માહિતી અને પ્રસારણ મંત્રાલય

WAVES 'ક્રિએટ ઇન ઇન્ડિયા ચેલેન્જ' 1100 આંતરરાષ્ટ્રીય સહભાગીઓ સાથે 85,000 રજિસ્ટ્રેશનને પાર


1 થી 4 મે, 2025 દરમિયાન મુંબઈમાં WAVES 'ક્રિએટોસ્ફિયર'માં ભાગ લેવા માટેના 32 પડકારોમાંથી 750 ફાઇનલિસ્ટ

Posted On: 01 APR 2025 3:54PM by PIB Ahmedabad

1થી 4 મે, 2025 દરમિયાન મુંબઈના જિયો વર્લ્ડ સેન્ટર ખાતે યોજાનારી વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ એન્ડ એન્ટરટેઈનમેન્ટ સમિટ (WAVES)ના ભાગરૂપે શરૂ કરવામાં આવેલી ક્રિએટ ઇન ઇન્ડિયા ચેલેન્જ (સીઆઇસી) સીઝન-11,100 આંતરરાષ્ટ્રીય સહભાગીઓ સહિત 85,000 રજિસ્ટ્રેશનને પાર કરવાની નવી સિદ્ધિ હાંસલ કરી છે. 32 વિવિધ પડકારોમાંથી પસંદગી પ્રક્રિયા બાદ પસંદ કરાયેલા 750થી વધુ ફાઇનલિસ્ટને તેમના વ્યક્તિગત પડકારો, તેમની પ્રતિભા અને કુશળતાના પરિણામ અને આઉટપુટને પ્રદર્શિત કરવાની અનન્ય તક મળશે, આ ઉપરાંત પિચિંગ સેશન સહિત તેમના સંબંધિત ક્ષેત્રના બિઝનેસ લીડર્સ સાથે નેટવર્કિંગની તકો અને માસ્ટરક્લાસ, પેનલ ડિસ્કશન, પરિષદો વગેરે દ્વારા વૈશ્વિક દિગ્ગજો પાસેથી શીખવાની તક મળશે. ક્રિએટ ઇન ઇન્ડિયા ચેલેન્જના વિજેતાઓને મુંબઇ ખાતે એક ભવ્ય સમારોહમાં 'WAVES ક્રિએટર એવોર્ડ્સ'થી સન્માનિત કરવામાં આવશે.

આ પડકારોએ સર્જનાત્મક પરિદ્રશ્યમાં શક્તિશાળી પ્રવેશ કર્યો છે, જેણે સમગ્ર ભારતમાં અને તેનાથી આગળ નવીનતા અને જોડાણના Waveને પ્રજ્વલિત કર્યો છે, જે વૈશ્વિક સ્તરે સર્જનાત્મક પ્રતિભાઓ માટેના એક મુખ્ય મંચ તરીકે ઉભરી આવ્યો છે. હાઈ-એનર્જી રીલ મેકિંગ કોમ્પિટિશન, સોલ્યુશન-ઓરિએન્ટેડ ટ્રુથ ટેલ હેકાથોન, વિઝનરી યંગ ફિલ્મમેકર્સ ચેલેન્જ અને ઈમેજીનરી કોમિક્સ ક્રિએટર ચેમ્પિયનશિપ સહિત 32 વૈવિધ્યસભર અને ગતિશીલ પડકારો દર્શાવતા સીઆઇસી સર્જકોને તેમની કુશળતા પ્રદર્શિત કરવાની અનન્ય તક પૂરી પાડે છે. અન્ય ફ્લેગશિપ ઇવેન્ટ્સ જેવી કે એ.આઇ. અવતાર ક્રિએટર ચેલેન્જ, WAM! એનિમે ચેલેન્જ, ઈસ્પોર્ટ્સ ટુર્નામેન્ટ, ટ્રેલર મેકિંગ કોમ્પિટિશન, થીમ મ્યુઝિક કોમ્પિટિશન અને અત્યાધુનિક એક્સઆર ક્રિએટર હેકાથોન વધુમાં સીઆઇસીને સ્ટોરીટેલર્સ, ડિઝાઇનર્સ અને ડિજિટલ ઇનોવેટર્સની આગામી પેઢીના ચોક્કસ લોન્ચપેડ તરીકે સ્થાપિત કરે છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001ZF2M.jpg

વિવિધ શાખાઓ, સરહદો અને પેઢીઓના સર્જકોને એક કરીને સીઆઈસી માત્ર ભારતની સર્જનાત્મક ઊર્જાની જ ઉજવણી નથી કરતું, પરંતુ તેણે વાર્તા કહેવાના અને ડિજિટલ અભિવ્યક્તિના ભાવિ અંગે વૈશ્વિક સંવાદને વેગ આપ્યો છે. આ નોંધપાત્ર પાયા સાથે, સીઆઈસી આગામી સિઝનમાં નવી ઊંચાઈઓ સર કરવા માટે સજ્જ છે, જે સર્જકોને સશક્ત બનાવવા અને આવતીકાલના સાંસ્કૃતિક લેન્ડસ્કેપને આકાર આપવાના તેના મિશનને ચાલુ રાખશે.

WAVES વિશે

પ્રથમ વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ એન્ડ એન્ટરટેઈનમેન્ટ સમિટ (WAVES), મીડિયા એન્ડ એન્ટરટેઈનમેન્ટ (એમએન્ડઈ) ક્ષેત્ર માટે એક સીમાચિહ્નરૂપ ઇવેન્ટ છે, જેનું આયોજન ભારત સરકાર દ્વારા 1 થી 4 મે, 2025 દરમિયાન કરવામાં આવશે.

તમે ઉદ્યોગનાં વ્યાવસાયિક હો, રોકાણકાર હો, સર્જક હો કે પછી નવપ્રવર્તક હો, આ સમિટ એમએન્ડઇ લેન્ડસ્કેપને જોડવા, જોડાણ કરવા, નવીનતા લાવવા અને પ્રદાન કરવા માટે અંતિમ વૈશ્વિક પ્લેટફોર્મ પ્રદાન કરે છે.

WAVES ભારતની રચનાત્મક શક્તિને વધારવા માટે તૈયાર છે, જે કન્ટેન્ટ સર્જન, બૌદ્ધિક સંપત્તિ અને તકનીકી નવીનતા માટેના કેન્દ્ર તરીકેની તેની સ્થિતિને વિસ્તૃત કરશે. ઉદ્યોગો અને ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. જેમાં બ્રોડકાસ્ટિંગ, પ્રિન્ટ મીડિયા, ટેલિવિઝન, રેડિયો, ફિલ્મો, એનિમેશન, વિઝ્યુઅલ ઇફેક્ટ્સ, ગેમિંગ, કોમિક્સ, સાઉન્ડ અને મ્યુઝિક, એડવર્ટાઇઝિંગ, ડિજિટલ મીડિયા, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ, જનરેટિવ એઆઇ, ઓગમેન્ટેડ રિયાલિટી (એઆર), વર્ચ્યુઅલ રિયાલિટી (વીઆર) અને એક્સટેન્ડેડ રિયાલિટી (એક્સઆર)નો સમાવેશ થાય છે.

તમારા પ્રશ્નોના જવાબો અહીં શોધો

પીઆઈબી ટીમ WAVESની નવીનતમ ઘોષણાઓ સાથે અપડેટ રહો

WAVES માટે નોંધણી કરો હમણાં.

******

**લેખકનું નામ

પીઆઈબી ટીમ WAVES 2025

AP/IJ/GP/JD


(Release ID: 2117313) Visitor Counter : 61