નાણા મંત્રાલય
જળ જીવન મિશન માટે બજેટ બજેટ રૂ. 67,000 કરોડ સુધી વધારવામાં આવ્યું
જળ જીવન મિશન 2028 સુધી લંબાવવામાં આવ્યું
આગામી ત્રણ વર્ષમાં 100% કવરેજ પ્રાપ્ત કરવાનું મિશન
Posted On:
01 FEB 2025 1:00PM by PIB Ahmedabad
આજે સંસદમાં કેન્દ્રીય બજેટ 2025-26 રજૂ કરતી વખતે કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોના મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે જળ જીવન મિશન માટે કુલ બજેટ ખર્ચ રૂ. 67,000 કરોડ સુધી વધારવામાં આવ્યુ છે. તેમણે કહ્યું કે આ મિશનને 2028 સુધી લંબાવવામાં આવ્યું છે.
શ્રીમતી નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે 2019થી ભારતની ગ્રામીણ વસ્તીના 80 ટકાનું પ્રતિનિધિત્વ કરતા 15 કરોડ પરિવારોને જળ જીવન મિશનનો લાભ મળ્યો છે. તેમણે ઉમેર્યું હતું કે આ મિશન હેઠળ પીવાના નળના પાણીના જોડાણોની સુવિધા પૂરી પાડવામાં આવી છે અને આગામી ત્રણ વર્ષમાં 100 ટકા કવરેજ પ્રાપ્ત કરવાનો લક્ષ્યાંક છે.
જળ જીવન મિશનનું ધ્યાન "જન ભાગીદારી" દ્વારા ગ્રામીણ પાઇપ પાણી પુરવઠા યોજનાઓના માળખાગત સુવિધાઓ અને સંચાલન અને જાળવણી પર રહેશે. ટકાઉપણું અને નાગરિક-કેન્દ્રિત પાણી સેવા વિતરણ સુનિશ્ચિત કરવા માટે રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો સાથે અલગથી સમજૂતી કરાર કરવામાં આવશે, એમ શ્રીમતી સીતારમણે જણાવ્યું હતું.
AP/IJ/GP/JD
(Release ID: 2098413)
Visitor Counter : 64
Read this release in:
Assamese
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Nepali
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam