ગૃહ મંત્રાલય
azadi ka amrit mahotsav

26 એપ્રિલ 2025ના રોજ પવિત્ર ધર્મગુરુ પોપ ફ્રાન્સિસ, Supreme Pontiff of the Holy Seeના અંતિમ સંસ્કારના દિવસે રાજકીય શોક

Posted On: 24 APR 2025 4:50PM by PIB Ahmedabad

26 એપ્રિલ 2025ના રોજ પવિત્ર ધર્મગુરુ પોપ ફ્રાન્સિસ, Supreme Pontiff of the Holy Seeના અંતિમ સંસ્કાર શનિવારના રોજ યોજાશે. તે દિવસે રાજકીય શોક રાખવામાં આવશે. 26 એપ્રિલ 2025ના રોજ, સમગ્ર ભારતમાં જ્યાં નિયમિતપણે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે છે, તે તમામ ઇમારતો પર રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવશે અને કોઈ સત્તાવાર મનોરંજન કાર્યક્રમ યોજાશે નહીં.

ભારત સરકારે પવિત્ર ધર્મગુરુ, સુપ્રીમ ધર્મગુરુ પોપ ફ્રાન્સિસના નિધન પર શ્રદ્ધાંજલિ રૂપે ત્રણ દિવસનો રાજકીય શોક જાહેર કર્યો હતો. 22 એપ્રિલ અને 23 એપ્રિલ 2025ના રોજ બે દિવસનો રાજકીય શોક મનાવવામાં આવ્યો હતો અને અંતિમ સંસ્કારના દિવસે એક દિવસનો રાજકીય શોક મનાવવામાં આવશે.

AP/IJ/GP/JD


(Release ID: 2124103) Visitor Counter : 30