પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ યુવા મનને વિકાસ અને શીખવા માટે ઉનાળાની રજાઓનો લાભ લેવા માટે પ્રોત્સાહિત કર્યા

Posted On: 01 APR 2025 12:05PM by PIB Ahmedabad

દેશભરના યુવા મિત્રોને તેમની ઉનાળાની રજાઓ માટે હાર્દિક શુભેચ્છાઓ પાઠવતા, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​તેમને આ સમયનો ઉપયોગ આનંદ, કંઈક શીખવા અને વ્યક્તિગત વિકાસ માટે કરે તે માટે પ્રોત્સાહિત કર્યા છે.

લોકસભા સાંસદ શ્રી તેજસ્વી સૂર્યા દ્વારા એક્સ પર કરાયેલી એક પોસ્ટના જવાબમાં તેમણે લખ્યું:

"મારા તમામ યુવા મિત્રોને એક અદ્ભુત અનુભવ અને ખુશખુશાલ રજાઓની શુભેચ્છા. જેમ મેં ગયા રવિવારના #MannKiBaatમાં કહ્યું હતું તેમ ઉનાળાની રજાઓ આનંદ માણવા, કંઈક શીખવા અને વિકાસ કરવાની એક મહાન તક પૂરી પાડે છે. આ પ્રયાસમાં આવા પ્રયત્નો ઘણાં જ ઉમદા છે."

AP/IJ/GP/JT

 


(Release ID: 2117179) Visitor Counter : 42