી કરી હતી. એનિમેશન ટીવી સીરીઝમાં સ્ટ્રીમિંગ સેવાઓ દ્વારા સંચાલિત તેજીનો અનુભવ થયો હતો. જે ઉત્પાદન અને લાઇસન્સની આવકમાં આશરે 512 અબજ ડોલરનો હિસ્સો ધરાવે છે. એઆર/વીઆર (AR/VR) એનિમેશન સહિત એઆર/વીઆર (AR/VR) અને ઇમર્સિવ એન્ટરટેઇનમેન્ટ માર્કેટ એ વિકસતું સેક્ટર છે. તે નોંધપાત્ર વૃદ્ધિના અંદાજો સાથે અંદાજિત 22.12 અબજ ડોલર અને 79.36 અબજ ડોલર સુધી પહોંચ્યો હતો. એઆર/વીઆર ટેકનોલોજીઓ ગેમિંગ, હેલ્થકેર, રિટેલ, એજ્યુકેશન અને મેન્યુફેક્ચરિંગ સહિતના ક્ષેત્રોમાં પરિવર્તન લાવી રહી છે. જે ઇમર્સિવ એક્સપિરિયન્સની માગ અને નોંધપાત્ર રોકાણથી પ્રેરિત છે. જ્યારે ઉત્તર અમેરિકા નોંધપાત્ર હિસ્સો ધરાવે છે, એશિયા પેસિફિક પ્રદેશ સૌથી ઝડપી વૃદ્ધિ માટે અપેક્ષિત છે, એમ તેમણે ઉમેર્યું હતું.
વેવ્સ 2025 એનિમેશન ફિલ્મમેકર્સ ચેલેન્જ પર વધુ વિગતો માટે, કૃપા કરીને જુઓ:
https://pib.gov.in/PressReleaseIframePage.aspx?PRID=2122837
એનિમેશન ફિલ્મ નિર્માતાઓ ચેલેન્જના 42 ફાઇનલિસ્ટ પર કેટલોગ જોવા માટે અહીં ક્લિક કરો.
WAVES વિશે
પ્રથમ વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ એન્ડ એન્ટરટેઈનમેન્ટ સમિટ (વેવ્સ), મીડિયા એન્ડ એન્ટરટેઈનમેન્ટ (એમએન્ડઈ) ક્ષેત્ર માટે એક સીમાચિહ્નરૂપ ઇવેન્ટ છે, જેનું આયોજન ભારત સરકાર દ્વારા 1 થી 4 મે, 2025 દરમિયાન કરવામાં આવશે.
તમે ઉદ્યોગનાં વ્યાવસાયિક હો, રોકાણકાર હો, સર્જક હો કે પછી નવપ્રવર્તક હો, આ સમિટ એમએન્ડઇ લેન્ડસ્કેપને જોડવા, જોડાણ કરવા, નવીનતા લાવવા અને પ્રદાન કરવા માટે અંતિમ વૈશ્વિક પ્લેટફોર્મ પ્રદાન કરે છે.
વેવ્સ ભારતની રચનાત્મક શક્તિને વધારવા માટે તૈયાર છે, જે કન્ટેન્ટ સર્જન, બૌદ્ધિક સંપત્તિ અને તકનીકી નવીનતા માટેના કેન્દ્ર તરીકેની તેની સ્થિતિને વિસ્તૃત કરશે. ઉદ્યોગો અને ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે જેમાં બ્રોડકાસ્ટિંગ, પ્રિન્ટ મીડિયા, ટેલિવિઝન, રેડિયો, ફિલ્મો, એનિમેશન, વિઝ્યુઅલ ઇફેક્ટ્સ, ગેમિંગ, કોમિક્સ, સાઉન્ડ અને મ્યુઝિક, એડવર્ટાઇઝિંગ, ડિજિટલ મીડિયા, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ, જનરેટિવ એઆઇ, ઓગમેન્ટેડ રિયાલિટી (એઆર), વર્ચ્યુઅલ રિયાલિટી (વીઆર) અને એક્સટેન્ડેડ રિયાલિટી (એક્સઆર)નો સમાવેશ થાય છે.
શું પ્રશ્નો છે? જવાબો અહીં શોધો
પીઆઈબી ટીમ વેવ્સની નવીનતમ ઘોષણાઓ સાથે અપડેટ રહો
આવો, અમારી સાથે! હમણાં જ વેવ્સ માટે નોંધણી કરો.
AP/IJ/GP/JD
Release ID:
(Release ID: 2124856)
| Visitor Counter:
32
Read this release in:
Telugu
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Tamil
,
Kannada
,
Malayalam