નાણા મંત્રાલય
ભારતીય પોસ્ટ ગ્રામીણ અર્થતંત્ર માટે એક ઉત્પ્રેરક તરીકે કાર્ય કરશે: બજેટ 2025-26
ભારતીય પોસ્ટ સેવાઓનો વિસ્તાર કરીને DBT, ક્રેડિટ સેવાઓને માઇક્રો એન્ટરપ્રાઇઝ, વીમા સહિત અન્ય ક્ષેત્રોમાં સમાવિષ્ટ કરવામાં આવશે
વિશ્વકર્મા, મહિલાઓ, SHG, MSME વગેરેની વધતી જતી જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે ભારતીય પોસ્ટને એક મોટા જાહેર લોજિસ્ટિક્સ સંગઠન તરીકે રૂપાંતરિત કરવામાં આવશે
Posted On:
01 FEB 2025 12:57PM by PIB Ahmedabad
કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોના મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણે આજે સંસદમાં 2025-26નું બજેટ રજૂ કરતી વખતે જણાવ્યું હતું કે, 1.5 લાખ ગ્રામીણ પોસ્ટ ઓફિસો સાથે ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક અને 2.4 લાખ ડાક સેવકોના વિશાળ નેટવર્કના સહયોગથી ભારતીય પોસ્ટને ગ્રામીણ અર્થતંત્ર માટે ઉત્પ્રેરક તરીકે કાર્ય કરવા માટે ફરીથી તૈયાર કરવામાં આવશે.
નાણામંત્રીએ એવો પણ પ્રસ્તાવ મૂક્યો હતો કે ઇન્ડિયા પોસ્ટની સેવાઓની વિસ્તૃત શ્રેણીમાં નીચેનાનો સમાવેશ થશે:
1) ગ્રામીણ સમુદાય કેન્દ્ર સહ-સ્થાન (કો- લોકેશન)
2) સંસ્થાકીય ખાતા સેવાઓ
3) DBT, કેશ આઉટ અને EMI પિક-અપ
4) સૂક્ષ્મ સાહસોને ક્રેડિટ સેવાઓ
5) વીમો અને
6) સહાયતા પ્રાપ્ત ડિજિટલ સેવાઓ.
શ્રીમતી સીતારમણે વધુમાં ઉમેર્યું હતું કે ઇન્ડિયા પોસ્ટને એક મોટી જાહેર લોજિસ્ટિક્સ સંસ્થા તરીકે પણ રૂપાંતરિત કરવામાં આવશે. જે વિશ્વકર્મા, નવા ઉદ્યોગસાહસિકો, મહિલાઓ, સ્વ-સહાય જૂથો, MSME અને મોટા વ્યવસાયિક સંગઠનોની વધતી જતી જરૂરિયાતોને પૂર્ણ કરશે.
નાણામંત્રીએ એમ પણ કહ્યું કે ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકની સેવાઓ ગ્રામીણ વિસ્તારોમાં વધુ ગાઢ અને વિસ્તૃત કરવામાં આવશે.
AP/IJ/JY/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2098422)
Read this release in:
Odia
,
English
,
Urdu
,
Nepali
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Tamil
,
Tamil
,
Kannada
,
Malayalam