નાણા મંત્રાલય
azadi ka amrit mahotsav

નવી કર વ્યવસ્થા હેઠળ વાર્ષિક આવક પર રૂ. 12 લાખ સુધી આવકવેરો નહીં


પગારદાર કરદાતાઓ માટે રૂ. 75000ની સ્ટાન્ડર્ડ ડિડક્શન સાથે રૂ. 12.75 લાખની મર્યાદા

કેન્દ્રીય બજેટ 2025-26 તમામ કરદાતાઓને લાભ આપવા માટે આવકવેરા મર્યાદા અને દરમાં મોટો ફેરફાર

સ્લેબ દરમાં ઘટાડો અને છૂટના પરિણામે મધ્યમ વર્ગને નોંધપાત્ર કર રાહત મળશે, જેના કારણે ઘરગથ્થુ વપરાશ ખર્ચ અને રોકાણમાં વધારો થશે

Posted On: 01 FEB 2025 1:28PM by PIB Ahmedabad

"પહેલા વિશ્વાસ, પછીથી તપાસ કરો"ની ફિલસૂફી પ્રત્યે સરકારની પ્રતિબદ્ધતાની પુષ્ટિ કરતા, કેન્દ્રીય બજેટ 2025-26એ મધ્યમ વર્ગમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને સામાન્ય કરદાતાઓને કરના ભારણમાં રાહત આપવાના વલણને ચાલુ રાખ્યું છે. કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોના મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણે આજે સંસદમાં બજેટ રજૂ કરતાં તમામ કરદાતાઓને લાભ થાય તે માટે ટેક્સ સ્લેબ અને દરોમાં ફેરફાર કરવાની દરખાસ્ત રજૂ કરી હતી.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001TX3J.jpg

કરદાતાઓને ખુશખબર આપતા નાણામંત્રીએ જણાવ્યું હતું કે, "નવી વ્યવસ્થા હેઠળ રૂ. 12 લાખની આવક સુધી કોઈ આવકવેરો ચૂકવવાપાત્ર રહેશે નહીં (એટલે કે, મૂડીનફા જેવા વિશેષ દરની આવક સિવાય દર મહિને રૂ. 1 લાખની સરેરાશ આવક). પગારદાર કરદાતાઓ માટે આ મર્યાદા રૂ. 75,000ના સ્ટાન્ડર્ડ ડિડક્શનને કારણે રૂ. 12.75 લાખ હશે," તેમણે ઉમેર્યું હતું કે, સ્લેબ દરમાં ઘટાડાને કારણે મળતા લાભ ઉપરાંત કરમાં છૂટ એવી રીતે આપવામાં આવી રહી છે કે, તેમના દ્વારા કરની કોઇ ચુકવણી કરવાની ન રહે.

શ્રીમતી સીતારમણે જણાવ્યું હતું કે, "નવું માળખું મધ્યમ વર્ગના કરવેરામાં નોંધપાત્ર ઘટાડો કરશે અને તેમના હાથમાં વધુ નાણાં રાખશે. જેનાથી ઘરગથ્થુ વપરાશ, બચત અને રોકાણમાં વધારો થશે." નવી કરવેરા વ્યવસ્થામાં નાણાં મંત્રીએ કરવેરાના દરના માળખામાં નીચે મુજબ સુધારો કરવાની દરખાસ્ત રજૂ કરી હતીઃ

 

0-4 લાખ રૂપિયા

શૂન્ય

4-8 લાખ રૂપિયા

5 ટકા

8-12 લાખ રૂ.

10 ટકા

12-16 લાખ રૂપિયા

15 ટકા

16-20 લાખ રૂ.

20 ટકા

20-24 લાખ રૂપિયા

25 ટકા

24 લાખ રૂપિયાથી ઉપર

30 ટકા

વિવિધ આવકનાં સ્તરે સ્લેબ રેટમાં ફેરફાર અને રિબેટનાં કુલ કરવેરાનાં લાભને નીચેનાં કોષ્ટકમાં પ્રસ્તુત કરી શકાય છેઃ

Tax Analysis.PNG

 

વિકસિત ભારતનાં વિઝનને સાકાર કરવા કરવેરામાં સુધારાને મુખ્ય સુધારા તરીકે રેખાંકિત કરતાં શ્રીમતી સીતારમણે જણાવ્યું હતું કે, નવું આવકવેરા બિલ 'ન્યાય'નાં જુસ્સાને આગળ વધારશે. કરદાતાઓ અને કર વહીવટ માટે નવી વ્યવસ્થા સમજવા માટે સરળ હશે. જે કરની નિશ્ચિતતા તરફ દોરી જશે અને મુકદ્દમામાં ઘટાડો કરશે, એમ તેમણે માહિતી આપી હતી.

થિરુક્કુરલમાંથી શ્લોક 542ને ટાંકીને નાણાં મંત્રીએ જણાવ્યું હતું કે, "જેમ જીવ વરસાદની અપેક્ષા રાખીને જીવે છે, તેવી જ રીતે નાગરિકો પણ સુશાસનની અપેક્ષા રાખીને જીવે છે." લોકો અને અર્થવ્યવસ્થા માટે સુશાસન પ્રાપ્ત કરવા માટે સુધારા એક સાધન છે. સુશાસન પ્રદાન કરવામાં મુખ્યત્વે પ્રતિભાવ આપવાનો સમાવેશ થાય છે. શ્રીમતી સીતારમણે ઉમેર્યું હતું કે, કરવેરાની દરખાસ્તોમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળની સરકારે આપણા નાગરિકોની જરૂરિયાતોને સમજવા અને તેનું સમાધાન કરવા કેવી રીતે પગલાં લીધાં છે તેની વિગત આપવામાં આવી છે.

AP/IJ/GP/JD


(Release ID: 2098461) Visitor Counter : 103